________________
ડૉ. કોઠારી કેવી રીતે નકારશે? જો બધી વિદ્યુત એક જ હોય, સચિત્ત તેઉકાય જ હોય, તો આપણી બધી ક્રિયાઓમાં એનો પ્રયોગ થવાથી બધું વજ્ય થઈ જશે. એક અને અનેકની અપેક્ષાઓને ન સમજવું એ જૈન દર્શનને કેવી રીતે મંજૂર હોઈ શકે? સિદ્ધ આત્મા અને નિગોદના આત્મા આત્મ-સ્વરૂપની અપેક્ષાથી એક છે. સ્ત્રી અને પુરુષ જીવત્વની અપેક્ષાથી એક છે. જીવના શરીર રૂપ પુદ્ગલ અને અચિત્ત પગલ પુગલત્વની અપેક્ષાથી એક છે. એમ એક માની લેવાથી એની એકાન્ત એકતા માની લેવી એ તો સ્પષ્ટ અસંગત છે. આપણે વિચારવું જોઈએ કે એક હોવા છતાં પણ વિદ્યુતના વિભિન્ન પરિણમનોમાં કઈ સચિત્ત તેઉકાય એટલે બળવાની ક્રિયા છે અને કઈ નથી.
પ્રશ્ન ૧૧: શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી-ચારેય ફિરકાના તમામ જૈનો આકાશીય વીજળીને નિર્વિવાદપણે તેઉકાય જીવસ્વરૂપ જ માને છે. મહાશક્તિશાળી આકાશીય વીજળીને જ્યારે નીચે પડે ત્યારે તેના નિમિત્તે થતું સંભવિત નુકસાન અટકાવવા માટે મોટી ફેક્ટરી, તોતિંગ બિલ્ડિંગ, મહાકાય મંદિરો, વિરાટ હોસ્પિટલ વગેરેમાં ઉપરના ખુલ્લા ભાગમાં અર્થિંગ કરવા માટે ત્રિશૂળ વગેરે આકારમાં તાંબાના વાયર વગેરેની વિશિષ્ટ ગોઠવણ કરવામાં આવે છે. તથા તે વાયરને જમીનમાં નીચે ઊંડે સુધી પહોંચાડેલ હોય છે. નીચે પડતી વીજળીને પોતાના તરફ ખેંચીને આ વાહક તાર જમીનમાં નીચે પહોંચાડે છે. તેથી ફેક્ટરી વગેરેને નુકસાન થતું અટકી જાય છે. આ બાબતમાં તમામ ધર્માત્માઓ અને સાયન્ટિસ્ટો સંમત છે.
- આકાશીય વીજળી તારમાં પ્રવેશીને જમીનમાં જાય તે અવસ્થામાં તેને શું નિર્જીવ માનશે? શક્ય જ નથી. કારણ કે આકાશીય વીજળી પોતાના ઉપર પડવાથી માણસ જેમ દાઝી જાય છે, બળી જાય છે, કદાચિત્ મરી પણ જાય છે તેમ આકાશીય વીજળી તાંબાના તારમાંથી પસાર થઈ રહી હોય ત્યારે તે તારને પકડી રહેનાર માણસ પણ દાઝી જાય છે, બળી જાય છે, કદાચિત મરી પણ જાય છે. આથી માનવું જ પડે કે આકાશમાં ઉત્પન્ન થતી વીજળી જેમ સજીવ છે તેમ તે વીજળી તારમાં પસાર થતી અવસ્થામાં પણ સજીવ જ છે.
આ પ્રક્રિયા તદન ઇલેક્ટ્રિસિટી જેવી જ છે. ફરક ફક્ત એટલો જ છે કે આકાશીય વીજળી સૌપ્રથમ પ્રકાશ સ્વરૂપ હોય છે, પછી તારમાં પ્રવેશીને તે અદેશ્ય ઇલેક્ટ્રિસિટી સ્વરૂપ બને છે. જ્યારે ટરબાઈન વગેરેના માધ્યમથી ઉત્પન્ન થતી વીજળી સૌપ્રથમ અદશ્ય ઈલેક્ટ્રિસિટી સ્વરૂપે ઉત્પન્ન થઈને તારમાં પ્રવેશે
169
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org