________________
૩૨
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૦/ગાથા-૫
હોય તેનાથી હીન પ્રકારની ધર્મ ક્રિયા કરનાર પ્રત્યે કરુણા કરતા નથી, તેમાં=હીન ક્રિયા કરનારાઓમાં, દ્વેષને ધારણ કરતા તેહ=તેઓ, હેઠા આવે=પોતે જે ક્રિયા કરે છે તેનાથી કંઈક શુભભાવો કરીને ગુણો પ્રાપ્ત કર્યા છે તે સ્થાનથી હેઠા આવે છે. IIII
ભાવાર્થ :
કેટલાક જીવો ધર્મની ક્રિયાઓ કરે છે પરંતુ આ ક્રિયાઓ જિનવચનાનુસાર કરીને હું મારા આત્માને સંસારના ભાવોથી પર એવા વીતરાગગામી ભાવોવાળો કરું તે પ્રકારનું પ્રણિધાન કરતા નથી અને પોતે કંઈક સારી ક્રિયાઓ કરતા હોય તો બીજાની હીન ક્રિયાઓ જોઈ તેઓ પ્રત્યે તેઓને કરુણા થતી નથી અર્થાત્ વિચાર આવતો નથી કે હું શું કરું જેથી આ જીવોને સુંદર ક્રિયાઓ કરવાને અભિમુખ ભાવ થાય ? પરંતુ પોતાની અસહિષ્ણુ પ્રકૃતિને કારણે તેઓની હીન પ્રવૃત્તિ પ્રત્યે દ્વેષ ધરતા પોતે જે પ્રવૃત્તિ કરે છે તેનાથી હેઠા આવે છે; કેમ કે ચિત્ત દ્વેષના માલિન્યવાળું હોવાથી તે ક્રિયાથી ઉત્તમ ભાવ પેદા થઈ શકે તેવી શક્તિનો નાશ થાય છે. તેથી જેઓ પ્રણિધાન વગર ક્રિયાઓ કરનારા છે, હીન પ્રત્યે કરુણા કરતા નથી તેઓની ક્રિયા નિષ્ફળ છે અને પૂર્વે સારી ક્રિયા કરીને જે કંઈક ધર્મની ભૂમિકા આત્મામાં પ્રગટ કરેલ તેનો હીન ક્રિયા કરનારાઓ પ્રત્યે દ્વેષ કરીને વિનાશ કરે છે. જેમ કુંતલા રાણીએ ભગવાનની ભક્તિ કરીને જે કંઈ ધર્મ નિષ્પન્ન કર્યો તે શોક્ય રાણીઓની ભગવદ્ ભક્તિ જોઈ દ્વેષ થવાથી જિનપ્રતિમાને ઉકરડામાં નાખીને પોતાના ધર્મનો વિનાશ કર્યો.
વિશેષ એ છે કે યોગની પહેલી દૃષ્ટિમાં અદ્વેષ ગુણ પ્રાપ્ત થાય છે અને ખેદ દોષનો પરિહાર થાય છે. તેથી કોઈ યોગ્ય જીવ ખેદદોષનાં પરિહારથી ક્રિયામાં પ્રણિધાન આશયને પ્રાપ્ત કરે તો તેનાથી તે જીવને યોગની પ્રથમ ભૂમિકાની પ્રાપ્તિ થાય છે. અને તેવો જીવ કોઈ નિમિત્તને પામીને હીનગુણવાળા જીવો પ્રત્યે કરૂણા કરવાને બદલે દ્વેષ કરે તો તે જીવ યોગની પ્રથમ દૃષ્ટિમાંથી બહાર નીકળી જાય છે. વળી, ક્યારેક કોઈ ક્રિયાથી શ્રાંત થયેલા હોય અને ખેદદોષથી ક્રિયા કરે છે ત્યારે ક્રિયામાં પ્રણિધાન આશય રહેતો નથી તેથી પણ યોગની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org