________________
૩૮
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૧૦/ગાથા-૮-૯ થાય છે. તેથી જે સાધુ ત્રણેય વિદ્ગોના યથાર્થ સ્વરૂપને જાણીને તેના નિવારણ માટે યત્ન કરે તો મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ થઈ શકે માટે જ્ઞાન વગરની ક્રિયાથી કર્મબંધ છે તેમ ગાથા-૧માં કહેલ છે.
અહીં શીત તાપાદિ બાહ્ય છે માટે જઘન્ય વિજ્ઞ છે, વ્યાધિ દેહમાં થનાર હોવાથી મધ્યમ વિપ્ન છે અને મિથ્યાદર્શનનો પરિણામ સાક્ષાત્ આત્મામાં થનાર હોવાથી ઉત્કૃષ્ટ વિઘ્ન છે. III અવતરણિકા :
પૂર્વગાથામાં યોગમાર્ગમાં પ્રયાણ કરતા સાધુને ત્રણ પ્રકારના વિધ્યો પ્રાપ્ત થાય છે તે બતાવ્યા. હવે તે ત્રણેય વિધ્યોનો કઈ રીતે જય થઈ શકે તે બતાવતાં કહે છે –
ગાથા :
આસનઅશનજયાદિકે રે, ગુરુયોગે જય તાસ રે;
વિઘનજર એ નવિ ટકે રે, વિગર જ્ઞાન અભ્યાસ રે. પ્રભુ! ૯ ગાથાર્થ :
આસનમુશનજયાદિકે રે, ગુરુયોગે જય તાસ રે=આસનજયાદિથી જઘન્ય વિઘ્નનો જય થાય છે અશનજયાદિથી મધ્યમ વિપ્નનો જય થાય છે અને ગુરુયોગથી ઉત્કૃષ્ટ વિઘ્નનો જય થાય છે એ વિઘનજોર-એ વિપ્નનું જોર, જ્ઞાનના અભ્યાસ વગર ટળે નહિ. II૯ll ભાવાર્થ -
ગાથા-૭માં ગ્રંથકારશ્રીએ કહેલ કે વિધ્વજય વગર સાધુને મોક્ષમાર્ગમાં અવિચ્છિન્ન પ્રયાણ ઘટે નહિ અને ગાથા-૮માં મોક્ષમાર્ગમાં આવતા “ત્રણ” પ્રકારના વિદ્ગ બતાવ્યા. હવે તે ત્રણ પ્રકારના વિપ્નના જયનો ઉપાય બતાવતાં કહે છે. શીત તાપાદિરૂપ જઘન્ય વિજ્ઞથી સાધુની યોગમાર્ગની પ્રવૃત્તિ સ્કૂલના પામતી હોય તો સાધુએ આસનજયાદિમાં યત્ન કરવો જોઈએ. અંતર વ્યાધિરૂપ મધ્યમ વિપ્નથી સાધુની યોગમાર્ગની પ્રવૃત્તિ સ્કૂલના પામતી હોય તો અશન જયાદિમાંકઆહારના ત્યાગ આદિમાં યત્ન કરવો જોઈએ. મિથ્યાદર્શનરૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org