________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૦/ગાથા-૫-૬
પ્રથમ ભૂમિકાથી બહાર આવે છે. આથી ગાથામાં કહ્યું કે પ્રણિધાન આશય પ્રત્યેના સ્નેહ વગર હીન પ્રત્યે દ્વેષ ધરતા તેઓ હેઠા આવે છે. આથી પ્રણિધાન આશય પ્રત્યે સ્નેહવાળા જીવો પ્રણિધાન આશયના અંગભૂત હીન પ્રત્યે દ્વેષના અભાવમાં યત્ન કરે છે. IIપા
અવતરણિકા :
પૂર્વગાથામાં પ્રણિધાન વગરની ક્રિયા કર્મબંધનું કારણ છે તેમ બતાવ્યું. હવે કોઈ આરાધક જીવો પ્રણિધાનપૂર્વકની ક્રિયા કરીને આત્મહિત સાધતા હોય, આમ છતાં અસ્થિર ભાવને કારણે પ્રવૃત્તિ આશય વગર ક્રિયાઓ કરીને ક્રિયાના વિશેષ ફળને પ્રાપ્ત કરી શકતા નથી, તે બતાવવા અર્થે કહે
છે
—
33
ગાથા :
એક કાજમાં નવિ ધરે રે, વિણ પ્રવૃત્તિ થિર ભાવ રે; જીહાં તિહાં મોઢું ઘાલતાં રે, ધારે ઢોરસ્વભાવ રે. પ્રભુ ! ૬ ગાથાર્થ ઃ
સ્થિર ભાવની પ્રવૃત્તિ વગર એક કાજમાં=સેવાતી એક ધર્મ ક્રિયામાં, નવિ ઘરે=ચિત્તને ધારણ કરતા નથી, પરંતુ જ્યાં ત્યાં મોઢું ઘાલતા=પોતે જે ક્રિયા કરે છે તેનાથી અન્ય-અન્ય પ્રવૃત્તિનો વિચાર કરતા, ઢેર સ્વભાવને ધારણ કરે છે. II9
ભાવાર્થ :
કેટલાક આરાધક જીવો આત્મકલ્યાણના આશયથી સર્વજ્ઞના વચનના પરમાર્થને જાણવાનો યત્ન કરે છે અને કઈ ક્રિયાઓ કયા પ્રકારના પ્રણિધાન પૂર્વક કરવાથી આત્મકલ્યાણનું કારણ બને છે તેનો સમ્યગ્ બોધ કરીને તે પ્રકારના પ્રણિધાનપૂર્વક તે ક્રિયાઓ કરે છે. આમ છતાં અનાદિના પ્રમાદી સ્વભાવને કારણે ધર્માનુષ્ઠાનની પ્રવૃત્તિમાં ચિત્તને સ્થિર કરવાનો ધૃતિનો પરિણામ નહિ હોવાથી ક્રિયાકાળમાં તે એક ક્રિયામાં જ મનને ધારીને પ્રયત્ન કરતા નથી પરંતુ તે ક્રિયા કરતી વખતે અન્ય અન્ય વિચારો કરીને જ્યાં-ત્યાં મોઢું નાખે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org