Book Title: Shu Vidyut Sachit Teukay Che
Author(s): Mahendramuni
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 295
________________ ઉપાશ્રયમાં (મકાનમાં) સાધુ-સાધ્વીજી ભગવંત રહે તો તેઓને પ્રાયશ્ચિત આવે છે, એમ બૃહત્કલ્પભાષ્યની ૩૪૩૩મી ગાથામાં સ્પષ્ટ રૂપમાં બતાવ્યું છે. એથી સિદ્ધ થાય છે કે તેઉકાયના જીવોની સંપૂર્ણ રક્ષા તો એ સ્થાનનો ત્યાગ કરવાથી થાય છે. પછી પણ બીજું સ્થાન નહીં મળે તો રોશનીવાળા સ્થાનમાં ગરમ કામળો ઓઢીને બેઠા બેઠા પ્રતિક્રમણ કરવાની વાત કહી છે. એથી સિદ્ધ થાય છે કે કામળાથી તેઉકાય જીવોની યથાશક્ય રક્ષા થાય છે. જો મકાનમાં લાઈટ ચાલુ હોય તો અને આપણા શરીર પર પ્રકાશ-લાઈટ પડે એવી અવસ્થામાં પ્રતિક્રમણ કરવું પડે તો તેઉકાયના જીવની રક્ષા થાય એ આશ્રયથી વાસકલ્પ (સ્થૂળ ગરમ કામળો) ઓઢીને સાધુ-ભગવંત બેઠા બેઠા પ્રતિક્રમણ કરે તથા પ્રતિક્રમણના સૂત્ર પણ અત્યંત ધીમા શબ્દોથી બોલે એમ નિશીથસૂત્ર પીઠિકાની ચૂર્ણિમાં બતાવ્યું છે. - આ રહ્યા એ શબ્દ - __“आलोयणा तं जयणाए करेंति, वासकप्पपाउया णिविट्ठा चेव ठिता भणंति, સંસદ' ઉત્ત” (નિ. માણ ગાથા રર૪ ) તથા પ્રતિક્રમણ પછી રાત્રિ-સ્વાધ્યાય પણ જ્યાં લાઈટ-રોશની (અજવાળું) નહીં આવતું હોય ત્યાં જઈને સાધુ ભગવંત કરે. જો ઉપાશ્રયમાં લાઇટ, દીવા, ફાનસ ઈત્યાદિ ચાલુ હોય, બહાર યોગ્ય સ્થાન નહિ હોય તો મકાનમાં - ઉપાશ્રયની અંદર પડદો ઢાંકીને પોતાના ઉપર લાઈટ ન આવે એ પ્રમાણે સાધુ ભગવંત સ્વાધ્યાયનો ઘોષ કરે, ઉપાશ્રયની બહાર સ્વાધ્યાય કરવા જેવું યોગ્ય સ્થાન ન હોય અને ઉપાશ્રયમાં રાત્રે લાઈટ ચાલુ હોય તથા પડદા નાંખવાની પણ સ્થિતિ ન હોય તો એવી સ્થિતિમાં સાધુ ભગવંત જોરથી બોલીને સ્વાધ્યાય કરવાને બદલે વાસંકલ્પ (ધૂળ ગરમ કામળો) પહેરીને, બેસીને મનમાં ચિંતન કરે - એવી વાત નિશીથસૂત્રની ચૂર્ણિમાં બતાવાઈ ગઈ છે. શબ્દ આ પ્રમાણે છે કે – - "सुत्तत्थपोरिसीओ सति ठाणे बाहिं करेंति । असति बहिट्ठागस्स अंतो चिलिमिलिं काऊणं झरंति । वा विकल्पे। चिलिमिलिमादीणं असति अणुपेहादी करेतीत्यर्थं" (निशीथभाष्य २२४ चूर्णि) રોશની (અજવાળું) વાળા ઉપાશ્રયમાં પ્રતિક્રમણ પછી સૂત્રપોરસીમાં ભંગ ન થાય માટે જો સાધુ-સાધ્વીજી ભગવંત બોલીને સ્વાધ્યાય કરે તો રોશની (અજવાળા)ની વિરાધના થાય છે. એમ નિશીથચૂર્ણિમાં સ્પષ્ટ બતાવ્યું છે. તેઓના શબ્દોનું અવલોકન કરો – 'अभंगे पुण जोती विराहिज्जति' (गाथा २०९) 282 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312