________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૧૪/ગાથા-૭-૮
ગાથાર્થ ઃ
આગમમાં પાંચ પ્રકારના વ્યવહાર કહેવાયા છે અને તે પાંચેય વ્યવહારમાં અનુક્રમથી જે હોય તે પ્રધાન છે=પાછળ પાછળનાં વ્યવહાર કરતાં પૂર્વ પૂર્વનો વ્યવહાર પ્રધાન છે. અને આજ તો=વર્તમાનમાં તો, તેમાં=પાંચ વ્યવહારમાં, જીત છે=પાંચમો જીતવ્યવહાર પ્રધાન છે, તેને વગર નિદાન=વગર કારણ, કેમ ત્યજીએ અર્થાત્ તેનો ત્યાગ થાય નહિ. 11911
ભાવાર્થ :
શાસ્ત્રમાં આગમવ્યવહાર વગેરે પાંચ વ્યવહારો કહ્યાં છે, તેમાં તીર્થંકરના કાળમાં ચૌદપૂર્વધરાદિ હતા ત્યારે આગમવ્યવહાર પ્રધાન હતો ત્યાર પછી અનુક્રમે બીજા, ત્રીજાદિ વ્યવહાર પ્રધાન બન્યા અને વર્તમાનમાં તો પાંચમો જીતવ્યવહાર પ્રધાન છે. તેથી જે સ્થાનમાં જીતવ્યવહાર મળતો હોય તે સ્થાનમાં જીતવ્યવહારથી પ્રવૃત્તિ થાય છે અને તે સિવાય સૂત્રમાં કહેલી નીતિથી પ્રવૃત્તિ થાય છે અને આ જીતવ્યવહાર જ બહુ ગુણના જાણ સંવિજ્ઞ વિબુધની આચરણારૂપ છે. તેથી કારણ વગર તેનો ત્યાગ કરાય નહિ. માટે અર્થથી સંવિજ્ઞબુધજનની આચરણા રૂપ બીજો માર્ગ પણ શાસ્ત્રની મર્યાદા અનુસાર કરાતી ક્રિયારૂપ પ્રથમ માર્ગ અનુસાર સંમત થાય છે; કેમ કે આગમમાં જ પાંચ વ્યવહાર કહ્યા છે. તેથી જીતવ્યવહાર આગમથી જ પ્રમાણભૂત છે માટે બીજો માર્ગ પણ આગમથી જ સિદ્ધ છે, તેથી બીજા માર્ગની સેવના પ્રથમ માર્ગના અપલાપરૂપ નથી. llll
અવતરણિકા :
વળી, કઈ પ્રવૃત્તિ બીજા પ્રકારના માર્ગથી પ્રમાણભૂત નથી તે બતાવવા અર્થે કહે છે
11211:
—
૧૦૩
શ્રાવક મમત્વ અશુદ્ધ વલી, ઉપકરણ વસતિ આહાર; સુખશીલ જન જે આચરે, નવિ ધરિયે હો તે ચિત્ત લગાર.
સા. ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org