________________
વિજ દબાણ લાગુ પડે છે. આમ ૨૦૦૦થી ૪000 એમ્પિયરનો વીજળીનો પ્રવાહ ૨૫૦ વોલ્ટના દબાણે એ વિજળીના લિસોટામાં હોય છે. ઘરમાં જે વીજળી આવે છે તેના પર માત્ર ૨૫૦ વોલ્ટનું જ દબાણ હોય છે.) ત્યારે ત્યાં સૂર્યની સપાટી કરતા ચાર ગણું વધારે તાપમાન થતા પ્રચંડ ગરમી ઉત્પન્ન થાય છે. આટલો પ્રચંડ વીજળીનો પ્રવાહ સદ્દનસીબે સેકન્ડના હજારમાં ભાગ જેટલા સૂક્ષ્મ સમય માટે જ રહે છે.
જો વીજળીનો આ પ્રવાહ કોઈના શરીરમાં દાખલ થાય તો તેના પર પ્રભાવ પડતા હૃદય થંભી જાય છે અને મગજમાંના જ્ઞાનતંતુઓ પર એની અસર થાય છે જેને લીધે શ્વાસોશ્વાસ અટકી જાય છે. ઘણીવાર શ્વાસોચ્છવાસ ચાલુ નહીં થતા મૃત્યુ થાય છે. જો વીજળીનો પ્રવાહ ખૂબ તીવ્ર હોય તો શરીરના તમામ ચેતાકોષો તુરંત નાશ પામે છે. વીજળીના પ્રવાહના કારણે ઘણીવાર ચેતાકોષો તુરંત નાશ નથી પામતા પણ ચેતાકોષોના પડમાં સૂક્ષ્મ છીદ્રો પડી જાય છે.” તડિત-વિદ્યુત અને અશનિપાતને તેઉકાય કેમ કહ્યા છે?
ડૉ. જૈન અને ડૉ. બિહારી છાયા તથા ભૌતિક વિજ્ઞાનના પાઠ્ય પુસ્તકોના ઉપર આપેલા અવતરણોથી એ સ્પષ્ટ થાય છે કે (૧) વીજળી ચમકવાની પ્રક્રિયા ખુલ્લા વાતાવરણમાં થાય છે, જ્યાં અગ્નિને ઉત્પન્ન કરનાર ઑક્સિજન પ્રાણવાયુ મળી રહે છે. (૨) વીજળી થવાની (પ્રકાશની) સાથે ઉષ્મા ઊર્જાનું ઉત્સર્જન તાપમાનમાં જબરજસ્ત વૃદ્ધિ કરે છે. એનાથી હવામાં રહેલા જ્વલનશીલ ગેસ અથવા અન્ય સૂક્ષ્મ પદાર્થોનું જ્વલન-બિંદુ પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે “અગ્નિ અથવા બળવાની ક્રિયા માટે જોઈતી બધી યોગ્ય સામગ્રી મળી જાય છે એટલે અગ્નિની યોનિ અથવા તેઉકાયની યોનિ ઉત્પન્ન થઈ જાય. આનો અર્થ એ થયો કે જો ઈલેક્ટ્રિસિટીના રૂપમાં ડિસ્ચાર્જ થનારી ઊર્જા સ્વયં પૌદ્ગલિક હોવા (આકાશીય વિજળી છતાં પણ જ્યારે વીજળી ચમકે છે તો એના કારણે તરત અગ્નિ-દહનની પ્રક્રિયાના રૂપમાં સચિત તેઉકાયની ઉત્પત્તિ થાય છે. આ કારણે “
વિજુ' અથવા વિદ્યુતને તેઉકાયિક જીવોની ગણનામાં લેવાય છે. ડૉ. જૈન અનુસાર વીજળી પોતે કોઈ પ્રકાશક અથવા તાપક પુદ્ગલ નથી. એ તો ફક્ત ઇલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડવાળા વિદ્યુત ભાર અથવા ઊર્જા છે. આ ઊર્જા તાપ અથવા પ્રકાશ આદિ અન્ય ઊર્જાના રૂપમાં પરિણત થઈ શકે છે અને સાંભળી શકાય છે તથા સચિત અગ્નિકાય બને છે. એ ઊર્જા ઊર્જાના બીજા રૂપોમાં પરિણત થઈ જવાથી એને જોઈ શકાય છે.
51
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org