Book Title: Shreyansnath Prabhu Charitra
Author(s): Mantungasuri
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 5
________________ ॐ श्रीयांसनाथ जिनद्राय नमः ॥ પ્રસ્તાવના કર ઇ પણ દર્શન, ધર્યું, સમાજની સુરત (સિકકલ) સૌંદયતા, પ્રધાનતા અને પુરુષા ત્યાગી, નિઃસ્પૃહી, સત્યવક્તા, પ્રમાણિક, વિદ્વાન અને માત્ર જગતનું કલ્યાણુ વાની જ ભાવનાવાળા હાય તેવા પુજ્ય પુરુષનુ રચેલું' સાહિત્ય, દેશ, ધર્મ કે સમાજની પ્રગતિ કરી શકે છે. જૈનદર્શનના મહાન પુરુષો, પૂજ્ય પૂર્વાચાર્યું, વિદ્વાન, ત્યાગી મહાત્મા તેવા જ પૂજ્ય પુરુષો હતા અને તેએ શ્રીનુ' રચેલુ સાહિત્ય કે જે ધમ કે સમાજની પ્રગતિ કરનારું હોવાથી કોઈ પણ ધર્મના સાહિત્ય કરતાં સર્વશ્રેષ્ઠ અને પ્રથમ કરી ગણાયુ છે. જીવનમાં જે કાંઇ ચિર સ્થાયી મહત્ત્વનું અને પ્રેરક છે, તેમજ શાશ્વત અને મૂલ્યવાન વસ્તુ જીવનમાં જેને કહીએ છીએ, તેનુ' અમૃત સાહિત્યમાં વ્યક્ત થઈને જીવનને સમૃદ્ધ બનાવે છે. મનુષ્યાને જેવા સાગા, સંસ્કારા, સંગત વગેરે મળે તેવા થયામાં તેને વિલંબ લાગતા નથી તેથી જે સાહિત્ય મનુષ્યને માનવતા શિખવે, સંસ્કાર જમાવે, આદશ પણુ પ્રાપ્ત કરાવે, મૈત્રિ આદિ ચાર ભાવનાઓ પ્રગટાવી પરમાત્માપટ્ટે પહેાંચાડે તે જ સાચું સાહિત્ય છે. જૈનદનનું શ્રુતજ્ઞાન ચાર અનુયાગમાં વહેંચાયેલું છે, એ ચાર અનુયેગમાંથી પૂજ્યપૂર્વાચાય મહારાજાઓએ અધ્યાત્મવાદ, આત્મવાદ, પરમાણુવાદ, તત્ત્વજ્ઞાન, કર્મસ્વરૂપ ક્રિયાકાંડ, નાટક, શિલ્પ, વ્યાકરણ, ન્યાય, વૈદક, જ્યાતિષ, ગણિત, ભૂગાળ, વગેરે વિવિધ સાહિત્યેન ગ્રંથા જુદી જુદી (પ્રાકૃત, સ ંસ્કૃત વગેરે) ભાષામાં લખેલા છે, પરંતુ મનુષ્યના મ્હોટા ભાગ અ૫, સામાન્ય બુદ્ધિવાળા અને સાહિત્યમાં રસહીન હાવાથી તેમાં ઊંડા ઉતરવા કે સાચું જોવા રાજી નથી, તેથી ઘણી સરલ રીતે પેાતાની સમજ મુજબ આનદ લઇ શકે, વ્યવહાર અને પરમાર્થને સમજી માનવ . જીવન સુખરૂપે વ્યતીત કરી શકે, તેવા સાહિત્યની જરૂર તેવા મનુષ્ય માટે છે તેમ સમજી આપણા વિદ્વાન્ પૂર્વાચાય મહારાજાઓએ કથા, ઇતિહાસ અને ચરિત્રા મ્હોટા પ્રમાણમાં સરલ, સુષેધ અને સુંદર ભાષામાં રચેલા છે, જે પ્રતિભાશાળી અને અનુપમ સ્થાન ધરાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 390