________________
પ૭
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૧/ગાથા-પ-૬ ગાથાર્થ :
ક્ષુદ્ર નહીં તે તે પુરુષ, ક્ષુદ્ર નથી જેહ મનમાં અતિગંભીર અને ઉદાર છે. ઉતાવળો પુરુષ પોતાનો અને પરનો ઉપકાર કરી શકે નહિ. llll ભાવાર્થ
(૧) શુદ્ર નહિ : ધર્મ હંમેશા સૂક્ષ્મબુદ્ધિથી ગ્રાહ્ય છે અને સૂક્ષ્મબુદ્ધિ વગર માત્ર ધર્મબુદ્ધિથી ધર્મ અનુષ્ઠાન કરવામાં આવે તો પણ તે ધર્મ અનુષ્ઠાનથી ધર્મનો વિઘાત થાય છે. અને જે જીવો અતિગંભીર અને ઉદાર આશયવાળા છે તેઓ સૂક્ષ્મબુદ્ધિથી ધર્મને જાણવા યત્ન કરે છે, જેથી તેઓને ધર્મની પ્રાપ્તિ થાય છે અને જેઓનો ઉતાવળો સ્વભાવ છે તે અતિગંભીર નથી. આવા જીવો સ્વયં ધર્મ બુદ્ધિથી ધર્મ અનુષ્ઠાન સેવીને કે અન્યને ધર્મ અનુષ્ઠાનમાં યોજન કરીને પોતાનો અને પરનો ઉપકાર કરી શકતા નથી. તે સર્વ જીવો શુદ્ર સ્વભાવવાળા છે અને જેઓ શુદ્ર નથી તેઓ જ પારમાર્થિક ધર્મની પ્રાપ્તિને માટે યોગ્ય છે.
“ધર્મરત્નપ્રકરણ” ગ્રંથમાં સૂક્ષ્મદર્શી, સુપર્યાલોચિન કાર્યને કરનારા અશુદ્ર છે તેમ કહેલ છે અને તેઓ ધર્મને યોગ્ય છે. પણ અવતરણિકા :
હવે રૂપનિધિ ગુણનું સ્વરૂપ બતાવે છે – ગાથા :
શુભસંઘયણી રૂપનિધિ, પૂરણઅંગઉપંગ;
તે સમરથ સહેજે ધરે, ધર્મપ્રભાવન ચંગ. ૬ ગાથાર્થ :
શુભસંઘયણવાળા, પૂર્ણ અંગ ઉપાંગવાળા, રૂપનિધિ છે તે સહજે સમરથ ધરે-તે સહજ ધર્મ કરવા માટેના સામર્થ્યને ધારણ કરનારા છે. અને ચંગ ધર્મની સુંદર પ્રભાવના કરે. IIકા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org