________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૦/ગાથા-૧૪-૧૫
૪૫
સ્મરણમાં આવતું નથી, તે ક્રિયા ભ્રમ દોષવાળી છે. જેમ ચૈત્યવંદન સૂત્ર બોલતી વખતે રોજના અભ્યાસ અનુસાર “નમુન્થુણં સૂત્ર” બોલાતું હોય અને તે સૂત્રના દરેક પદોમાં અને અર્થોમાં દૃઢ ઉપયોગ ન હોય તો ક્રમ પ્રમાણે તે સૂત્ર પૂર્ણ બોલાયું હોય છતાં પોતે ‘તિન્દ્રાણં તારયાણં' આદિ પદો બોલીને “ભગવાન સંસારથી તરેલા છે અને તરવાના અર્થી એવા જીવોને તારનારા છે” તે પ્રકારના શબ્દો પોતે બોલ્યા છે કે નહિ તેની સ્મૃતિ પાછળથી ક૨વામાં આવે તો સ્મૃતિ થાય નહિ તેથી તે ભ્રમ દોષવાળી ક્રિયા થાય છે. ભ્રમ દોષવાળી શુભ ક્રિયાથી જે ઉત્તમ સંસ્કારોરૂપ અર્થ આત્મામાં નિષ્પન્ન કરવાનો હતો તેનાથી વિરોધી એવા ઉત્તમ સંસ્કારના અભાવરૂપ અકાર્ય આત્મામાં નિષ્પન્ન થાય છે. તેથી અજ્ઞાનને કારણે વર્તતા ભ્રમ દોષવાળી ક્રિયાથી ઉપશાંત ચિત્ત નિષ્પન્ન થતું નથી, પરંતુ પ્રમાદી ચિત્તના સંસ્કારો પડે છે તેથી કર્મબંધની પ્રાપ્તિ થાય છે, માટે સમ્યજ્ઞાનપૂર્વક ક્રિયા કરવી જોઈએ. ૧૪||
અવતરણિકા :
વળી, અજ્ઞાનને કારણે ક્રિયામાં થતા ઉત્થાનદોષના અનર્થને બતાવે
છે -
ગાથા :
શાન્તવાહિતા વિણ હુએ રે, જે યોગે ઉત્થાન રે; ત્યાગયોગ છે તેહથી રે, અણછંડાતુ ધ્યાન રે.
Jain Education International
પ્રભુ
ગાથાર્થ :
શાંતવાહિતા વગર જે યોગમાં=ધર્મ અનુષ્ઠાનમાં, ઉત્થાન હુએ=ઉત્થાન દોષ થાય, તેથી અણદંડાતુ ત્યાગયોગ ધ્યાન છે=ઉત્થાન દોષથી નહિ ત્યાગ કરાતું અર્થાત્ સેવન કરાતું ત્યાગયોગ્ય ધ્યાન છે=અનુષ્ઠાનની પ્રવૃત્તિ છે. ।।૧૫।।
ભાવાર્થ :
કોઈપણ અનુષ્ઠાન સ્વીકારવાને અનુરૂપ ચિત્તમાં શાંતરસ હોય તો તે શાંતરસવાળા મહાત્મા તે અનુષ્ઠાન દ્વારા વિશેષ પ્રકારના સંવેગના પરિણામનો
For Personal & Private Use Only
! ૧૫
www.jainelibrary.org