________________
માટે તેની હથેળી પર મૂકી દીધું. અચાનક તેણે હોશ ગુમાવી દીધા. મહામુશ્કેલીએ તેને બચાવી શકાયો. જૈનીના પરિવારવાળાઓએ જૈનીના શરીરમાં વધી રહેલ વિદ્યુત પ્રવાહને રોકવા માટે ઘણાં ડૉક્ટર્સને બતાવ્યું. વૈજ્ઞાનિકો એ પણ તેના શરીરમાં સતત પ્રવાહિત વીજળીને રોકવાનો પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી. આ જ રીતે અમેરિકાની એક ૧૪ વર્ષની કિશોરી લુન્ હર્ટેના શરીરમાં વિદ્યુત પ્રવાહથી વિચિત્ર પ્રતિક્રિયા થવા લાગી. લુલૂ કોઈપણ ધાતુને અડતી તો એમાંથી ચિનગારી નિકળવા લાગતી. એની સામે પડેલા એક દિવસ ઉલૂના ઘરે મહેમાન આવ્યા. એ મહેમાનો માટે ખુરશી લેવા ગઈ. જેવો તેણે ખુરશીને હાથ લગાવ્યો કે ખુરશી એકદમ ઉછળી પડી. આ પ્રકારની ઘટનાઓથી એમ જ લાગતું કે લુલૂના શરીરમાં અપાર શક્તિ સમાયેલ છે. લુલૂના માતા-પિતાએ તેની આ વિલક્ષણતાનો વ્યાવસાયિક ઉપયોગ કર્યો. તેમણે લુલૂની આ વિચિત્ર ખાસિયતોનો તમાશો કરી પૈસા કમાવાનું શરું કર્યું. મંચીય પ્રદર્શનોથી લુલુ લોકપ્રિય થઈ ગઈ. તેની લોકપ્રિયતા અને હૈરતઅંગેજ પ્રદર્શનો - કારખાનાઓ પરત્વે વૈજ્ઞાનિકોનું ધ્યાન ગયું. લુલૂના વૈજ્ઞાનિક પરીક્ષણોથી સિદ્ધ થયું કે તેમાં શરીરમાં હાઈ વોલ્ટેજ વીજળી પેદા થાય છે. જોન શો નામના એક ડ્રાઇવરની પત્ની પોની શો પણ પોતાના વિદ્યુતીય કરિશ્માએથી આખા લંડનમાં મશહૂર થઈ ગઈ હતી. ૪૦ વર્ષની વયે પોલિનને એક દિવસ ખ્યાલ આવ્યો કે તેના શરીરમાં વિદ્યુત પ્રવાહ થઈ રહ્યો છે. એ વખતે તેના શરીરના રોમેરોમ ઊભા થઈ ગયા. ત્યાં સુધી કે માથાના વાળ પણ એકદમ ઊભા થઈ ગયા. એને પોતાના શરીરમાં હળવી ઝણઝણાટી મહેસુસ થવા લાગી. પોલિનને અડવા ઝટકો લાગતો. એક વખત કાચના સુંદર માછલી ઘરને પોલિને અડકી લીધું તો તેનું પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું અને બધી માછલી ગરમીથી બળવા લાગી. પોલિનના શરીરમાં વિદ્યુત પ્રવાહ ચોવીસ કલાક નહોતો રહેતો. ઝટકા અચાનક લાગતા હતા, પણ તે શરુ ક્યારે થતા તેની ખબર ખુદ પોલિનને પણ ન રહેતી. આ સમસ્યાથી પોલિનનું વૈવાહિક જીવન અને સામાજિક જીવન ખલાસ થઈ ગયું. લોકો તેની પાસે આવતાં ગભરાવા લાગ્યાં. એક વખત પોલિન ઈસ્ત્રીથી કપડાંને ઈસ્ત્રી કરી રહી હતી ને અચાનક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org