________________
(એટલે બાષ્પ રૂપમાં પારો)માં ડિસ્ચાર્જ દ્વારા આયનીકરણ કરાય છે. તે વખતે અલ્હા-વાયોલેટ વિકિરણથી સૂરદીપ્તિવાળા પદાર્થ પ્રકાશિત થવાથી ટ્યૂબનો પ્રકાશ મળે છે એ સાથે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે એમાં જે “બ્લેકિંગ' (કાળા ધબ્બા) થાય છે, આ કાર્બન નથી પણ ઇલેક્ટ્રોડના ધાતુનું “યૂટરિંગ” એટલે ચિટકવું' અથવા ક્ષરણની પ્રક્રિયાનું જ પરિણામ છે. એમાં બહારથી વાયુ અથવા ઑક્સિજનના પ્રવેશનો ક્યાંય પણ અવકાશ નથી. એને “ફોસ્ફરસનું ઑક્સિડેશન” બતાવવું તદન ખોટું છે. નથી ઓક્સિડેશન થતું કે નથી કાર્બનની ઉત્પત્તિ થતી. એટલે એ તેઉકાય નથી. આકાશીય વિદ્યુત ખુલ્લી હવામાં તીવ્ર ઉષ્ણતા, તીવ્ર પ્રકાશ, તીવ્ર વોલ્ટેજને કારણે અગ્નિ પેદા કરે છે. જ્યારે ટ્યુબમાં ઑક્સિજનનો અભાવ છે, એટલે તેઉકાયનો અભાવ છે. - ઇલેક્ટ્રોનિક્સ યંત્રોમાં અર્ધ-વાહક (Semi Conductors)નો પ્રયોગ થાય છે.' ડાયોડ વગેરેની સરકિટ, બટન-સેલ વગેરેમાં સિલિકોન આદિ અધાતુ પદાર્થનો ઉપયોગ કરાય છે, જેમાં બહુ જ થોડા વોલ્ટેજ પર પણ વિદ્યુત-પ્રવાહ સક્રિય થાય છે. એમાં તાપમાનની વૃદ્ધિ પણ નહીં જેવી હોય છે. પ્રકાશનું વિકિરણ પણ બહુ જ સાધારણ થાય છે. ઑક્સિજનનો અભાવ હોય છે. આ બધા આધારો પર આ પ્રક્રિયાઓમાં ક્યાંય પણ તેઉકાયનો પ્રસંગ નથી બનતો.
પ્રશ્ન ૪: શું ઇલેક્ટ્રિક સ્પાર્ક સચિત તેઉકાય નથી? કોઈ પણ પ્રકારની સ્વીચ ઓન-ઓફ કરવામાં આવે ત્યારે સ્વીચમાં નાનકડો તણખો ઝરે છે. આ તણખામાં અને અગ્નિ પેટાવે ત્યારે અંગારા વગેરેમાંથી) ઝરતા તણખામાં શું ફરક છે. જો ઇલેક્ટ્રિક સ્પાર્ક સચિત્ત તેઉકાય હોય, તો પછી સાધુ શું સ્વીચ ઓન-ઓફ કરી શકે? અથવા બીજા પાસે કરાવી શકે? અથવા બીજા કરે તેનું અનુમોદન કરી શકે?
ઉત્તર પ્રથમ ભાગના પાંચમાં સેક્શન તથા છઠ્ઠા સેક્શનમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગો, ગેસમાં નિરાકેશીકરણ વગેરેની ચર્ચા કરી ચૂક્યા છીએ. એના સંદર્ભમાં હર્ઝના પ્રયોગોમાં ઈલેક્ટ્રિક “સ્પાર્કને વિદ્યુત ચુંબકીય ઊર્જાનું વિકિરણના રૂપમાં બતાવ્યું છે. ગેસમાં ભિન્ન ભિન્ન પ્રેસરની સ્થિતિમાં તથા ઉચ્ચ વોલ્ટેજ દ્વારા થનારા નિરાકેશીકરણના પ્રભાવથી ઉત્પન્ન “સ્પાર્ક' અથવા વિદ્યુતચુંબકીય ઊર્જાના વિભિન્ન પરિણમનોની ચર્ચા અમે ફરી કરી ચૂક્યા છીએ. આ ચર્ચાથી એ નિષ્કર્મ નીકળે છે કે સ્પાર્કના રૂપમાં ઉત્પન્ન વિદ્યુત-ધારા પોતાનામાં ફક્ત વિદ્યુત-ચુંબકીય ઊર્જા છે. એની ઉત્પત્તિમાં કોઈ જગ્યાએ કંબનની
150
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org