Book Title: Shu Vidyut Sachit Teukay Che
Author(s): Mahendramuni
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 298
________________ વરસાદ થાય છે એવી રીતે દીવા, બલ્બ, સ્ટ્રીટલાઇટ વગેરેમાંથી અગ્નિનો વરસાદ ચારે બાજુ થાય છે અને તે સજીવ છે નિર્જીવ નહિ, મહત્ત્વની વાત તો એ છે કે જીવવિચાર પ્રકરણમાં અગ્નિકાયના અનેક ભેદ બતાવીને “નાયબ્બા નિવૃદ્ધિ' એમ કહીને કુશાગ્ર બુદ્ધિથી અગ્નિકાયના જીવોને ઓળખવાની શ્રી શાંતિસૂરીજી મહારાજે સિફારસ કરી છે. પૃથ્વીકાય ઇત્યાદિને સમજવા માટે સૂક્ષ્મ બુદ્ધિની આવશ્યકતા નથી બતાવી. પણ અગ્નિકાયને જાણવાની નિપુણ બુદ્ધિની આવશ્યકતા બતાવી. વિચાર કરીએ તો ખ્યાલમાં આવે છે કે વીજળી તો અગ્નિકાય જીવસ્વરૂપ જ છે પરંતુ આપણા શરીર ઉપર એનો પ્રકાશ આવે છે તે પણ અગ્નિકાય જીવરૂપ જ છે – એ સ્વીકાર કરવામાં બહુ જ સૂક્ષ્મ બુદ્ધિની જરૂર પડે એમ જ છે. સાયન્સની પરિભાષા અનુસાર વિચાર કરીએ તો વાયરમાંથી પસાર થયેલી ઇલેક્ટ્રિસિટી કરોડો ઇલેક્ટ્રોનના ફોર્સફુલ પ્રવાહ સ્વરૂપ છે તથા બલ્બના ટંગ્ટન સ્વરૂપ, ફિલામેન્ટમાંથી નીકળેલો જે પ્રકાશ જોવા મળે છે તે ફોટોન સ્વરૂપ છે. ઇલેક્ટ્રોનથી પણ ફોટોન તો બહુ જ સૂક્ષ્મ હોય છે. વિજ્ઞાન અનુસાર આવા સૂક્ષ્મ ફોટોન, જે પ્રકાશસ્વરૂપ છે એ પણ જિનાગમ અનુસાર અગ્નિકાય જીવ છે – એ આપણે આવશ્યક-નિર્યુક્તિવૃત્તિ, લલિતવિસ્તરા, નિશીથચૂર્ણિ, ઓધનિયુક્તિ આદિના વચનો દ્વારા આપણે જાણી ગયા છીએ. એ જ પ્રમાણે સાયન્સ જેને ઇલેક્ટ્રોનથી પણ અતિ સૂક્ષ્મ ફોટોન સ્વરૂપ માને છે એ પ્રકાશને પણ જીવ સ્વરૂપ જાણવા માટે સૂક્ષ્મ બુદ્ધિની અત્યંત આવશ્યકતા હોય એ સ્વાભાવિક છે. ઉપર્યુક્ત આગમ આદિ પ્રમાણના આધાર પર વિદ્યુતની માફક પ્રકાશની સજીવતા સિદ્ધ થાય છે. એટલે જ શ્રી હરિભદ્રસૂરીજી મહારાજ જેવા સમર્થ વિદ્વાન આચાર્ય ભગવંત પણ પંચવસ્તુક નામના ગ્રન્થમાં બતાવે છે કે – 'जम्हा न धम्ममग्गे मोत्तूणं आगमं इह पमाणं । વિMડુ છ૩મસ્થામાં તડ્ડી ફ્લેવ નવું ' (થા. ૨૦૦૭) અર્થાત્ આપણા જેવા અસર્વજ્ઞ જીવો માટે તો ધર્મમાર્ગનો નિર્ણય કરવામાં જૈન આગમને છોડીને બીજું કોઈ પ્રમાણ નથી. એટલે આગમનો અભ્યાસ કરવામાં, આગમના રહસ્યને સમજપૂર્વક સ્વીકારવા માટે નિરંતર પ્રયત્નશીલ રહેવું જોઈએ. જો કે ગણધર ભગવંતો દ્વારા રચાયેલી દ્વાદશાંગી અને પૂર્વધરો દ્વારા રચિત 285 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312