________________
૮૦
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૨/ગાથા-૧૨-૧૩
અવતરણિકા –
ભાવશ્રાવકના ગુરુસેવી ગુણને સ્પષ્ટ કરવા અર્થે ગાથા-૧૨ અને ૧૩થી તેના ચાર પ્રકાર બતાવે છે – ગાથા :
ગુરુસેવી ચઉહિ સેવણા, કારણ સમ્પાદન ભાવના;
સેવે અવસરે ગુરુને તેહ, ધ્યાનયોગનો ન કરે છેહ. ૧૨ ગાથાર્થ -
ગુરુસેવી ચાર પ્રકારના છે ચાર પ્રકારની પ્રવૃત્તિ કરનારા છે. (૧) સેવના, (૨) કારણ બીજાને ગુરુ પ્રત્યે ભક્તિવાળા કરવા (૩) સમ્પાદન= ગુરુને ઓષધ વગેરે સામગ્રીનું સંપાદન કરવું (૪) ભાવના ગુરુના ભાવનું અનુસરણ કરવું. ચાર પ્રકારના ગુરુસેવીના ગુણોમાંથી સેવના ગુણને સ્પષ્ટ કરે છે. અવસરે ગુરુને તે રીતે સેવે જે રીતે ધ્યાનયોગનો છેહ=વિનાશ, ન કરે. I૧રા અવતરણિકા :
ગુરુસેવીના કારણ, સમ્પાદન અને ભાવના ગુણને સ્પષ્ટ કરે છે – ગાથા :
તિહાં પ્રવર્તાવ પર પ્રોં, ગુરુ ગુણ ભાષે નિજ પર છતે;
સમ્પાદે ઔષધમુખ વલી, ગુરુભાડૅ ચાલે અવિચલી. ૧૩ ગાથાર્થ :
પર પ્રૌં ગુરુના ગુણો ભાખે અને તિહાં પ્રવર્તાવે ગુરુની ભક્તિમાં પરને પ્રવર્તાવે, નિજ પર છતું ઔષધમુખ વલી સાદકપોતે અથવા બીજા પાસે વળી, ગુરુની ઔષધ વગેરે સમ્પાદન કરે, ગુરુ ભાડૅ ચાલે અવિચલી ગુરુના અભિપ્રાયથી અવિચલિત વિચલિત થયા વગર, સર્વ પ્રવૃત્તિ કરે. II૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org