Book Title: Shu Vidyut Sachit Teukay Che
Author(s): Mahendramuni
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 299
________________ બીજા આગમ બહુજ ગહન, ગૂઢ અને રહસ્યમય છે. એ માટે ઉત્તરકાલીન તીવ્ર મેઘાવી પરાર્થવ્યસની પૂર્વાચાર્યોને ભવિષ્યકાળના જીવોના કલ્યાણ માટે ગહન આગમોના પદાર્થો અને પરમાર્થોની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, વ્યાખ્યા, ટિપ્પણ, પંજિક વગેરેના માધ્યમથી સમજાવવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો છે. પંચાંગી આગમ અને આગમ પર આધારિત સાહિત્યના અવલંબનથી તારક તીર્થકર ભગવંતો અને ગણધર ભગવંતોના આશય સુધી પહોંચવામાં નિશ્ચિત્તતા, નિર્ભયતા અને સુગમતા રહે છે. એટલે એ પણ મૂળ આગમ તુલ્ય પ્રમાણ છે. તેઉકાયના વિષયમાં તત્ત્વાર્થસૂત્રવૃત્તિમાં સમર્થવાદી શ્રી સિદ્ધસેનગણીએ એવી કોઈ સુંદર વાત પૂર્વપક્ષ ઉત્તરપક્ષ રૂપમાં પ્રસ્તુત કરી છે. શિષ્ય એવા તર્ક કરે છે કે “અનરાધાર વરસાદ પડતો હોય, રાતનો સમય હોય, ઘરના ઝરોખામાં દીવા રાખ્યા હોય, એવી અવસ્થામાં એ દીવો ઘરની બહાર પ્રકાશ ફેલાવતો હોય, જો રોશની (અજવાળું) સ્વરૂપ પ્રકાશ અને તેઉકાય જીવ એક જ હોય તો અગ્નિકાય અને પાણીનો વિરોધ હોવાથી બહાર વરસતા અનરાધાર વરસાદથી તેઉકાયના જીવ મરી જાય છે. જો એમ હોય તો બહાર પ્રકાશ (Photon) દેખાવો નહિ જોઈએ.” કારણ કે આચારાંગસૂત્રના પ્રથમ અધ્યયનની નિયુક્તિમાં શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજે કહ્યું છે – 'पुढवी आउक्काए उल्ला य वणस्सई तसा पाणा। વીર તેડાવં તુ સમાજ સત્ય ' (ાથા. ૨૨૩) આ પ્રમાણે જે બતાવ્યું છે, એ અનુસાર તો અનારાધાર વરસાદમાં જળકાયના જીવ અગ્નિકાયના જીવોના પરકાય શસ્ત્ર બનવાથી અગ્નિકાયના જીવ મરી ગયા હોવા જોઈએ. અગ્નિકાય જીવ જ જો ત્યાં ન હોય તો પ્રકાશ ક્યાંથી મળશે? આમ માનીએ તો અનરાધાર વરસાદ પડતો હોય એ વખતે ખુલ્લા ઝરોખાની બહારના ભાગમાં રાખેલા દીવાનો પ્રકાશ બહાર નહીં પડવો જોઈએ. સામેના મકાન અથવા માર્ગ ઉપર એનો થોડો પણ પ્રકાશ પડવો જોઈએ નહીં! આ દલીલ બહુ જ તર્કપૂર્ણ છે. પણ સમર્થ યુગપુરુષ તાર્કિક-શિરોમણી શ્રી સિદ્ધસેનગણીજીએ આ દલીલનો બહુજ સચોટ, યુક્તિસંગત અને આગમાનુસાર જવાબ આપ્યો છે. તેઓ કહે છે કે, ઝરોખાની બહારના ભાગમાં રાખેલા દીપકના પુદગલ ભારે વરસાદમાં બહાર નીકળે છે ત્યારે વરસાદના સંપર્કમાં આવે છે કારણકે પોતાની તથાવિધ ચમક, ઉગ્રતા, આંખોને ચકાચૌંધ કરવાનું સામર્થ્ય ઇત્યાદિ જરૂર ગુમાવી દે છે. પણ સ્વયં પોતાનો મૂળભૂત અગ્નિકાય સ્વભાવ 286 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312