________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૧/ગાથા-૧૧-૧૨
ગાથાર્થ ઃ
સુદાક્ષિણ્યતા ગુણવાળો પુરુષ પોતાનું કાર્ય છોડીને અન્યનો ઉપકાર કરે છે. તેનો વ્યવહાર સર્વને ઉપાદેય બને છે=ગ્રાહ્ય બને છે. ।।૧૧।। ભાવાર્થ :
(૮) સુદાક્ષિણ્ય સ્વભાવવાળા પુરુષમાં દાક્ષિણ્ય શબ્દનો પ્રયોગ ન કરતા ‘સુદાક્ષિણ્ય’ શબ્દનો પ્રયોગ કર્યો છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે પાપ કૃત્યમાં નહિ પણ પરલોકના ઉપકારક એવા પ્રયોજનમાં તે પુરુષ સુદાક્ષિણ્યતા ગુણવાળા છે અને તે પુરુષો પોતાનું કામ ગૌણ કરીને અન્યનો ઉપકાર કરે. જેથી તેવા સુદાક્ષિણ્યતા ગુણવાળા જીવોનો વ્યવહાર સર્વ લોકોને સ્વીકાર્ય બને છે. II૧૧||
અવતરણિકા :
હવે લજ્જાળુ અને દયાળુ ગુણો બતાવે છે –
ગાથા:
અંગીકૃત ન ત્યજે ત્યજે, લજ્જાલુઓ અકાજ; ધરે દયાલુ ધર્મની, દયા મૂલની લાજ. ૧૨ ગાથાર્થ ઃ
૬૧
લજ્જાળુ સ્વભાવવાળા પુરુષ અંગીકૃત એવા ધર્મને છોડે નહિ અને અકાર્યને છોડે. વળી, દયા મૂળવાળા એવા ધર્મની લાજ=મર્યાદા, દયાળુ પુરુષ ધારણ કરે. ||૧૨૩૫
ભાવાર્થ :
(૯) લજ્જાળુ સ્વભાવવાળા પુરુષો પોતે જે વ્રતો આદિ સ્વીકાર્યા હોય તે પાળવા દુષ્કર લાગે તોપણ તેનો ત્યાગ કરતા નથી અને સ્વીકારેલા વ્રતોની મર્યાદાને છોડીને અકાર્યને સેવતા નથી; કેમ કે મોહના પરિણામથી પણ ધર્મથી વિપરીત પ્રવૃત્તિ કરવાનું મન થાય ત્યારે પણ લજ્જા સ્વભાવને કારણે તેઓ તે પ્રકારની પ્રવૃત્તિ કરી શકતા નથી.
(૧૦) દયાળુ સ્વભાવવાળા જીવો ધર્મની મર્યાદા સાચવે છે અને ધર્મની મર્યાદા દયા મૂળવાળી છે અને દયાળુ સ્વભાવવાળા જીવોને જો વિવેક પ્રગટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org