________________
વલય (વર્તુળ)ને જોઈને આપણે જાણી શકીએ છીએ કે એ વ્યક્તિમાં કેટલી જૈવ વિદ્યુત શક્તિ છે. પરંતુ આ તેજનું વલય અથવા આભામંડળ આ સ્થૂળ આંખોથી જોઈ શકાતું નથી. એને માટે તો સૂક્ષ્મ દૃષ્ટિની આવશ્યકતા છે. પાશ્ચાત્ય જગતમાં કિર્લિયન ફોટોગ્રાફી દ્વારા આને માપવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.’
“એમાં કોઈ શંકા નથી કે મનુષ્ય એક જીવતુંજાગતું વીજળી-ઘર છે. પરંતુ આ પ્રાણ-વિદ્યુત ભૌતિક વિદ્યુતની અપેક્ષા અસંખ્યગણી બળવાન અને પ્રભાવશાળી છે. પ્રાણ-વિદ્યુત પર નિયંત્રણ, એનું શુદ્ધિકરણ તથા એનો સંગ્રહ તથા કેન્દ્રિયકરણ કરવાથી માનવ અસાધારણ શક્તિઓનો સ્વામી બની શકે છે. હજુ સુધી તો વૈજ્ઞાનિકો ફક્ત સ્થૂળ અને ભૌતિક વીજળીના ચમત્કારને જ જાણી શક્યા છે અને આટલા જ્ઞાને પણ એમને આશ્ચર્યચકિત કરી દીધા છે. જે દિવસે માનવીના શરીરમાં રહેલી આ જૈવ-વિદ્યુત-શક્તિના અગાધ ભંડારની શોધ થશે તે દિવસે અજાણ્યા ક્ષેત્રના અસંખ્ય આશ્ચર્યચકિત રહસ્યોના ઉદ્ઘાટનનો પ્રારંભ થઈ જશે.’’૩૩
વિદ્યુત-ક્રિયાઓ જીવનની મહત્ત્વપૂર્ણ અથવા પ્રાણાધાર ક્રિયાઓ છે, જેના વિના જીવન અસંભવ છે.
ઇલેક્ટ્રિસિટી અથવા વીજળીનો પ્રવાહ સ્વયં-પોતે શી ચીજ છે ? શરીરમાં વહતો વીજળીનો પ્રવાહ અને વીજળીના વાયરમાં વહેતો પ્રવાહ-આ બન્ને સમાન છે કે ભિન્ન છે? એક જ જાતના છે કે અલગ-અલગ છે ? આકાશમાં થતી વીજળી અને તારની અંદર વહેતી વીજળીના પ્રવાહમાં કોઈ ફરક છે કે નહીં ? આકાશમાં થતો વીજળીનો ઝબકારો, તારમાં વહેતી વીજળી અને શરીરમાં સતત કામ કરી રહેલ વીજળી-આ ત્રણે સંપૂર્ણપણે એક જ છે કે એક વસ્તુનાં જુદાજુદા પર્યાયો છે અથવા જુદા-જુદા પરિણમનો છે આ બધા પ્રશ્નોને બધી રીતે ચકાસીને આપણે નિર્ણય કરી શકીએ કે જેમ આકાશમાં થતી વીજળીને ચિત્ત તેઉકાય જીવ ગણવામાં આવે છે, તેવી જ રીતે બધી વીજળીઓ ને સચિત્ત તેઉકાયની ગણતરીમાં ગણવી કે નહીં?
આ બધા પ્રશ્નો પર આપણે તટસ્થપણે, અનેકાંત દષ્ટિ લઈને વિચાર કરવાનો
છે.
Jain Educationa International
17
-
For Personal and Private Use Only
www.jainelibrary.org