________________
ધર્મના આવા અશુદ્ધ પરિણામે કંઈ એકલા વેદધર્મમાં છે એમ નથી, પરંતુ સર્વ એતિહાસિક ધર્મોમાં તેવી અશુદિ ઉત્પન્ન થાય છે, અને તેથી ધર્મરક્ષણના બહાના નીચે મતાંધતા, અત્યાચારે, અને દુરાચારે થયા છે અને થશે. ખ્રીસ્ત ધર્મ અને મુસ્લિમ ધર્મના ઐતિહાસિક ઝઘડાઓ આ વિચારનું સમર્થન કરે છે; બૌદ્ધધર્મ અને વેદધર્મ વચ્ચે પરસ્પર વિગ્રહ અને બૌદ્ધધર્મને હિન્દુસ્થાનમાં લય પણ મતાંધતાનું પરિણામ છે. તેવી રીતે વૈદિક ધર્મસંપ્રદાય અને તાંત્રિક સંપ્રદાય વચ્ચેનો વિરોધ, અને શક્તિની અણઘટતી નિંદા એ પણ મતાંધતાનું પરિણામ છે. આ દોષવાળા ધર્મની એટલે અધર્મની પાંચ શાખાએ થાય છે –
(૧) વિધર્મ એટલે વિરોધી ધર્મનું પાલન કરવાનો આગ્રહ. ઉદાહરણ તરીકે બ્રાહ્મણવર્ણને મનુષ્ય સમાદિ વિરોધી જીવનવૃત્તિ સેવે તો તે વિધર્મવાળો કહેવાય.
(૨) પરધર્મ એટલે બ્રાહ્મણ હાઈ ક્ષત્રિયના ધર્મનું સેવન કરે; ક્ષત્રિય હાઈ બ્રાહ્મણધર્મમાં મોહ રાખે.
(૩) આભાસધર્મ એટલે બીજાને દેખાડવા સારૂ કર્મ કરે અને શ્રદ્ધા બીલકુલ હેય નહિ. ઉદાહરણ તરીકે દેખાદેખી માબાપને ખુશ રાખવા સંધ્યાકર્મ કરે.
(૪) ઉપમાધર્મ એટલે માત્ર અનુકરણ સેવી, બહારનું ધર્માચરણ સેવે. ઉદાહરણ તરીકે સેવ્ય પુરૂ પ્રતિ સાચી પ્રીતિ વિના મિયા સલામ કરે, ગુમાં ગુરુત્વનો ભાવ બાંધ્યા વિના મિથ્યા વિવેક દેખાડે.
(પ) છલધર્મ એટલે કે બીજાને માત્ર છેતરવાને ટીલાટપકાં કરી પવિત્રતાને ડોળ કરે. :' આ પાંચ પ્રકારની અધર્મની શાખાઓ જનાધિક અંશે પ્રત્યેક એતિહાસિક ધર્મનાં હોય છે, અને તે સાથે તે તે ધર્મના સંપ્રદાય અને પંથમાં પણ હેય છે . ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com