________________
૭૨
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૨ગાથા-૨-૩
ગાથા :
કૃતવ્રતકર્મા શીલાધાર, ગુણવન્તો ને ઋજુવ્યવહાર;
ગુરુસેવી ને પ્રવચનદક્ષ, શ્રાવક ભાવે એ પ્રત્યક્ષ. ૨ ગાથાર્થ :
કૃતવ્રતકર્મા સ્વીકાર્યા છે શ્રાવકના બાર વ્રતો જેમને એવા, શીલાધાર જેઓની ઈન્દ્રિયો શ્રાવકને અનુકૂળ એવા સંવરભાવવાળી છે તેથી શીલના આધાર છે, ગુણવંત=ગુણોને વિકસાવવા માટે યત્ન કરનારા છે, ઋજુવ્યવહાર ઋજુવ્યવહારવાળા છે જેમાં ક્લેશ ન થાય અને ઔચિત્યપૂર્વક ધનાદિની પ્રાપ્તિ થાય તે પ્રકારે ધન અર્જનાદિમાં યત્ન કરનારા છે, ગુરુસેવી શાસ્ત્રના પરમાર્થને જાણનારા ગુરુની શુશ્રુષા કરનારા છે, પ્રવચનદક્ષ ગુણવાન ગુરુ પાસેથી શાસ્ત્રના મર્મને જાણીને પ્રવચનમાં નિષ્ણાત થયેલા છે, આ છ ગુણો જેમાં પ્રત્યક્ષથી વર્તે તે ભાવશ્રાવક છે. IIરા.
અવતરણિકા :
હવે, ભાવશ્રાવકના કૃતવ્રતકર્મા ગુણને સ્પષ્ટ કરવા અર્થે તેના ચાર પ્રકાર બતાવે છે – ગાથા :
શ્રવણ જાણણા ગ્રહણ ઉદાર, પડિસેવા એ ચાર પ્રકાર;
પ્રથમ ભેદના મન ધારીયે, અર્થ તાસ ઈમ અવતારીયે. ૩ ગાથાર્થ -
પ્રથમ ભેદના=શ્રાવકના “છ” લક્ષણોમાંથી કૃતવ્રતકર્મા રૂપ પ્રથમ ભેદના, “શ્રવણ-ગીતાર્થ ગુરુ પાસે વ્રતના સ્વરૂપનું શ્રવણ, જાણણા= સ્વીકારવા યોગ્ય વ્રતોનું સ્વરૂપ સર્વ ભાંગાઓથી જાણવું, ગ્રહણ=વ્રતોના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કર્યા પછી શક્તિ અનુસાર વ્રતોનું ગ્રહણ કરવું, ઉદાર પ્રતિસેવા-ગ્રહણ કરાયેલા વ્રતોનું ખલના વગર સમ્યગૂ પાલન કરવું” એ “ચાર' પ્રકારને મનમાં ધારીએ, તાસ અર્થ તેમનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org