________________
પ૮
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૧/ગાથા-૬-૭ ભાવાર્થ :
(૨) રૂપનિધિ : ભૂતકાળમાં જેઓએ સારો ધર્મ કર્યો છે અને તેનાથી ઉત્તમ પુણ્યપ્રકૃતિ બાંધી છે. તેઓ પ્રાયઃ શુભ સંઘયણવાળા=પ્રથમ સંઘયણવાળા જ નહિ પરંતુ જે કોઈ સંઘયણ મળ્યું હોય તેમાં ધર્મને સાધવા માટે અનુકૂળ દેહ બળ મળ્યું હોય તેવા શુભ સંઘયણવાળા અને શરીરના અંગ ઉપાંગ સંપૂર્ણ મળ્યા હોય તેવા જીવો સહેજે ધર્મ કરવા સમર્થ બને છે અને તેવા જીવો ધર્મ કરે તો તેમનાથી ધર્મની સુંદર પ્રભાવના થાય છે. IIકા અવતરણિકા :હવે સૌમ્ય ગુણ બતાવે છે –
ગાથા :
પાપકર્મે વરતે નહીં, પ્રકૃતિસૌમ્ય જગમિત્ત;
સેવનીક હોવે સુખે, પરને પ્રશમનિમિત્ત. ૭ ગાથાર્થ -
પ્રકૃતિ સૌમ્ય પુરુષ પાપ કર્મમાં વર્તતા નથી, જગત પ્રત્યે મિત્ર જેવા હોય છે, સુખે સેવી શકાય તેવા હોય છે અને પરને પ્રશમનું નિમિત્ત બને છે. llll. ભાવાર્થ :
(૩) સૌમ્યગુણ પ્રકૃતિથી જેઓ સૌમ્ય હોય તેઓ આક્રોશ, વધાદિ કાર્યોમાં વર્તતા નથી, જગતના જીવો પ્રત્યે મિત્રની જેમ વર્તન કરે છે અર્થાત્ બીજાના હિતની ચિંતા કરનારા હોય છે અને તેની સેવા કરનારાથી સુખે કરીને સેવ્ય હોય છે અર્થાત્ તેમને સેવવામાં ક્યાં ખોટું લાગશે તે ખબર ન પડે અને ઘડી ઘડી કોઈ નિમિત્તે ખોટું લાગે તેવી દુઃખે કરીને સેવ્ય પ્રકૃતિવાળા નથી. વળી, તેઓની ઉત્તમ પ્રકૃતિને કારણે બીજાઓના પણ કષાયોના શમનનું કારણ બને છે તે સૌમ્ય ગુણવાળા છે. છતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org