Book Title: Shreyansnath Prabhu Charitra
Author(s): Mantungasuri
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 6
________________ ૨ પ્રસ્તાવના કથા-સાહિત્ય ત્યાગ, તપ, વૈરાગ્ય, ક્ષમા, નિઃસ્પૃહતા, સત્ય, નિર્લોભતા, પ્રાણીસેવા વગેરે અનેક ગુણૈાથી વિભૂષિત હોવાથી તે તે ગુણેા ધારણ કરવા વાચકને દોરી જાય છે, અને ત્રિરત્નના આરાધનાની સાધનાના માર્ગને સરળ બનાવી આપે છે તેથી કથા, ચરિત્ર, ઇતિહાસ સાહિત્યનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. જૈનકથા-ઇતિહાસમાંથી જુદાજુદા દેશાના આચાર, વિચારો, સામાજિક, વ્યવહારિક, રીતરિવાજો, વિવિધ કળાકૌશલ્યા, અનેક પ્રકારના બુદ્ધિચાતુર્ય, સામાન્યનીતિ, વ્યવહાર, અનુભવા અને ધાર્મિક શિક્ષાપાઠા, એધપાઠો વગેરે અનેક વિષયા જાણવાનું મળી શકે છે. વળી તેમાં તીર્થયાત્રાનાં વર્ણના, તે વખતના દેશ, શહેર, ગ્રામેાઘોગા અનેક સ્થાનાના વર્ણને, લશ્કરી વ્યૂહ રચના, પ્રવાસવર્ણના, ઋતુવર્ણના વગેરે. જાણવા લાયક અનેક વિષયોના સુંદર વિવેચને આવે છે. જૈન કથા-સાહિત્યમાં પૂજ્ય તીર્થંકર ભગવાના ચરિત્ર પ્રથમ સ્થાન ધરાવે છે. તેમાં એકલા ચરિત્ર વહુના ઉપરાંત તે વખતના દેશ, કાળના વર્ણના રાજ્યવ્યવસ્થાવાણિજ્ય, રાજ્યનીતિ, ધર્માંનાં ફરમાને, વ્યવહાર નિશ્ચયનું સ્વરૂપ, લોકિક લાકોત્તર ધર્માંના શિક્ષણપાઠ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનુ' તે વખતનુ સ્વરૂપ, હેય, જ્ઞેય, ઉપાદેય શુ છે? તેની સમજ અને તે પ્રમાણે ચાલી તે તે ચરિત્રનાયક પૂજ્ય દેવાધિદેવનું અનુકરણ કરતાં કરતાં મનુષ્ય લેાકેાત્તર પુરુષ બની શકે છે. જૈનદર્શનમાં ધમકથાને અતિ મહત્ત્વનું સ્થાન અપાયેલું છે અને તેમાં જિનેશ્વર ભગવંતા, સવશાળી પુરુષ, આદશ સ્ત્રીરત્નાનુ અને જિનેશ્વરભાષિત આગમનું રહસ્ય વિવેચન સમાયેલું હોઇ તેને જ ધર્મકથા કહેવામાં આવે છે. આવી કથાએ સિવાય પ્રાણી વૈરાગ્યને પ્રાપ્ત કરી શકતા નથી, સ્ંસારજન્ય આધિ, વ્યાધિ, ઉપાધિ દૂર કરી આનંદજન્ય . સુખના સ્વાદ પણુ લઈ શકતા નથા. પૂજ્ય તીથંકર ભગવાના ચરિત્રનુ શ્રદ્ધાપૂર્વક વાંચન કરવાથી પરમાત્મા પ્રત્યે અદ્વિતીય ભક્તિભાવ પ્રકટે છે અને અનુપમ શ્રદ્ધા ઉત્પન્ન થતાં તે પ્રમાણે જીવનમાં વતા કે ગુણાનુ અનુકરણ કરતાં કરતાં આત્મામાં કોઇ વખત અપૂર્વ ઉલ્લાસ અનુભવાય છે. અને જિનેશ્વરદેવની આજ્ઞાનું આરાધન કરતાં ભવ્યાત્માને કલ્યાણની પરપરા ઉત્પન્ન થતાં સવ વાંછિતની સિદ્ધિ અને છેવટે માક્ષમાગની પ્રાપ્તિ અવશ્ય થાય છે. આ કાળમાં તે પૂજ્ય દેવાની અમૃતમય વાણી આગમામાં ગુંથાયેલી છે. તે જ આપણી સાચી આત્મલક્ષ્મી છે. તેનાથી જીવનના આદર્શો ઘડી શકાય છે વગેરે કારણેા અને હેતુઓથી આ સભાએ તીથ કર દેવાધિદેવાના ઉત્તમ કોટીના પૂય પૂર્વાચાય કૃત રત્રાનુ ભાષાંતર કરાવી તેનું પ્રકાશન કાય હાથ ધર્યુ. છે અને તેથી અત્યાર સુધીમાં આ સભા તરફથી શ્રી ઋષભદેવ પરમાત્મા, શ્રી સુપાર્શ્વનાથપ્રભુ, શ્રી ચંદ્રપ્રભુ સ્વામી, શ્રી વાસુપૂજ્ય તીર્થંકર, શ્રી વિમળનાથ ભગવાન, શ્રી શાંતિનાથ જિનદ્ર, શ્રીનેમિનાથ ભગવત, શ્રીમહાવીર દેવાધિદેવ અને વિઘ્નહર, શ્રેયસ્કર પાર્શ્વનાથ જિનેશ્વર મળી નવ પરમાત્માના વિદ્વાન પૂર્વાચાય ભગવતા રચિત સચિત્ર તેમજ સુંદર, અનુપમ ચરિત્રાનુ' પ્રકાશન કરેલું છે, અને ક્લ્યાણકારક અગિયારમા તીર્થંકર પરમાત્મા શ્રી શ્રેયાંસનાથ પ્રભુનું આ કલ્યાણુકારી અપૂર્વ ચરિત્રનું પ્રકાશન કરી આ સભા એરીતે જ્ઞાનભક્તિ કર્યાંના આનંદ અનુભવે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 390