________________
૮૬
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ-૧૩/ગાથા-૨-૩ ગાથાર્થ :
શ્રી ચિત્તથી ચંચલ છે, વળી, નરકની મોટી વાટ મોટો માર્ગ છે, ખોટી છે પુરુષ માટે અનર્થકારી છે, છાંડે સ્ત્રીને છોડે, એ ગુણ શ્રાવકનો ધુરે ગણો મુખ્ય ગણો. ||રા ભાવાર્થ -
સંસારમાં પુરુષને પ્રબળ મોહનું સ્થાન સ્ત્રી છે અને તેના પ્રત્યેના મોહથી અનેક પાપો થાય છે અને સંસારમાં અનર્થોની પ્રાપ્તિ થાય છે. આ અનર્થોના નિવારણ માટે શ્રાવક વિચારે છે કે સ્ત્રી ચિત્તથી ચંચળ હોય છે, તેથી તેનો રાગ ક્યારે, ક્યાં પરાવર્તન પામે તે કહી શકાય નહિ માટે આવા ચંચળ સ્વભાવવાળી સ્ત્રી પ્રત્યે રાગ કરવો ઉચિત નથી. વળી, સ્ત્રી પ્રત્યેનો રાગ નરકમાં જવાનો મોટો માર્ગ છે; કેમ કે અતિરાગ ક્લિષ્ટ ભાવો કરાવીને સર્વ પાપોનું કારણ બને છે. આમ વિચારીને પણ શ્રાવક સ્ત્રીના રાગથી ચિત્તને નિવર્તન કરવા યત્ન કરે છે. વળી, વિચારે છે કે સ્ત્રી ખોટી છે અર્થાત્ આત્માને કોઈ ઉપયોગી નથી, પરંતુ મોહધારાની વૃદ્ધિ કરીને અહિતને જ કરનારી છે. જે પુરુષ એને છોડે તે પુરુષનો સ્ત્રી પ્રત્યેનો વિરક્ત ભાવરૂપ ગુણ મોખરે જાણવો. રા અવતરણિકા -
ભાવશ્રાવક ઇન્દ્રિયના સ્વરૂપનું ચિંતવન કરીને ઇન્દ્રિય પ્રત્યેના રાગથી મુક્ત થવા માટે કઈ રીતે ઉદ્યમ કરે છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
ઇંદ્રિયચપલતુરંગને, જે રૂંધે જ્ઞાનની રાશે રે;
પાસે રે, તે બીજો ગુણ શ્રાવક ધરે એ. ૩ ગાથાર્થ -
ઈન્દ્રિયરૂપી ચપલ તુરંગ ઘોડાને, જે જ્ઞાનની રાશરૂપ પાસાથી રૂંધે ઈજ્યિોના પારમાર્થિક બોધથી ઈન્દ્રિય પર સંયમ પ્રાપ્ત કરે, તે બીજો ગુણ શ્રાવક ધરે. ll3II
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org