Book Title: Sattvik Sah Chintan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 9
________________ કે સાત્ત્વિક સહચિંતન ચિંતન, રટણ કરવાથી તેમના આત્મગુણોનું આપણામાં અવતરણ થાય છે. માટે ચતુર્વિશતિસ્તવ એટલે ચોવીશ તીર્થંકરોની ભાવપૂર્વક સ્તુતિ કરવી. તીર્થંકર દેવોની સ્તુતિ કરવાથી સાધકને મહાન આધ્યાત્મિક બળ મળે છે. તીર્થંકરોની સ્તુતિથી સાધક તેના અભાવનો નાશ કરી શકે છે. આપણે જ્યારે મંદિરમાં ઘંટ વગાડીએ ત્યારે તેના રણકારથી ઉત્પન્ન થતા ઘોષ-પ્રત્યાઘોષ સાંભળીએ છીએ. આપણા મગજમાં પણ એક ઘંટ હોય છે. આપણે જ્યારે મહાપુરુષોનું કીર્તન કરીએ ત્યારે તેમાં મહાઘોષ ઉત્પન્ન થાય છે. મસ્તિષ્કનું આ કેન્દ્ર શ્રદ્ધાથી સક્રિય થાય છે. કીર્તનના શબ્દોથી ભાસિત ઘર્ષિત થતાં આ ઘંટનો રણકાર થાય. અહીં ધ્વનિતરંગો ઉત્પન્ન થાય. આપણું મગજ કીર્તન વેળાએ એક મંદિર સ્વરૂપ પવિત્ર જ હોય. એમાં મંત્રો-સ્તુતિ રટણ, વંદન વગેરેના આવર્તનને કારણે મસ્તિષ્કમાંથી એક આભા નીકળે છે. આ આભા મહાઘોષનું રૂપ ધારણ કરે છે. મહાનાદના રૂપે ફ્લાઈ પોતાનું પ્રભાવ ક્ષેત્ર નક્કી કરે છે. કીર્તનથી આ પ્રભાવ ક્ષેત્રનો વિસ્તાર થાય છે. પરિણામે ઊર્જાનો સંચાર થાય છે. મહાઘોષની આ વૈજ્ઞાનિક પ્રક્રિયા આત્મશુદ્ધિકરણમાં પરિણમે છે. - લોર્ગીસ સૂત્ર સાડા ત્રણ વલયનું સ્પેક્ટ્રમ છે. સાત ગાથાઓના સાત રંગોમાં કીર્તન અને ભાવનાના બે રંગો ઉમેરાતા નવ રંગો દ્વારા સ્પેક્ટ્રમ બની આપણા જન્મોજન્મનાં કર્મો ખપાવી દે છે. અહીં કીર્તન મગજના બીજા ભાગથી અચેતન મન સુધી પહોંચવું અનિવાર્ય છે. અહીં સમર્પણના ભાવ જ આવશ્યક છે. તીર્થંકર પરમાત્માની સ્તુતિરૂપ આ કીર્તનમાં કર્મોનું છેદન કરવાની અને કષાયોનું નિવારણ કરવાની પ્રચંડ તાકાત છે. આ પ્રચંડ તાકાતની ચરમ સીમા તો કેવળજ્ઞાનનું અનાવરણ કરવા સુધીની છે. આવશ્યક સૂત્રનું ત્રીજું આવશ્યક વંદના છે. વંદન આવશ્યકની શુદ્ધિ માટે એ જાણવું જરૂરી છે કે વંદનીયની યોગ્યતા છે કે નહીં ? અવંદનીયને વંદન કરવાથી દોષ લાગે. અસંયમી કે પતિતને વંદન ન કરાય. દ્રવ્ય અને ભાવ ઉત્તમ પ્રકારના ચારિત્ર્યથી સંપન્ન ત્યાગી, વૈરાગી, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર અને સદરને જ વંદન કરાય. વંદનના આવશ્યકની યથાવિધિ ક્રિયાનું યોગ્ય પાલન કરવાથી વિનયની પ્રાપ્તિ થાય છે, અહંકારનો નાશ થાય છે, ગર્વનો નાશ થાય, તે જીવનમાં આત્મગૌરવ ઉજાગર થાય. વંદનના ત્રણ પ્રકાર છે : જઘન્ય, મધ્યમ ને ઉત્કૃષ્ટ. અનુક્રમે જીવન જીવી સાત્ત્વિક સહચિંતન શિબિર મસ્તક ઝુકાવવું, પંચાંગ નમાવવું અને સાષ્ટાંગ વંદન કરવું. વંદનના બે ભેદ, દ્રવ્ય અને ભાવવંદન. માત્ર દ્રવ્યવંદન કાયાની કસરત છે. પવિત્ર ભાવનાથી ઉપયોગપૂર્વક કરેલ ભાવવંદન ત્રીજા આવશ્યકના પ્રાણ સમાન છે. શ્રીકૃષ્ણ વાસુદેવ અને મિત્ર વીરકકૌલિક ભગવાન નેમિનાથના દર્શનાર્થે ગયા. શ્રીકૃષ્ણ મહારાજાએ ભગવાન નેમિનાથને અને અન્ય સાધુવંદને પવિત્ર શ્રદ્ધા અને ઉચ ભાવપૂર્વક વંદન કર્યું. વીરકકૌલિક પણ કૃષ્ણને વંદન કરતા જોઈ કૃષ્ણને પ્રસન્ન કરવા ખાતર વંદન કરતો રહ્યો. શ્રીકૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો કે, હે ભગવાન ! વંદન કરવાથી મને અને વીરકકૌલિકને શું લાભ થશે ? ભગવાન કહે, હે શ્રીકૃષ્ણ ! તમે ભાવવંદન કર્યું છે તેથી તમે ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત કર્યું. તીર્થકર ગોત્રનો બંધ કર્યા અને કેટલેક અંશે દુર્ગતિનાં બંધનને તોડ્યાં, પરંતુ વીરકકૌલિકે ભાવશૂન્ય વંદન કર્યું છે તેથી તે માત્ર દ્રવ્યવંદન હોવાથી નિષ્ફળ છે. વંદનથી વિનયના ભાવ આવે છે જેથી તે વ્યક્તિ કુટુંબ-પરિવાર અને સમાજમાં વિનયથી વર્તતા લોકપ્રિય બનશે અને પરિવાર અને સમાજમાં પ્રતિષ્ઠિત થશે. ત્રીજા આવશ્યકની વંદનની ક્રિયામાં શરીરવિજ્ઞાન, યોગવિજ્ઞાન અને મનોવિજ્ઞાનનાં પરિબળો કામ કરે છે. નમવાથી આપણું પેટ દબાશે અને પેટ નીચેની પેન્ક્રીયાસમાંથી રસ ઝરશે જે તામસી તત્ત્વને શાંત કરશે. આ શરીરવિજ્ઞાનની પ્રક્રિયા થઈ. સાષ્ટાંગ પ્રણામની સ્થિતિમાં વંદન કરવું એટલે સમગ્ર ક્રિયાથી સમથળપણે પૃથ્વીના સાન્નિધ્યે આપણે દંડવત્ થઈએ ત્યારે વૈશ્વિક ચેતનાનું આપણી સાથે અન સંધાન થતાં જગતની શક્તિનો સહજ પ્રવેશ થાય છે. બાહ્યકતિ સાથે આંતર પરિવર્તન થતાં પ્રણામ-વંદના માટે આપણે જ્યારે નમીએ છીએ ત્યારે ભીતરસ્થિત અહંકાર પણ નમી જાય છે, ઝૂકી જાય છે. આપણામાંથી આપણી ચોપાસ સતત નીકળતું, સર્જાતું અહની સુરક્ષાનું વર્તુળ ભાંગી પડે છે. આ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાથી આપણે રચેલ અહમ્ અને મમની દીવાલોમાં તિરાડ પડે છે. શરણાગતિનો આત્યંતર ભાવોના પ્રવેશ માટે સહાયક બને છે. આ વંદનની ક્રિયામાં પવિત્ર ભાવના ભળવાથી આ ક્રિયા ભાવવંદના બને છે. લોકોત્તર વંદનની આ યાત્રા શરણાગતિમાં પરિણમે છે. વંદના આવશ્યક દ્વારા જ સાધક સપુરપ કે પરમાત્માનું શરણું અંગીકાર કરી શકે છે જે ભાવદીક્ષાનું પ્રેરક છે. આવશ્યક સૂત્રનું ચોથું આવશ્યક પ્રતિક્રમણ છે, મન, વચન અને કાયાથી સ્વયં પાપ કર્યું હોય, અન્ય પાસે કરાવ્યું હોય કે અનુમોદન કર્યું હોય તેની નિવૃત્તિ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80