________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢાળ-૧૦|ગાથા-૧-૨, ૩ ૨૯ તો તે ક્રિયાથી અપેક્ષિત ફળ પ્રાપ્ત થતું નથી. તેમ પરલોકના વિષયમાં જે ક્રિયાઓ છે તે સર્વ ક્રિયાઓ કઈ રીતે કરવાથી પરલોકમાં હિત થાય છે તે સર્વશે બતાવેલ છે. હવે જો તે ક્રિયાઓ સર્વજ્ઞના વચનથી નિયંત્રિત બને તે રીતે કરવામાં ન આવે તો તે ક્રિયાથી ફળની પ્રાપ્તિ તો થાય નહિ પણ તે ક્રિયાઓ યથા-તથા કરવામાં આવે તો જેમ સંસારની અન્ય ક્રિયા કર્મબંધનું કારણ બને તેમ તે ક્રિયાઓમાં થતા દોષો કર્મબંધનું કારણ બને છે અને જ્ઞાનપૂર્વકની ક્રિયા શમસુખરૂપ સંતોષને પ્રાપ્ત કરાવે છે પરંતુ જ્ઞાન વગરની ક્રિયાથી શમસુખરૂપ સંતોષ પ્રગટ થતો નથી.
ગ્રંથકારશ્રી ભગવાનને સંબોધીને કહે છે, હે ભગવંત ! તમારી વાણી મીઠી છે; કેમ કે તમારી વાણી અનુસાર પ્રવૃત્તિ કરવાથી મોહનો નાશ થાય છે અને મારા મનને તમારી વાણી સહેજે સુહાય છે અર્થાત્ ગમે છે. વળી, અમૃત જેવી તમારી વાણી મનમાં ધારણ કરવામાં આવે અર્થાત્ અમૃત જેવી તમારી વાણીથી આત્માને વાસિત કરવામાં આવે, તો સર્વ પાપનો તાપ દૂર થાય છે=સર્વ પાપના બીજભૂત એવો અનાદિથી આત્મામાં વર્તતો મોહનો અંતતાપ દૂર થાય છે. II૧-૨ા. અવતરણિકા :
પૂર્વમાં કહ્યું કે જ્ઞાન વગરની ધર્મ ક્રિયામાં થતા દોષોથી કર્મબંધ પ્રાપ્ત થાય છે. તેથી હવે જ્ઞાન વગરની ક્રિયા કરનારા જીવો કેવા છે તે સ્પષ્ટ કરે છે –
ગાથા :
લોકપતિ કિરિયા કરે રે, મનમેલે અજ્ઞાણ રે;
ભવ-ઈચ્છાના જોરથી રે, વિણ શિવસુખ વિજ્ઞાણ રે. પ્રભુ ! ૩ ગાથાર્થ :
મનના મેલાપણામાં, લોકપતિ લોકપંક્તિથી, ક્રિયા કરે છે તેઓ અજ્ઞાની છે. વળી, શિવસુખના વિજ્ઞાન વગર, ભવ ઈચ્છાના જોરથી તેઓ ક્રિયા કરે છે. Illi.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org