Book Title: Shu Vidyut Sachit Teukay Che
Author(s): Mahendramuni
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 301
________________ ઇંધણયુક્ત અગ્નિરૂપ હોવાને કારણે પાણી દ્વારા એનો નાશ થઈ શકે છે. આ વાત સમજી શકાય છે. પણ દીવાનો દૂર સુધી ફેલાતો પ્રકાશ, રોશની (અજવાળું) તો ઇંધણરહીત અગ્નિકાય જીવ સ્વરૂપ હોવાથી આકાશીય વીજળીની માફક એનો નાશ પાણી દ્વારા થઈ શકે નહીં. આ વાત યુક્તિસંગત પણ લાગે છે. વર્તમાન સમયમાં પણ કોઈ પ્રકારના રસાયણમાં જ્યારે આગ લાગે છે ત્યારે તેના પર પાણી નાંખવાથી એ આગ વધારે વિકરાળરૂપ ધારણ કરે છે. એને બુઝાવવા માટે વિશેષ પ્રકારના વાયુનો | રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. પેટ્રોલપંપ અથવા કેમિકલની ફેક્ટરી ઇત્યાદિમાં પેટ્રોલ, આલ્કોહોલ, મિથેનોલ, ઇથેનોલ, સ્પિરિટ ઇત્યાદિમાં ભયંકર આગ લાગે છે ત્યારે જો એના પર પાણીનો છંટકાવ કરાય તો એ આગ પાણી દ્વારા જ વધારે વિકરાળ અને અને ભયાનક રૂપ ધારણ કરે છે. આ વાત તો ફાયર બ્રિગેડમાં કામ કરતા માણસો દ્વારા પણ જાણી શકાય છે એટલે પાણી બધા પ્રકારના બાદર તેઉકાયનો નાશ કરી શકે છે એ નિયમ સિદ્ધ થઈ શકતો નથી. વિજ્ઞાન અનુસાર પ્રકાશ તો ફોટોન (તેજાણુ) સ્વરૂપ છે. ફોટોનનો નાશ પાણીથી નથી થઈ શકતો. એટલે દીવાનો પ્રકાશ કદાચ બહાર ફેલાતો હોય છતાં પણ અનરાધાર વરસાદ દ્વારા એનો નાશ થઈ શકતો નથી એમ સિદ્ધસેનગણીવરશ્રીની વાત વિજ્ઞાન અનુસાર પણ સંગત છે. અનેક ઇલેક્ટ્રોન – પ્રોટ્રોન - ન્યુટ્રોન દ્વારા નિર્માણ થયેલા અણુને તોડવા માટે આજે વૈજ્ઞાનિક શક્તિશાળી બની શકે છે, પણ ઇલેક્ટ્રોનનો અણુનો ઘટક છે. અણુની તુલનામાં એ બહુજ નાનો છે. ઇલેક્ટ્રોન (વીજાણુથી પણ ફોટોન (તેજાણુ) તો અત્યંત સૂક્ષ્મ દ્રવ્ય કણ છે. એટલે પાણી દ્વારા એનો નાશ થતો નથી. ૨. પ્રકાશ અગ્નિકાય નથી પ્રકાશ સજીવ છે – એ પ્રમાણે અસહમતિ રાખનારા મુનિ નંદિઘોષવિજયજીએ તેમના વિચાર એમના પુસ્તક “જૈનદર્શન : વૈજ્ઞાનિક દૃષ્ટિથી'માં ત્રીજા અધ્યયનમાં વ્યક્ત કરી છે. અહીં અમે આ પ્રકરણને અવિકલ રૂપથી પ્રસ્તુત કરીએ છીએ – ભગવાન મહાવીરને થયાને આજે લગભગ ૨૫૦૦ વર્ષ વીતી ગયા છે છતાં પણ એમનું શાસન આજે પણ અવિચ્છિન રૂપથી અજેય છે. તેમણે કેવળજ્ઞાનથી ભૌતિક જગતનું જે સ્વરૂપ પ્રત્યક્ષ આપ્યું છે, એને પોતાના ધર્મોપદેશોમાં સારી રીતે સમજાવ્યા અને આજે પણ એમના બતાવેલા સિદ્ધાંત 288 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312