________________
૯૫
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૩/ગાથા-૧૫-૧૬ અવતારણિકા :
ભાવશ્રાવકનો મધ્યસ્થ ગુણ બતાવે છે – ગાથા :
રાગદ્વેષમધ્યસ્થનો, સમગુણ ચઉદમે ન બાધે રે;
સાધે રે, તે હઠ છાંડી મારગ ભલો એ. ૧૫ ગાથાર્થ :
રાગ દ્વેષના મધ્યમાં રહેલા પુરુષનો યોદમો સમગુણ બાધા પામતો નથી, પરંતુ હઠ છાંડીને તે પુરુષ ભલો માર્ગ સાધે છે. ll૧૫ll ભાવાર્થ
શ્રાવક હંમેશા રાગ દ્વેષથી પર થવા માટે મધ્યસ્થ સ્વભાવથી આત્માને ભાવિત કરે છે. તેથી સર્વ સંયોગોમાં તેનો સમગુણ ઉલ્લસિત રહે છે અને તેવા શ્રાવકો સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરવાની હઠને છોડીને ભગવાને કહેલો ભલો માર્ગ સાધે છે. II૧પો અવતરણિકા :
ભાવશ્રાવકના અસંબંધતા ગુણને બતાવે છે –
ગાથા :
ક્ષણભંગુરતા ભાવતો, ગુણ પન્નરને સેવંતો રે;
સંતો રે, ન ધનાદિ સંગતિ કરે એ. ૧૬ ગાથાર્થ :
ક્ષણભંગુરતાને ભાવન કરતો ધનાદિના સંબંધની ક્ષણભંગુરતાનું ભાવન કરતો, પંદરમાં ગુણને સેવતો છતો શ્રાવક ધનાદિની સંગતિ કરે નહિ ધનાદિ પ્રત્યેના ગાઢ પ્રતિબંધને ધારણ કરે નહિ. I[૧૬] ભાવાર્થ :
જગતના પદાર્થો સાથે પોતાનો પારમાર્થિક સંબંધ નથી તે ભાવન કરવા શ્રાવક વિચારે છે કે ધન, દેહ, કુટુંબાદિ પદાર્થોનો બાહ્ય સંબંધ દેખાય છે તે પરમાર્થથી ક્ષણભંગુર છે એ પ્રકારે આત્માને અત્યંત ભાવિત કરીને પંદરમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org