________________
“લોકપ્રકાશ ગ્રંથના પાંચમાં સર્ગમાં પૂજ્ય ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજે તથા પંચસંગ્રહની વ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીએ તો સ્પષ્ટપણે જણાવેલ છે કે “નોવચ દિયત્ મિપિ વિરે તત્ર સર્વત્ર મા તારવી: प्रसर्पन्ति । यत् पुनः अतिनिबिडनिचिताडवयवतया सुषिरहीनं कनकगिरिमध्यादि तत्र ' (પંચસં. વૃત્તિ-દ્વાર-ર ગાથા ૨૫)”
અર્થાત્ જ્યાં પોલાણ હોય ત્યાં બાદર પર્યાપ્ત વાયુકાય અવશ્ય હોય છે. મેરુપર્વના પોલાણ શૂન્ય અને અત્યંત નિબિડ એવા મધ્યભાગમાં વાયુકાય ન હોય. તે સિવાય સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં પોલાણ હોય ત્યાં ત્યાં અવશ્ય બાદર પર્યાપ્ત વાયુકાયનું અથવા વાયુદ્રવ્યનું અસ્તિત્વ શાસ્ત્રસિદ્ધ છે. જીવસમાસ વ્યાખ્યામાં શ્રી હેમચંદ્રસૂરીજી મહારાજે પણ આ જ વાત કરી છે. लोकस्य हि यावत् किमपि शुषिरं तावति सर्व स्मिन्नपि वायवः सन्यरन्त्येव । यत्पुनः अशुषिरं धनं कनकगिरिशिलामध्यभामादिकं तत्रैव ते न प्रसर्पन्ति ।।
(જીવસમાસ, ગા.૧૮૦ વૃત્તિ) પન્નવણાસૂત્ર વ્યાખ્યામાં પણ આચાર્ય શ્રીમલયગિરિસૂરિજી મહારાજે સ્પષ્ટ જણાવેલ છે કે “યત્ર સુપર તત્ર વાય.” (પદ-૨/સૂત્ર-૪ પૃષ્ઠ-૭૮) અર્થાત્ જ્યાં પોલાણ હોય ત્યાં વાયુ હોય. બલ્બ કાંઈ અંદરથી નક્કર-ઘન નથી. તેથી બલ્બની અંદર વાયુનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તેથી બાદર વાયુકાયવાળા અથવા અચિત્ત વાયુવાળા બલ્બ વગેરેમાં અગ્નિકાયને ઉત્પન્ન થવામાં કોઈ પણ બાધ આગમની દૃષ્ટિએ પણ આવતો નથી.
આ રીતે બલ્બમાં સંપૂર્ણ શૂન્યાવકાશ તો વિજ્ઞાન કે જૈનાગમ બેમાંથી એક ને પણ માન્ય નથી. તો પછી “બલ્બમાં શૂન્યાવકાશ હોવાથી વાયુ નથી અને વાયુ ન હોવાથી અગ્નિ ઉત્પન્ન થઈ ન શકે.” આવું કેવી રીતે કહી શકાય? સ્વીચ ઓન કર્યા બાદ બલ્બમાં ઇલેક્ટ્રિસિટીનો પ્રવેશ અને પ્રકાશની ઉત્પત્તિ - આ બન્ને બાબતનો તો સાયન્સ પણ સ્વીકાર કરે જ છે અને તે અનુભવસિદ્ધ પણ છે. તો પછી તુલ્ય યુક્તિથી બલ્બમાં જરૂરી વાયુનો પ્રવેશ માનવામાં વાંધો શું હોઈ શકે? તથા તે વિદ્યુતપ્રકાશને સચિત્ત માનવામાં આગમવિરોધ પણ કઈ રીતે આવી શકે ? કેમ કે તેના લક્ષણો ત્યાં જોવા મળે જ છે. અત્યંત તપેલા લોખંડના ગોળાના મધ્યભાગમાં વાયુનું અસ્તિત્વ શાસ્ત્રમાન્ય છે જ ને !
ઉત્તર: બલ્બના વિષયમાં અમે વિસ્તારથી પૂર્વ ભાગના નવમા પેટા ભાગમાં ચર્ચા કરી છે. એ સંદર્ભમાં પ્રસ્તુત પ્રશ્નને સમજવો જોઈએ.
162
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org