Book Title: Sharda Sagar Author(s): Shardabai Mahasati Publisher: Mansukhlal Chhaganlal Desai View full book textPage 7
________________ " વ્યાખ્યાનના પ્રારંભમાં બોલાતી સ્તુતિ શ્રી મહાવીરાય નમ: નમો અરિહંતાણ, નમે સિદ્ધાણે, નમે આયરિયાણં નમો ઉવજઝાયાણં, ન એ, સવ્વ સાહણે, નમે કહેતાં નમસ્કાર કરું છું. નમસ્કાર તે કોને કરું? અરિહંતાણં કહેતા અરિહંતદેવ પ્રત્યે તે અરિહંત દેવ કેવા છે? બારે ગુણે કરીને સહિત છે. અઢાર દેશે કરીને રહિત છે એવા અરિહંત દેવ પંચમહાવિદેહ ક્ષેત્રને વિષે જે બિરાજમાન હોય તેમને મારો તમારો સમય સમયને નમસ્કાર હોજો, ઈહાંકને કોણ ણ જે જાણવા શ્રી શ્રમણ ભગવાન, શ્રી વીર વર્ધમાન સ્વામી ત્રિલોકના દર્શી, તરણતારણ, પતિતપાવન, સંત ઉદ્ધારણ, અરિદલગંજન, અઘમલભંજન, જિનેન્દ્રદેવ વિહારી, જ્યોતિ સ્વરૂપ ગુણ સચરાચરભાસી, પરમપુણ્ય વિલાસી ચોત્રીસ અતિશય કરીને સહિત છે. પાંત્રીસ પ્રકારની સત્ય વચન વાણીના ગુણે-કરી બિરાજમાન છે. એક હજાર ને અષ્ટ ઉત્તમ લક્ષણના ધરણહાર છે, મા હણો મા હણા શબ્દના કરણહાર છે. કોઈ જીવને હણશો મા, હણશે તો હણાવું પડશે, છેદશો મા છેદશે તે છેદાવું પડશે. ભેદશો મા ભેદશે તે ભેદાવું પડશે. કોઈ જીવ સાથે વેર કરશો મા, વેર કરશે તો વેર ભેગવવા પડશે. વિણ ભગવે જીવને મુકિત નથી વળી જિનેશ્વર દેવ કેવા છે? અષ્ટમહાપ્રતિહાર્યો કરીને સહિત છે. ચેસઠ ઈન્દ્રના પૂજનીક, મહામાહણે, મહાગવે મહાસાર્થવાહ, મહામોટા ધર્મરૂપી રથના ચલાવણહાર, ધર્મચક્રી ધર્મનાથ, ધર્મની આદિના કરણહાર, જિનમાર્ગના દિપાવણહાર, મોક્ષમાર્ગના દાતાર, કુમતિ રૂપી અંધકારના મિટાવણહાર સૂર્યની પેરે ઉદ્યોતના કરણહાર, ભાનુભાસ્કર સહસ્ત્રકિરણે કરી પ્રકાશની કરણહાર, ચંદ્રની પેરે શીતળતાના કરણહાર, જ્ઞાનરૂપ નેત્રના દાતાર, મોક્ષ નગરે પહોંચાડણહાર, સર્વજીવને અભયના દાતાર, જિનેશ્વર દેવ કેવા છે એવા ચરમ જિનેશ્વર જગધણી, જિનશાસન શણગાર, ભાવ * ધરીને સમરતાં પામીએ ભવપાર. - એવ: જિનેશ્વરદેવ દેવાધિદેવ દેવીસમા મહાવીરદેવ સ્વામી, સિદ્ધાર્થ રાજાના પુત્ર ત્રિશલાદેવી રાણીના અંગજાતક જગતમાતા, જગત્રાતા, જગતભ્રાતા, જગતવંદન, જગતલોચન, જગતમુકુટ, જગતકુંડલ, જગતહાર, જગત ચૂડામણિ સમાન, જગત સૂર્ય, જગતમણિ, જગતસ્વામી, જગત કંઠાભરણ, જગત ભાલતિલક, સમાન, જગત નેત્રોજન પુરૂષોત્તમ પુરૂષ જગતભૂષણ, વિગતદૂષણ, સર્વજ્ઞ સ્વયમેવ બંધક, ત્રણ લકના તરણ તારણ, અશરણને શરણ, અનાથના નાથ, ગરીબના નિવાજનહાર, ધારાના આધાર, ભાંગ્યાના ભરુ, પરમવા, પરમાર, પરમતા, પરમ મિત્ર, પરમ સજજન, પરમ હેતુ, પરમ જ્ઞાની, પરમ ધ્યાની, પરમ દયાળ, પરમ મયાળ, પરમકૃપાલ, વચન રસાલ, અતિ સુકમાલ, જીવદયાના પ્રતિપાળ, કર્મશત્રુના કાળ, મેહરૂપી વેલીના મુંડણહાર, ઘનઘાતી, કર્મોના ખપાવણહાર, અડાનરૂપ વાદળના ભેદણહાર, બાવીસે પરિસહોના જીતણહાર, યથાખ્યાત ચારિત્રના ધણી, લાયક સમકિતના ધરણહર એવા જિનેશ્વર જીનરાજ ક્રોધી, અમાની, અમદયી, અલોભી, અનંત જ્ઞાની, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત તપ, અનંત બલવીર્યના ધરણહાર ઉત્પન્ન નાણંદર્શન ધરા અહજિન કેવળી ઉત્પન્ન થયું, ભગવાનને કેવળજ્ઞાન અને કેવળ દર્શન, તે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન કરી ભગવાને કોણ કોણ ભાવ દીઠા? સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કળ, સર્વ ભાવ જાણીતા પાસીતા અને વળી સંસારી જીવને શુભાશુભ કર્મો કરી બધાણા દીઠા. તે શુભાશુભ કર્મના બંધન કોણ છેડાવે? શ્રી જિનેશ્વર દેવની વાણી છોડાવે તે કારણે ભગવંતે હેત આણી, મહેર એાણી, કરુણા આણી, સિદ્ધાંત રૂપ વાણી લહાણી, પ્રકાશ કરી દેખાડી.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 1026