________________
૬૬
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૧/ગાથા-૧૭-૧૮
નિર્ણય કરીને ગુણવૃદ્ધિનું કારણ થાય તેવી પ્રવૃત્તિ કરે છે અને આવા ગુણવાળા જીવો ધર્મ માટે યોગ્ય છે. ||૧૭||
અવતરણિકા :
હવે વૃદ્ધાનુગત અને વિનયવંત ગુણો બતાવે છે
511211 :
વૃદ્ધાનુગત સુસંગતે, હોવે પરિણતબુદ્ધિ; વિનયવંત નિયમા કરે, જ્ઞાનાદિકની શુદ્ધિ. ૧૮
ગાથાર્થ ઃ
વૃદ્ધને અનુસરનાર સુસંગતને કારણે=વૃદ્ધના સંગને કારણે પરિણત બુદ્ધિવાળા થાય છે તથા વિનયવંત નિયમથી જ્ઞાનાદિકની શુદ્ધિ કરે. [૧૮]
ભાવાર્થ :
(૧૭) ‘ધર્મરત્નપ્રકરણ'માં વૃદ્ધનું સ્વરૂપ બતાવતાં કહ્યું કે મોટી ઉંમરવાળા, પરિપક્વ બુદ્ધિવાળા, પરિણામથી સુંદર મતિવાળા અને સદ્ વિવેકાદિ ગુણોથી યુક્ત વૃદ્ધ કહેવાય છે. જે દરેક પ્રવૃત્તિઓમાં આવા વૃદ્ધ પુરુષોને અનુસરનારા હોય તેઓને તેવા ગુણીયલ વૃદ્ધોના સંગને કારણે પારિણામિકી બુદ્ધિ પ્રગટે છે. જેથી પોતાનો પ્રાપ્ત થયેલો મનુષ્યભવ કઈ રીતે સફળ થાય તેની ઉચિત વિચારણા કરીને પોતાની ભૂમિકા અનુસાર ધર્માદિ પુરુષાર્થોને સેવી શકે છે.
(૧૮) વિનય શબ્દની વ્યુત્પત્તિ છે કે જેનાથી કર્મોનું વિનયન થાય તે ‘વિનય’. આ વ્યુત્પત્તિ અનુસાર જે પુરુષો ગુણો ત૨ફ વળેલા હોય તેઓ વિનયવંત કહેવાય અને તેવા વિનયવાળા પુરુષો જ્ઞાનાદિ ગુણોવાળા ઉત્તમ પુરુષો પ્રત્યે વિનય કરીને તેઓ પાસેથી વિશેષ વિશેષ પ્રકારના જ્ઞાનાદિને પ્રાપ્ત કરે છે. તેથી તેવા વિનયવાળા જીવોને સ્વભૂમિકા અનુસાર જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધિ નિયમા પ્રાપ્ત થાય છે માટે આવા વિનયવંત પુરુષો ધર્મના અધિકારી છે. ૧૮||
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org