________________
૫૨
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૦/ગાથા-૨૦
અવતરણિકા :
ગાથા-૧માં કહેલ કે જ્ઞાન વગરના જીવો ધર્મની ક્રિયા કરે તોપણ તેનાથી કર્મબંધની પ્રાપ્તિ છે. કઈ રીતે અજ્ઞાનને કારણે કરાતી ક્રિયાથી કર્મબંધ થાય છે તે બતાવવા માટે અજ્ઞાનથી થતા ક્રિયાના દોષો બતાવ્યા. હવે કેવા ગુણવાળો જીવ ક્રિયા કરે તો તે ક્રિયા તેના આત્મ કલ્યાણનું કારણ બને છે તે સ્પષ્ટ કરવા અર્થે વ્યતિરેકથી બતાવે છે
ગાથા :
માનહાનિથી દુઃખ દીએ રે, અંગ વિના જિમ ભોગ રે; શાન્તોદાત્તપણા વિના રે, તિમ કિરિયાનો યોગ રે. પ્રભુ ! ૨૦
-
ગાથાર્થ :
જેમ અંગ વિના=ભોગને અનુકૂળ એવા સુપ આદિવાળા દેહ વગર, માનહાનિથી=માનહાનિ થવાને કારણે, ભોગ=ભોગ સામગ્રી, દુ:ખ આપે છે તેમ શાંત ઉદાત્તપણા વગર ક્રિયાનો યોગ છે=ક્રિયાનું સેવન છે. II૨૦ના
Jain Education International
ભાવાર્થ :
જેમ કોઈ જીવને સુંદર દેહ ન મળ્યો હોય અને શરીર પણ ભોગ સેવવા માટે અતિ અસમર્થ હોય તેવા જીવને ઘણો વૈભવ મળેલો હોય, ઘણી ભોગ સામગ્રી મળેલી હોય, તોપણ હું સુખી છું એ પ્રકારનું માન થતું નથી અને એ પ્રકારની માનહાનિને કારણે પ્રાપ્ત થયેલી ભોગ સામગ્રી તેને દુઃખ આપે છે; કેમ કે સામગ્રી દેખાય છે, ભોગની ઇચ્છા છે પરંતુ ભોગ ભોગવી શકતો નથી. તેથી તે ભોગની સામગ્રી જ દુઃખનું કારણ બને છે. તેમ કોઈ સાધક આત્મકલ્યાણની બુદ્ધિથી ધર્મના અનુષ્ઠાનો સેવે છતાં તે ધર્મ અનુષ્ઠાનના સેવનથી અંતરંગ સ્વસ્થતારૂપ સુખનો અનુભવ કરી શકે તેવી શાંત ઉદાત્તપણારૂપ પ્રકૃતિ ન હોય તો તે ક્રિયાના સેવનથી મોહની આકુળતા દૂર થતી નથી. તેથી સદનુષ્ઠાન જન્ય સુખ થતું નથી, પરંતુ જેમ તે પુરુષને ભોગની સામગ્રી દુઃખનું કારણ છે તેમ પ્રસ્તુત ધર્મ કરનારને ક્રિયા કષ્ટરૂપ હોવાથી દુઃખનું કારણ છે. અહીં
For Personal & Private Use Only
www.jainelibrary.org