Book Title: Shrutsagar 2014 11 Volume 01 06
Author(s): Hiren K Doshi
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુવાણી અહંકાર પતનનું મૂળ આચાર્ય પદ્મસાગર સૂરિ સાયિક ભાવ ઉત્તમ છે. પથમિક ભાવ મધ્યમ છે. ઔદેયિક ભાવ ખરાબ છે, મલિન છે. પ્રીતિને ક્રોધ હણી નાંખે છે અને ક્રોધ તે ઔયિક ભાવ છે. ક્રોધમાં માનવતા ભૂલી જવાય છે. ક્રોધનું પરિણામ ભયંકર છે. ઊકળતું પાણી જેમ ઠંડું થાય તેમ ક્રોધના આવેશ જતાં તે ઠંડો પડી જાય છે. ક્રોધમાં મનનો પ્રકોપ થાય છે. વિનય અવમાનથી હણાય છે. વિનય અંહકારથી પણ નાશ પામે છે. તીર્થકરના દીકરા બાહુબલિજીને પણ અહંકારથી વિનય ગુમાવવો પડ્યો હતો. વિનય ન હોય તેને કદી મોક્ષ મળતો નથી. જેમ પહાડ આડો હોય તો સૂર્યનો પ્રકાશ મળતો નથી તેમ અહંકાર રૂપી પહાડ આડો હોય તેને કદી કેવળજ્ઞાનનો પ્રકાશ મળતો નથી. સ્થૂલિભદ્રજીએ જેની સાથે બાર વર્ષ સુધી કામરાગ ભોગવ્યો હતો તે જ કોશ્યાની સાથે ચોમાસું કર્યું. ચાર મહિના સુધી કર્મથી, મનથી અને વચનથી બ્રહ્મચર્ય પાળ્યું. એક ચેલાએ સિંહની ગુફામાં, એકે કૂવાના કાંઠે અને એક સાપના રાડા ઉપર અને ચોથાએ કોશ્યાને ત્યાં ચોમાસું કર્યું. ત્રણેને ગુરુએ દુષ્કર કહ્યું પણ ચોથાને તો દુષ્કર દુષ્કર કહ્યું. જે કામ સિંહ કરી શકે તે કામ શિયાળ કરવા જાય તો શિયાળ મરી જાય છે. ત્રણે મુનિઓ કોશ્યાને ત્યાં ચોમાસું કરવા ગયા પણ તે ત્રણે ચરિત્રથી પડી ગયા. આવા ત્યાગી સ્થૂલિભદ્રને પણ એક વાર અહંકાર આવ્યો અને પોતે સિંહનું રૂપ ધારણ કર્યું. મુનિ મોક્ષને મેળવવા માટે ત્યાગને સહન કરે છે. ત્યાગનો દેખાવ નથી કરવાનો પણ ત્યાગ તો આત્માને ઊંચે લઈ જવા માટે છે. સ્થૂલિભદ્રને મનનો ઔદેયિક ભાવ આવતા વિનય ચાલ્યો ગયો. અને તેને કારણે તેમને ચારપૂર્વના અર્થ શીખવા ન મળ્યા. માયા મૈત્રીને મારી નાખે છે. માયા આવે એટલે દંભ ઊભો થાય છે. માયાને પડદો ચાલ્યો જતાં સમભાવ આવે છે. સાચા ધ્યેયને સિદ્ધ કરવા માટે પણ માયા નથી કરવાની. મલ્લિકુંવરીને પણ માયાને લીધે સ્ત્રીનો અવતાર લેવો પડ્યો હતો. સબળ ધ્યેયને મેળવવા સાધનો પણ સબળ જોઈએ. મોક્ષ આપણા જીવનનું ધ્યેય છે. અને તેને પ્રાપ્ત કરવા ઊંચામાં ઊંચા દર્શન અને ચરિત્ર જોઈશે, અને માર્ગ ઉપર ચાલતાં મોક્ષ પ્રાપ્ત થશે. માયા આપણી સહૃદયતાને તોડી નાખે છે. માયાને લીધે માણસનો ભ્રમ તૂટી જાય છે. દેવિકભાવથી લોભ પણ આવી જાય છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84