Book Title: Shreyansnath Prabhu Charitra Author(s): Mantungasuri Publisher: Jain Atmanand Sabha View full book textPage 8
________________ ગ્રંથ પરિચય દરેક તીર્થકર ભગવાનેના ચરિત્રના કર્તા પૂજ્ય પૂર્વાચાર્ય મહારાજાઓએ તીર્થંકર દેવ મોક્ષમાં પધારતાં સુધીમાં પરમાત્માના કેટલા ભવ થયા તેની ગણત્રી(સંખ્યા) પ્રથમ જણાવે છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે અનાદિકાળથી આત્મા કર્મથ લેપાયેલું હોવા છતાં તે પૂજ્ય આત્માના ભવની શી રીતે ? ગણત્રી ગણાય? શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે જિનેશ્વર ભગવંતના ભવની ગણત્રી પૂર્વે તે આત્મા જે ભવમાં સમકિત પામે ત્યારથી મોક્ષમાં જતા સુધીમાં જેટલા ભ થાય તેટલી સંખ્યા એની ગણાય. તે રીતે શ્રી શ્રેયાંસનાથ ભગવાનના રચયિતા માનતુંગસૂરિ મહારાજે પ્રભુના ત્રણ એનું વર્ણન વિસ્તાપૂર્વક આ ગ્રંથમાં કરેલ છે. પ્રથમ ભવમાં નલિનીમુંબ રાજા, બીજા ભવે સાતમા શુક્ર દેવલોક ગયા છે તેમ જણાવે છે, જ્યારે “ સપ્તતિશતસ્થાનક, પ્રકરણ”ના કર્તા શ્રી સમિતિલકસૂરિજી મહારાજ શ્રી શ્રેયાંસનાથ પ્રભુને બીજા ભવમાં બારમા અચુત દેવલમાં ગયેલા જણાવે છે આટલે માત્ર મતભેદ છે. ત્રીજા ભવમાં શ્રી શ્રેયાંસનાથ ભગવાન થયા તે બરાબર છે. શ્રી શ્રેયાંસનાથ ભગવાનના એક સાથે (મોક્ષ સિવાય) ચાર કલાસુકો (જન્મભૂમિ) સિંહપુરીમાં થયેલાં છે તે વિશિષ્ટતા છે. . હાલમાં શ્રી સંધે કે ભવ્યાત્માઓ પવિત્ર સમેત્તશિખર તીર્થની યાત્રાએ જતાં કે, આવતાં જિનેશ્વરેની કલ્યાણકભૂમિઓવાળી નગરીએ યાત્રા કરવા જાય છે, તેમ સિંહપુરી પણ જાય છે. જે કે શ્રી શ્રેયાંસનાથપ્રભુ જમ્યા તે વખતનું સિંહપુરીનું વર્ણન તે આ ચરિત્રના સાતમા સર્ગમાં આપવામાં આવેલું છે પરંતુ વર્તમાન કાળે જ્યાં સિંહપુરી છે તે કાળબળે આજે કેવું છે ( તે તીર્થભૂમિ હોવાથી તેની વર્તમાન કાળની સ્થિતિ જણાવવી આ ચરિત્રને બંધબેસતી હોવાથી જણાવેલી યોગ્ય લાગે છે. હાલનું અસિંહપુરી તીર્થ (પરમાત્માની ચાર કલ્યાણકભૂમિ) બનારસ(કાશી)થી ચાર માઈલ દૂર હાલનું શ્રી સિંહપૂરી તીર્થ આવેલું છે. શ્રી શ્રેયાંસનાથ પ્રભુનાં યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એમ ચાર કલ્યાણક ત્યાં થયાં છે. સિંહપુરીના સ્થાને અત્યારે હીરાપુર-હીરાવનપુર નામે ગામ છે. સામાન્ય રીતે તે ગામે સાધારણ સ્થિતિનું છે. સિંહપુરનું વેતાંબર જૈન મંદિર ગામથી એક માઈલ દૂર જંગલમાં છે. ત્યાં આંબાવાડીયું છે. સ્થાન એકાંતમાં ધ્યાન ધરવા લાયક છે. ત્યાં એક સુંદર ધર્મશાળા છે અને તેની બાજુમાં જ સુંદર મંદિરનું વિશાલ કમ્પાઉન્ડ છે. કમ્પાઉન્ડના મધ્ય ભાગમાં એક સુંદર જિનમંદિર છે જેમાં શ્રી શ્રેયાંસનાથ ભગવાનની ભવ્ય મૂર્તિ બિરાજમાન છે. તેની સામે જ સમવસરણના આકારનું એક મંદિર છે, જે શ્રેયાંસનાથ પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકનું સૂચન કરે છે. તેમાં પ્રભુની ચાર ચરણપાદુકા છે. અગ્નિખૂણામાં ઉપરના ભાગમાં નાનું મંદિર છે, જેમાં અધિષ્ઠાયક દેવની મૂતિ સ્થાપી છે. નેઋત્ય ખૂણામાં શ્રી શ્રેયાંસનાથના માતા સૂતેલાં છે અને ચૌદ સુપન જુએ છે તે આરસમાં કરેલાં છે. વાયવ્ય ખૂણામાં જન્મ કલ્યાણકની સ્થાપના છે અને ઇશાન ખૂણામાં પ્રભુના દીક્ષા કલ્યાણની પ્રભુની સ્થાપના છે. તેમાં સુંદર અશોક વૃક્ષ આરસનું બનાવેલું છે અને તેમાં નીચે પ્રભુ દીક્ષા લે છે એ દેખાવ છે. નાચેની છત્રીમાં પ્રભુના અવન કલ્યાણની સ્થાપના છે અને બીજી એક છત્રીમાં મેરુપર્વતને આકાર, • મુનિરાજ શ્રી દશનવિજ્ય (વિષ) મહારાજત જૈન તીથલના ઇતિહાસમાંથી દધૃત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 390