________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૩/ગાથા-૧-૨
ઢાળા
તેરમી
(રાગ : છઠ્ઠી ભાવના મન ધરો-એ દેશી)
પૂર્વ ઢળ સાથે સંબંધ :
ભાવશ્રાવક કેવી આચરણાઓ કરે તે આચરણાઓને આશ્રયીને ભાવશ્રાવકનું સ્વરૂપ પૂર્વ ઢાળમાં વર્ણન કર્યું. હવે ભાવશ્રાવક સંસારના ભાવોથી નિર્લેપ થવા માટે કેવા ભાવો કરે, જેથી સંયમની શક્તિ પ્રગટ થાય ? તે ભાવોને આશ્રયીને ભાવશ્રાવકનું સ્વરૂપ બતાવે છે
ગાયા :
ભાવશ્રાવકનાં ભાવિયે, હવે સત્તર ભાવગત તે હો રે; નેહો રે, પ્રભુ તુઝ વચને અવિચલ હોજો એ. ૧ ગાથાર્થ :
હવે ભાવશ્રાવકના ભાવગત ‘સત્તર’ તે=ભેદો, ભાવન કરવા જોઈએ. હે ભગવાન ! મને તમારા વચનમાં અવિચલ નેહો=અવિચલ સ્નેહ, પ્રાપ્ત થાઓ. ||૧||
ભાવાર્થ :
ભગવાનને વિનંતી કરતા ગ્રંથકારશ્રી કહે છે કે પરિણામને આશ્રયીને ભાવશ્રાવકના સત્તર ભેદો છે તેનું ભાવન કરવું જોઈએ અને તે ભાવન દ્વારા ભગવાનના વચનમાં પોતાને અવિચલ સ્નેહ પ્રગટ થાય તેવી પ્રાર્થના કરે 9.11911
અવતરણિકા :
ભાવશ્રાવક સ્ત્રીના સ્વરૂપનું ચિંતવન કરીને સ્ત્રી પ્રત્યેના રાગથી મુક્ત થવા માટે કઈ રીતે ઉદ્યમ કરે છે તે બતાવવા અર્થે કહે છે
ગાથા :
૮૫
ઇત્થી ચંચલ ચિત્તથી, જે વાટ નરકની મોટી રે; ખોટી રે, છાંડે એ ગુણ રિ ગણો એ. ૨
Jain Education International
For Personal & Private Use Only
-
www.jainelibrary.org