Book Title: Shu Vidyut Sachit Teukay Che
Author(s): Mahendramuni
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 306
________________ કરવું પડે છે. અહીં ઇત્યાદિ શબ્દથી પૃથ્વીકાય આદિ બીજા સચિત્ત દ્રવ્ય લીધા છે એટલે સામાયિક, પ્રતિક્રમણ આદિમાં સચિત દ્રવ્યોનો સ્પર્શ નહીં કરવો જોઈએ, અગ્નિ, દીપક આદિ સચિત્ત હોવાથી, એનો સ્પર્શ નહીં ક૨વો જોઈએ ‘સંદેહ દોલાવલિ'ની આ ગાથાઓમાં ‘વિદ્યુત્' શબ્દ છે એટલે એનો અર્થ આકાશમાં થનારી વીજળી લેવો, જે સજીવ છે, પણ સામયિક-પ્રતિક્રમણની ક્રિયાયુક્ત મનુષ્ય એનો સ્પર્શ નથી કરી શકતા, એટલે ટીકાકાર વાચનાચાર્ય અને અન્ય ‘વિદ્યુત્’ શબ્દથી વીજળીનો પ્રકાશ ગ્રહણ કરે છે. એટલે તે સમયથી કોઈપણ પ્રકારની અગ્નિનો પ્રકાશ સચિત્ત છે, એવી માન્યતા પ્રચલિત થઈ હશે એવું અનુમાન છે. બીજી બાજુ ‘સંદેહ દોલાવલિ'ના વૃત્તિકાર ચંદ્રના પ્રકાશમાં દીપક ઇત્યાદિના પ્રકાશનો સ્પર્શ થાય છે કે નહીં? એ પ્રશ્નનો ઉત્તર આપતી વખતે આ પ્રકારની ચર્ચા કરે છે. તેઓ કહે છે કે ચંદ્ર, સૂર્ય ઇત્યાદિનો વિમાનની પ્રભાથી અથવા પ્રકાશથી સ્પર્શ તો થાય છે, પણ તે અપરિહાર્ય છે. તરત તેઓ બીજો ઉત્તર એ આપે છે કે સૂર્ય, ચંદ્રના પ્રકાશનો માત્ર સ્પર્શ થાય છે, પણ એ નિર્જીવ હોવાથી વિરાધના (જીવ-હિંસા) સંભવ નથી. ફરી આગળ ચર્ચા કરતાં તેઓ સ્વયં પંચમાંગ શ્રી ભગવતીસૂત્ર અથવા વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ સૂત્રનું ઉદાહરણ આપતા સૂર્ય-ચંદ્રના પ્રકાશની સચિત્તતા માટે શંકા ઉપસ્થિત કરે છે અને સ્વયં નવાંગી વૃત્તિકા૨ શ્રી અભયદેવસૂરીજીના વચનોના આધાર લઈને કહે છે કે સૂર્ય, ચંદ્ર ઇત્યાદિના પ્રકાશનો સકર્મલેશ્યત્વ (સજીવત્ય) ફક્ત ઉપચારથી જ છે, વસ્તુતઃ તે સજીવ નથી. સૂર્ય, ચંદ્ર ઇત્યાદિના વિમાનોના પુદ્ગલ સ્કન્ધ પૃથ્વીકાય હોવાથી સચિત્ત છે, પણ એનો પ્રકાશ અચિત્ત છે. કોઈ એક જીવોને (ચંદ્રમાં) ઉદ્યોત નામકર્મનો ઉદય છે, એટલે એમના શરીર દૂર હોવા છતાં ગ૨મ નથી, એવો શીતલ પ્રકાશ આપે છે, જ્યારે કોઈ એક જીવોને (સૂર્યમાં) આતપ નામકર્મનો ઉદય હોવાથી તેમના અનુષ્ય શરી૨, દૂર રહેવા છતાં પણ ઉષ્ણ પ્રકાશ આપે છે, એટલે એમના પ્રકાશના સ્પર્શથી વિરાધના થતી નથી. અહીં ફરી શંકા ઉપસ્થિત કરી શકાય છે કે જો એમ જ હોય તો વીજળી, દીપક આદિના પ્રકાશના સંબંધથી પણ વિરાધના થતી નથી એમ કહેવું જોઈએ, કારણકે વીજળી, દીપક આદિનો અગ્નિકાય રૂપ સ્થૂળ શરીર તો દૂર જ હોય છે. પ્રત્યુત્તર આપતા ‘સંદેહ દોલાવલિ’ના ટીકાકાર કહે છે કે અગ્નિકાયમાં ઉદ્યોત Jain Educationa International 293 For Personal and Private Use Only. www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312