Book Title: Shravaka Jivan Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 20
________________ ૧૪ શ્રાવકજીવન જાય છે. જો ધર્મભાવના ભાવતાં ભાવતાં સૂઈ ગયો હોય તો તેનો આત્મા સદ્ગતિ પામે છે. આત્મા દુર્ગાંતથી બચી જાય છે. ચોથો વિશિષ્ટ લાભ છે - શાન્ત નિદ્રા પામવાનો. જેને અનિદ્રાનો રોગ હોય, એટલે કે નિદ્રા આવતી ન હોય તેને ધર્મભાવના ભાવતાં સહજતાથી નિદ્રા આવી જાય છે. કારણ કે ધર્મીચંતન કરવાથી મનમાં ચિંતા રહેતી નથી. મન ચિંતામુક્ત થઈ જાય છે. કષાયોથી પણ મન મુક્ત થઈ જાય છે. એટલે નિદ્રા આવી જાય છે. સભામાંથી : ધર્મીચંતન કરવાનો સમય જ ન મળતો હોય, પથારીમાં પડતાંની સાથે જ નિદ્રા આવી જતી હોય તો શું કરવું જોઈએ ? મહારાજશ્રી : શ્રી નવકારનું સ્મરણ કરતાં કરતાં સૂઈ જાઓ. એક..... બે.....ત્રણ.......જેટલા નવકાર ગણી શકો, જપતા રહો. જપતાં જપતાં સૂઈ જાઓ ! જેને ઊંઘ ન આવતી હોય તેણે ધર્મીચંતન કરતા રહેવું. ધર્મચંતન કેવી રીતે કરવું ? : ધર્મચિંતન ભિન્નભિન્ન પ્રકારે થઈ શકે છે. "ધર્મબંદુના ટીકાકાર આચાર્યદેવે બ્રહ્મચારી મહાપુરુષોનું સ્મરણ કરવાનો નિર્દેશ કર્યો છે. धन्यास्ते बन्दनीयास्ते तैत्रैलोकयं पवित्रितम् । यैरेष भुवनक्लेशी काममल्लो विनिर्जितः ॥ ‘જેણે ત્રણે ભુવનોને પરેશાન કર્યાં છે તેવા કામમલ્લને જેમણે જીત્યો છે, તેવા મહાપુરુષો ધન્ય છે, તે મહાપુરુષો વંદનીય છે. આવા મહાપુરુષોથી ત્રિલોક પવિત્ર છે.’ આ રીતે બ્રહ્મચારી મહાપુરુષોની પુણ્યસ્મૃતિ કરવી જોઈએ. પરંતુ તમારા મનમાં બ્રહ્મચર્યનું મહત્ત્વ હશે તો જ આ પ્રકારે બ્રહ્મચારી મહાપુરુષોની સ્મૃતિ થતી રહેશે. બ્રહ્મચર્યનું મૂલ્ય તમારા મનમાં સ્થાપિત થશે તો તમારો પોતાનો પણ આદર્શ બ્રહ્મચર્યપાલન થશે. "હું ક્યારે બ્રહ્મચર્યના પાલનમાં સમર્થ બનીશ ? ક્યારે હું વિષયવાસના ઉપર વિજય પામીશ ?” આવી ભાવના તમારા મનમાં છે ? વિષયભોગ પ્રત્યે નફરત પેદા થઈ છે ? વિષય-ભોગ ભોગવતાં પણ વિષયથી નિવૃત્ત થવાની ઇચ્છા પેદા થઈ છે ? વિચારજો, ગંભીરતાથી વિચારજો. વૈષયિક સુખ પ્રત્યે વિરક્તિનો ભાવ ઉત્પન્ન થવો ખૂબ જરૂરી છે. અને એ ભાવ જાગૃત કરવા માટે બ્રહ્મચારી મહાપુરુષો પ્રત્યે આદરભાવ-પૂજ્યભાવ હોવો એ એક ઉપાય છે. ચાર સંજ્ઞાઓમાં મૈથુનસંજ્ઞા મનુષ્યમાં પ્રબળ હોય છે. એ સંજ્ઞા ઉપર વિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 ... 286