Book Title: Shu Vidyut Sachit Teukay Che
Author(s): Mahendramuni
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 304
________________ કરનારા પદાર્થથી સંલગ્ન જ્વાળા, જેને અર્ચિસ કહેવાય છે અને (૫) રાખ (રક્ષા)માં ઢંકાયેલા અગ્નિના કણ જેને મુર્ખર કહેવાય છે. આ પ્રકારોમાં ક્યાંય પ્રકાશને સજીવ નથી બતાવ્યા, પણ પ્રકાશ અને એના ઉષ્ણ સ્પર્શને, અગ્નિના સજીવ થવાના લક્ષણ એટલે અગ્નિના સજીવત્વનું સૂચક બતાવ્યું છે. આ સંદર્ભમાં આચારાંગ-નિર્યુક્તિકાર “આગિયાનું દૃષ્ટાંત આપે છે અને બતાવે છે કે જેમ આગિયા જ્યાં સુધી જીવિત હોય છે, ત્યાં સુધી જ પ્રકાશ આપે છે, પણ જ્યારે એનું મૃત્યુ થઈ જાય છે પછી પ્રકાશ આપતા નથી એટલે એનું પ્રકાશિત હોવું, એના ચૈતન્યનું સૂચક છે, એ જ પ્રમાણે તેનોકાય (તેઉકાય) જ્યારે સજીવ હોય છે, ત્યારે પ્રકાશિત હોય છે. એ જ પ્રમાણે સજીવ પ્રાણી અથવા મનુષ્યના શરીર પણ ગરમ હોય છે, પણ મૃત્યુ પછી એ ઠંડું પડી જાય છે, એવી રીતે અગ્નિ સજીવ હોવાથી ઉષ્ણ સ્પર્શથી યુક્ત છે એટલે ઉષ્ણ સ્પર્શ એના સજીવત્વનું પ્રમાણ અથવા ઘોતક છે, એટલે અગ્નિની રોશની અર્થાત્ પ્રકાશને સજીવ માનવું બરાબર નથી. દશવૈકાલિક'માં દશપૂર્વધર શ્રી શય્યભવસૂરીજી બતાવે છે કે કોઈપણ સાધુ અથવા સાધ્વી એ અગ્નિ, કોલસા, મુર્ખર, અચિ, જ્વાળા, શુદ્ધ અગ્નિ, વીજળી, ઉલ્કા વગેરેને બાળવા જોઈએ નહીં. એવા અગ્નિમાં ઘી, ઇંધણ આદિને નાંખવા ન જોઈએ, આવા અગ્નિનો સ્પર્શ ન કરવો જોઈએ, જુદા જુદા પ્રકાશના અગ્નિનું મિશ્રણ નહીં કરવું, એવા અગ્નિનો સ્પર્શ નહીં કરવો, એને પંખો નાંખીને પ્રજ્વલિત નહીં કરવો એટલે વૃદ્ધિ નહીં કરવી અને કોઈપણ પ્રકારના અગ્નિને બુઝાવવો પણ નહીં, ઉપરની બધી ક્રિયાઓ બીજા પાસે પણ નહીં કરાવવી અને જો કોઈ આવી ક્રિયા કરતા હોય, તેને સારું નહીં માનવું, એટલે આ બધી ક્રિયા કરનારાઓ અગ્નિની વિરાધના અથવા હિંસાનું પાપ લાગે છે. અહીં કોઈપણ જગ્યાએ એવો નિર્દેશ નથી કે તેઉકાય દ્વારા નીકળતો પ્રકાશ મનુષ્ય (સાધુ-સાધ્વી)ના શરીર પર પડવાથી તેઉકાયની વિરાધના થાય છે. એનાથી અતિરિક્ત અહીં એવા નિર્દેશ થાય છે કે અગ્નિ અથવા દીપક (લેમ્પ) બળતો હોય તો સાધુ અથવા સાધ્વી એને ઓલવી દેવાનો આદેશ અથવા પ્રેરણાનો ઉપદેશ પણ નહીં આપી શકે, દીપક બળતો હોય તો સાધુ-સાધ્વીનું નિમિત્ત બનીને એને બુઝાવવું યોગ્ય નથી. જો દીપક દ્વારા નીકળતા પ્રકાશમાં આત્મા હોય અને એ પ્રકાશ પડવાથી મનુષ્યનું મૃત્યુ થાય, તો અહિંસાનું સંપૂર્ણ પાલન કરવા માટે અગ્નિને બુઝાવવાની પ્રેરણા આપવી અથવા એવા સ્થાનોથી દૂર રહેવાનું સ્પષ્ટ 291 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312