________________
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૩/ગાથા-૬-૭ ગાથાર્થ :
વિષયોના સેવનનું સુખ ક્ષણિક છે, તથા વિષની ઉપમા જેવું છે એમ જાણીને શ્રાવક વિષયોને બહુ ઈચ્છે નહિ, પરંતુ તેહથી બીહે રે વિષયોના સુખથી ડરે છે. એ પ્રકારનો પાંચમો ગુણ શ્રાવક વરે છે. IIII ભાવાર્થ :
શ્રાવક મોક્ષનો અર્થી હોવા છતાં વિષયોની ઇચ્છા સર્વથા શાંત થઈ નથી. આથી જ સંયમ ગ્રહણ કરવા અસમર્થ છે તોપણ વિષયોની ઇચ્છાને શાંત કરવા ભાવન કરે છે કે વિષયોનું સુખ ક્ષણિક છે; કેમ કે વિષયોની ઇચ્છાથી આકુળ થયેલ જીવ વિષયોને પ્રાપ્ત કરવા અને ભોગવવા શ્રમ કરે છે, તે કાળમાં ક્ષણભર સુખ થાય છે, તોપણ તેનાથી બંધાયેલા પાપો દુઃખની પરંપરાના કારણ છે. આથી જેમ સુંદર પણ ભોજન વિષમિશ્રિત હોય તો તે ક્ષણિક સુખ આપીને મૃત્યુનું જ કારણ બને છે તેમ વિષયો પણ વિષની ઉપમાવાળા છે. એમ જાણીને વિષયોની ઇચ્છા હોવા છતાં શ્રાવક બહુ ઇચ્છા કરતો નથી, પરંતુ વિષયોથી હંમેશા ભય પામે છે. આ પ્રકારની ભાવનાને કરતો શ્રાવક પાંચમો ગુણ ધારણ કરે છે. IIકા અવતરણિકા:
ભાવશ્રાવક આરંભના સ્વરૂપનું ચિંતવન કરીને આરંભ પ્રત્યેના રાગથી મુક્ત થવા માટે કઈ રીતે ઉદ્યમ કરે છે તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
તીવ્રારંભ ત્યજે સદા, ગુણ છઠાનો સંભાગી રે;
રાગી રે, નિરારંભ જનનો ઘણું એ. ૭ ગાથાર્થ :
શ્રાવક સદા તીવ્ર આરંભનો ત્યાગ કરે છે એ પ્રકારનો છઠ્ઠ ગુણનો સંભાળી છે ધારણ કરનારો છે. વળી, નિરારંભ જનનો નિરારંભી સાધુઓનો, ઘણો રાગી છે. II૭ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org