________________
ક્રિયા થતી હોય છે અને ન તો ત્યાં પ્રકાશ અથવા ચમકારા થાય છે. જો તે તેઉકાય હોય. તો પછી સ્વયં તાર પણ બળી જશે. આટલા ભારે voltage હોવા છતાં પણ તાર એટલા માટે નથી બળતો કે ત્યાં દહન-ક્રિયાનો અભાવ છે.
પાવર હાઉસમાં ઉત્પન્ન થનારી વીજળી જ્યાં સુધી તારમાં છે, ત્યાં સુધી એ પણ પૌલિક (નિર્જીવ) છે. તારથી બહાર જ્યારે ખુલ્લી હવામાં એ જ્વલનશીલ પદાર્થોના સંયોગમાં ઉચિત તાપમાન પર આવે છે, ત્યારે તે અગ્નિ પેદા કરી શકે છે. આ રીતે તારમાં રહેલી પ્રવાહી વીજળી અને ખુલ્લા આકાશમાં ચમકતી વીજળીનો ભેદભેદ બહુ જ સ્પષ્ટ થઈ જાય છે.
જે તારમાંથી વીજળી પસાર થતી હોય ત્યારે એ તારને પકડનાર વ્યક્તિ કઈ અવસ્થામાં છે, એના પર એ બળશે કે નહિ એનો આધાર છે. જો વ્યક્તિ insulator ઉપર ઊભો હશે તો તારવાળી વીજળીનો કરંટ એમાં પ્રવેશી શકશે નહીં. જો તે earthing કરશે તો તરત કરંટ તેમાં આવી જશે.
જૈન દર્શનના અનેકાંતને સમજનાર પર્યાય-ભેદ અને પરિણમન ભેદને નહિ સમજે અને ફક્ત દ્રવ્ય-અભેદના આધાર પર સાર્વત્રિક અને સમગ્ર અભેદ માની લે તો એ સુસંગત નથી. આ પ્રશ્ન ૧૨: મહાનદી ઉપર ડેમ બાંધીને ટરબાઈન દ્વારા જે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં આવે છે ત્યાં પ્રક્રિયા એવી હોય છે કે ધસમસતા પાણીનો પ્રવાહ ટરબાઇન ઉપર વેગથી પડે છે. તેથી અત્યંત ફોર્સથી ટરબાઈન ઘૂમે છે. તે સમયે ટરબાઈન સાથે જોડાયેલ ડાયનેમામાં ગોઠવેલા મેગ્નેટવાળા ચંદ્રકોની વચ્ચે Coil પણ ઝડપથી ગોળ-ગોળ ફરે છે. આ રીતે કન્ડક્ટિગ રૉડ Coil અને મેગ્નેટિક લાઈન્સની વચ્ચે એક જાતનું પ્રબળ ઘર્ષણ ઊભું થવાથી ત્યાં ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે. પાણી જેટલા વધુ વેગથી પડે તેમ ટરબાઈન વધુ ઝડપથી ફરે. જેમ જેમ ટરબાઈન વધુ વેગથી ઘૂમે તેમ તેમ મેગ્નેટિક ફિલ્ડમાં ગોઠવાયેલ કન્ડક્ટિગ રૉડ વધુ ઝડપથી ફરે. જેમ જેમ કન્ડક્ટિગ રોડ વધુ વેગથી ઘૂમે તેમ તેમ મેગ્નેટિક ફિલ્ડમાં ગોઠવાયેલ કન્ડક્ટિગ રોડ વધુ ઝડપથી ફરે. જેમ જેમ કડક્ટિગ રોડ વધુ વેગથી ઘૂમે તેમ તેમ મેગ્નેટિક લાઈન્સ ઓફ ફોસમાં પ્રબળ ઘર્ષણ ઊભું થવા દ્વારા ચુંબકીય પ્રેરણરેખાઓ (મેગ્નેટિક લાઈન્સ) ઝડપથી કપાય છે. જેમ જેમ મેગ્નેટિક ફિલ્ડમાં ગોઠવાયેલ મેગ્નેટિક લાઈન્સ ઓફ ફોર્સમાં ઝડપથી પ્રબળ ઘર્ષણ ઊભું થવાથી ચુંબકીય રેખાઓ ઝડપથી કપાય છે તેમ તેમ વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે.
111
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org