________________
ભાગ - ૨
૧૫ મેળવવો એ આસાન કામ તો નથી. મોટા મોટા તપસ્વીઓને પણ આ વાસના સતાવે છે. મોટા મોટા યોગી પુરુષોને પણ તે પરેશાન કરે છે. છતાં પણ અશક્ય વાત નથી. કામવાસના પર વિજય પામવાની ભાવના જાગવી જોઈએ. અને આ રીતે પ્રતિદિન સૂતા પહેલાં બ્રહ્મચારી મહાપુરુષોનું પુણ્યસ્મરણ કરતા રહેવું જોઈએ. એ મહાપુરુષોની અલૌકિક કૃપાથી કોઈક કાળે તમે બ્રહ્મચર્યનું પાલન કરવામાં સમર્થ બની જશો.
આ રીતે બીજું પણ ધર્મચિંતન બતાવ્યું છે. તીર્થોનું ભાવચિંતન કરવું?
તીથનું ધર્મચિંતન કરવું. યતિ દિનચય” નામના ગ્રંથમાં આચાર્યશ્રી ભાવદેવસૂરિજીએ લખ્યું છે :
नंदीसर अठ्ठावय सित्तुंजय उज्जयंत सम्मेयं ।
पमुहाई तित्थाई बंदेऽहं परमभत्ति० ॥१४४॥ નંદીશ્વર, અષ્ટાપદ, શત્રુંજય ગિરનાર અને સમેત શિખર વગેરે તીથને હું પરમ ભક્તિથી વંદના કરું છું.'
અહીં આચાર્યદેવે જે તીથોનાં નામ આપ્યાં છે, તેમાંથી પ્રથમ બે તીથી આપણામાંથી કોઈએ જોયાં નથી. નંદીશ્વર અને અષ્ટાપદ તીર્થ આપણે જોયાં નથી. નંદીશ્વર દૂર છે, અષ્ટાપદ અદ્રશ્ય છે ! છતાં પણ શાસ્ત્રોમાં બંને તીર્થોનું વર્ણન વાંચવા મળે છે. તમારે આ તીર્થોનું વર્ણન જાણવું છે? પ્રથમ નંદીશ્વર તીર્થનું વર્ણન કરું છું. નંદીશ્વર તીર્થ :
નંદીશ્વર તીર્થ નંદીશ્વર દ્વીપ ઉપર આવેલું છે. ભારત એટલે આપણે જંબૂદ્વીપમાં છીએ. આપણો દ્વીપ જંબૂદીપ કહેવાય છે. જંબૂદીપ એક લાખ યોજન વિસ્તારવાળો
જેબૂદ્વીપની ચારે કોર "લવણ સમુદ્ર આવેલો છે. તેનો વિસ્તાર બે લાખ યોજનનો છે. એની પછી ધાતકીખંડ આવેલો છે. તે ચાર લાખ યોજન વિસ્તારવાળો છે. ધાતકીખંડની ચારે તરફ કાલોદધિ સમુદ્ર છે. તે આઠ લાખ યોજન વિસ્તારવાળો છે. તેની ચારે બાજુપુષ્કરવર દ્વીપ આવેલો છે. તે સોળ લાખ યોજનાનો છે. પુષ્કરવાર દ્વિીપની ચારે બાજુ ૩૨ લાખ યોજનાના વિસ્તારવાળો પુષ્કરવાર સમુદ્ર આવેલો છે. તેની પછી વારુણી દ્વીપ, જે ૬૪ લાખ યોજનાના વિસ્તારવાળો છે. તેની ચારે બાજુ વારુણી સમુદ્ર છે, જે ૧૨૮ લાખ યોજનાનો છે. તેની પછી સીરદ્વીપ, જે ૨૫ લાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org