________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૧૦/ગાથા-૧૨-૧૩ ૪૩ ફળની પ્રાપ્તિ થાય નહિ. તેથી જેમ ખેતીની ક્રિયાથી ફળની પ્રાપ્તિ પ્રત્યે પાણી મુખ્ય હેતુ છે તેમ સદનુષ્ઠાનની ક્રિયાથી આત્મામાં ધર્મ નિષ્પત્તિ પ્રત્યે મનની દૃઢતા મુખ્ય હેતુ છે. માટે ખેડદોષના પરિહારપૂર્વક ક્રિયા કરવી જોઈએ. II૧રશા અવતરણિકા –
અજ્ઞાતને કારણે ક્રિયામાં થતા ખેદ દોષથી થતો અનર્થ બતાવ્યો. હવે અજ્ઞાનને કારણે ઉદ્વેગદોષથી થતો અનર્થ બતાવે છે – ગાથા -
બેઠા પણ જે ઉપજે રે, કિરિયામાં ઉદ્વેગ રે;
યોગદ્વેષથી તે ક્રિયા રે, રાજવેઠ સમ વેગ રે. પ્રભુ ! ૧૩ ગાથાર્થ :
બેઠા પણ ક્રિયાનો પ્રારંભ કર્યા પછી પણ, જે ક્રિયામાં ઉદ્વેગ ઉપજે છે તે ક્રિયા યોગ દ્વેષથી રાજવેઠ સમાન વેગ રે પ્રવૃત્તિવાળી થાય છે. ll૧all ભાવાર્થ :
સદનુષ્ઠાનની પ્રવૃત્તિના પ્રારંભથી જે ક્રિયામાં મનની દઢતા વગર પ્રવૃત્તિ થાય છે તે ક્રિયામાં ખેદદોષ છે અને આ પ્રવૃત્તિ મારા કલ્યાણનું કારણ છે તેથી મારે આ પ્રવૃત્તિ સમ્યગુ રીતે કરીને આત્મામાં ધર્મ નિષ્પન્ન કરવો છે તેવા સંકલ્પપૂર્વક ક્રિયાનો પ્રારંભ થાય ત્યારે તે ક્રિયામાં મનની દૃઢતા હોવાથી ખેદદોષ નથી, પરંતુ તે ક્રિયા દ્વારા આત્મામાં ધર્મ નિષ્પન્ન કરવાનો પ્રણિધાન આશય છે. આમ છતાં તે ક્રિયાનો પ્રારંભ કર્યા પછી આ ક્રિયાથી આત્મામાં ધર્મ નિષ્પન્ન કરવો અતિકઠિન છે એ પ્રકારે “કષ્ટ સાધ્યતા જ્ઞાન જન્ય આળસ” પેદા થાય છે તે ક્રિયામાં ઉગદોષ છે. તેથી મનની દૃઢતાપૂર્વક પ્રારંભ કરાયેલી પણ તે ક્રિયા ઉગદોષને કારણે મનની દૃઢતા વગરની થાય છે અને તે વખતે તે ક્રિયાથી જે ધર્મ નિષ્પન્ન કરવો છે તેના પ્રત્યે અરુચિ થાય છે, જે યોગના શ્રેષરૂપ છે અને તેના કારણે તે ક્રિયા રાજવેઠની જેમ થાય છે અર્થાત્ રાજાની આજ્ઞા છે માટે કરવાનું છે એ પ્રકારના પ્રણિધાનથી જેમ સંસારનું કૃત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org