Book Title: Shu Vidyut Sachit Teukay Che
Author(s): Mahendramuni
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 291
________________ લાઇટ ચાલુ કરે અને એનો પ્રકાશ (રોશની) જો કાયોત્સર્ગ કરનાર સાધક પર પડે તો કાયોત્સર્ગ કરનારા પોતાના શરીરને ઊનના કામળાથી ઢાંકે, કામળાને શરીર પર ઓઢવાથી કાયોત્સર્ગનો ભંગ નથી થતો. જો દીવાની રોશની (અજવાળું), લાઈટ (તેઉકાય)નો પ્રકાશ નિર્જીવ હોય તો ચાલુ કાયોત્સર્ગમાં કામળો ઓઢવાની જે વાત કહી છે એનાથી સિદ્ધ થાય છે કે શરીર પર આવનારો લાઈટનો પ્રકાશ-કૃત્રિમ તેઉકાયનો પ્રકાશ, મીણબત્તી, ફાનસ, દીવા વગેરેનો પ્રકાશ સચિત્ત, સજીવ છે. એટલે એની રક્ષા કરવાના ઉદ્દેશ્યથી ચાલુ કાયોત્સર્ગમાં ઊનનો કામળો ઓઢવાની શાસ્ત્રકાર પરામર્શકોએ ફરજ બતાવી છે. મોટા દોષથી બચવા માટે અનિવાર્યરૂપે નાના દોષનું સેવન ક્ષમ્ય બને છે. દેહધ્યાસને દફનાવવા માટે કરનારી કાયોત્સર્ગ જેવી મહાન સાધનામાં જીવહિંસા ન થઈ જાય એમાં સાવધાન રહેવાની વાત આપણા હૃદયમાં હોય એ દષ્ટિથી કરાયેલું વિધાન વીજળીના દીવાના પ્રકાશને = બલ્બ પ્રકાશને પણ સજીવ સિદ્ધ કરે છે. કારણ કે વીજળી પણ દીવાની માફક તેઉકાય જ છે. આ પ્રમાણે તેઉકાય (દીવાની જ્યોત) અને એનો પ્રકાશ – એ બંને તત્વાર્થવૃત્તિકારના મત અનુસાર એક જ છે. જૈન આગમ અનુસાર આકાશીય વીજળી, દીવાની જ્યોત, દીવાનો પ્રકાશ સજીવ છે. વિજ્ઞાન અનુસાર તેલના દીવાથી દૂર સુધી ફેલાતો પ્રકાશ અને ઇલેક્ટ્રિક બલ્બનો પ્રકાશ-એ બંને ફોટોન (તેજાણુ) સ્વરૂપ છે, એટલે બંને એક છે. એટલે ઉપરની વાતના સમીકરણના રૂપમાં સમજવા માટે, આમ કહી શકાય છે. (૧) તેલના દીવાની જ્યોત (= સચિત્ત) તેઉકાય. - જીવાભિગમસૂત્ર (પ્રતિ. ૧/૨૫) દીવાની દીવાની જ્યોત (flame) = દીપક પ્રકાશ (રોશની-અજવાળું) - તત્ત્વાર્થવૃત્તિ (૫/૨૪) તૈલીય દીપકનો પ્રકાશ = ઇલેક્ટ્રિક બલ્બ પ્રકાશ (°ફોટોન = તેજાણુ) - સાયન્સ. બલ્બ પ્રકાશ પણ સજીવ તેઉકાય રૂપ સિદ્ધ થાય છે. આકાશીય વીજળી = સજીવ તેઉકાય - પન્નવણા સૂત્ર (૧/૩૧) આકાશીય વીજળી = ઇલેક્ટ્રિસિટી - બેન્જામિન ફ્રેંકલિન ઇલેક્ટ્રિસિટી પણ સજીવ તેઉકાય રૂપ સિદ્ધ થાય છે. 278 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312