________________
અહીં એ પણ વિચાર કરવો યોગ્ય થશે કે ‘સચિત્ત અગ્નિ’ના તાપની માફક જ ‘પ્રકાશ-ઊર્જા' અથવા બીજા ઊર્જા-સ્રોતોથી પણ ઉપરોક્ત કામ શું થઈ શકે છે ? જેમ સૂર્યના પ્રકાશથી તાપ પેદા થાય છે. એનાથી ખાવાનું શેકી અથવા બનાવી શકાય છે (સૌર ઉષ્મક), મશીનો ચાલે છે વગેરે. સૂર્યના પ્રકાશથી સીધી વિદ્યુત-ઊર્જા બનાવી શકાય છે - (સૌર સેલ) જેનાથી ઇલેક્ટ્રોનિક સેલ ઘડિયાળ અથવા કેલક્યુલેટર ચાલે છે. તો શું આ ‘સૂર્યનો પ્રકાશ' સચિત્ત છે? ઉપરના વિશ્લેષણના આધાર પર એનો જવાબ હશે ‘ના’. એ જ પ્રમાણે વીજળીના પ્રવાહથી ગરમી પેદા થઈ શકે છે, એટલે પદાર્થનો તાપક્રમ વધી શકે છે, તો પણ સૂર્યના પ્રકાશ-ઊર્જા માફક આ પણ અચિત્ત ઊર્જા હોઈ શકે છે.
ફક્ત આ કારણથી જ ‘સચિત્ત અગ્નિ'માં ‘ગરમ’ કરવાની ક્ષમતા અથવા પ્રકાશ પેદા કરવાની ક્ષમતા છે, બીજા પ્રકારની ઊર્જા, જે બીજાને ગ૨મ કરી શકે છે, ‘સચિત્ત અગ્નિ'ની શ્રેણી (category)માં હોવી જરૂરી નથી. જેમ સૂર્યના પ્રકાશથી પૃથ્વી, પાણી અને હવા ગરમ થઈ જાય છે, વરસાદ પડી શકે છે, વીજળી પેદા થઈ શકે છે. એ (સૂર્ય) વિકિરણમાં જો કિરણો અહીં પહોંચે છે, એ પૃથ્વી, વાયુ અને પાણીને ગરમ કરે છે, પણ આ વિકિરણ એટલે સૂર્યનો પ્રકાશ અને અવરક્ત કિરણો સ્વયં સચિત્ત અગ્નિકાય નથી.’’ એ જ પ્રમાણે અગ્નિનો ‘મહાપુંજ' છે, અને સાધારણ અગ્નિથી પણ મહાન કાર્ય કરી શકે એવી ઊર્જા હોવાં છતાં પણ (તાપ-વીજળી ઘરોમાં તાપ-ઊર્જાનું ૬૦-૭૦ પ્રતિશત જ વીજળીની ઊર્જામાં પરિવર્તન થઈ શકે છે - એટલે વીજળી-ઊર્જા પેદા કરવા માટે કેટલી વધારે ઊર્જાનો વ્યય થાય છે.) આ ઊર્જાઓ કોઈ પદાર્થને ફક્ત ત્યારે સચિત્ત બનાવે છે, જ્યારે થોડી આવશ્યક શરતો પૂરી થાય છે. નહીં તો ઉપરોક્ત સંદર્ભમાં પોતે અચિત્ત ઊર્જા છે એમ સિદ્ધ થાય છે.
28. Satish K. Gupta, op. cit., pp. 215, 216
“Dry Cell
It is portable form of a Leclanche cell.
Construction. In a dry cell, a moist paste of ammonium chloride
Jain Educationa International
252
For Personal and Private Use Only
www.jainelibrary.org