________________
જ્ઞાન સામર્થ્ય :
સાત્ત્વિક સહચિંતન
વૈદ્ય ખાય વિષ તે છતાં, પણ તે મરે ન જેમ; ઉદયકર્મ વેદે છતાં, જ્ઞાની અબંધ એમ. (૧૯૫)
જેમ વૈદ્ય ઔષધ રસાયણની જાણકારીને કારણે વિષ ખાવા છતાં મરતો નથી તેમ જ્ઞાની ભેદજ્ઞાનનરૂપ અમોઘ, અધ્યાત્મવિદ્યાના બળે રાગદ્વેષ બંધના કારણ એવા પુદ્દગલ કર્મના ઉદયને વેદતા છતાં બંધાતાં નથી. આ જ્ઞાનનાં સામર્થ્યને કારણે થાય છે.
વૈરાગ્ય સામર્થ્ય :
અરુચિથી મદિરા પીએ,
તે જન થાય ન મત્ત; ભોગવતાં બંધાય ના જ્ઞાની તેમ વિરકત
(૧૯૬)
જેમ અચિ હોવાથી મદિરા પીવા છતાં તીવ્ર અરતિભાવના સામર્થ્યથી ઉન્મત્ત થતો નથી તેમ જ્ઞાનીને વિષયો પ્રત્યે તીવ્ર વૈરાગ્ય હોવાથી ઉદયાનુસાર વિષયસુખ ભોગવવા છતાં બંધાતા નથી. તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યયોગને કારણે આમ થાય છે.
નિર્જરાના બીજા બે પ્રકાર દેશનિર્જરા અને સર્વનિર્જરા છે.
દેશનિર્જરા : જ્ઞાનાવરણીયાદિ કર્મોનું સર્વથા સંપૂર્ણપણે નહીં, પરંતુ આંશિક અર્થાત્ દેશિક થોડા પ્રમાણમાં ક્ષય થવું તે દેશનિર્જરા. આત્મગુણો સર્વથા પ્રગટ થતા નથી પણ થોડા પ્રમાણમાં પ્રગટ થાય છે.
સર્વનિર્જરા : જ્ઞાનાવરણીયાદિ કર્મોનો સર્વથા સંપૂર્ણપણે જડમૂળમાંથી ક્ષય થવો, નાશ થવો તે સર્વનિર્જરા. ઘાતી કર્મોની સર્વનિર્જરા તેરમા ગુણસ્થાને થાય અને સર્વકર્મોની સર્વનિર્જરા ચૌદમા ગુણસ્થાને મોક્ષ પામવાથી થાય છે. તત્ત્વાર્થ સૂત્રમાં શ્રી ઉમાસ્વાતિજીએ જણાવ્યું છે કે, “નવર્મક્ષયો મોક્ષઃ” – સંપૂર્ણ કર્મના ક્ષયને મોક્ષ કહ્યો છે.
=
નવ તત્ત્વમાં નિર્જરાને સાતમું તત્ત્વ જણાવ્યું છે. બાર ભાવનામાં નવમી નિર્જરાભાવના છે. તત્ત્વાર્થ સૂત્રમાં નિર્જરા અનુપ્રેક્ષામાં જણાવ્યું છે, “કર્મનાં બંધનોને નષ્ટ કરવાની વૃત્તિને દઢ કરવા માટે વિવિધ વિપાકોનું ચિંતન કરતાં સમાધાનવૃત્તિને સાધવી અને જ્યાં શક્ય હોય ત્યાં તપ અને ત્યાગ દ્વારા કુશળ
૧૦૧
* સાત્ત્વિક સહચિંતન
પરિણામની પ્રાપ્તિ થાય તેવા પ્રકારનાં સંચિત કર્મોને ભોગી લેવા એ જ શ્રેયષ્કર છે એવું ચિંતન નિર્જરભાવના છે.''
આગળ પૂર્વજો કેવળજ્ઞાન પામ્યા તે કઈ રીતે શક્ય થયું ? કર્મોનો ક્ષય કેવી રીતે કર્યો ? આપણા પર જ્ઞાનાવરણાદિ કર્મોનાં આવરણો હટાવી નિરાબાધ અને અમર પદને કેવી રીતે પામ્યા? કયા પુરુષાર્થથી કર્મોની નિર્જરા કરી ? ઇત્યાદિ વિચારણા કરવી એ નિર્જરાભાવના છે.
બાહ્ય અને અંતરતપના સહારે, સમ્યગ્ જ્ઞાનપૂર્વક કર્મોની નિર્જરા કરી પંચમતિને સહુ પામીએ એ જ અભ્યર્થનાસહ.
કર્મનિર્જરાની પ્રક્રિયાની શાસ્ત્રીય વાત થોડી જટિલ છે. હવે આપણે આ વાતને સરળતાથી સમજીએ...
નિર્જરાભાવનાની અનપ્રેક્ષા કરતાંકરતાં કર્મ પ્રક્રિયાને સમજી લેવી જરૂરી છે. અગાઉ આપણે આશ્રય અને સંવર વિશે વાત કરી ગયા. નવાં આવતાં કર્મોના પ્રવાહને અટકાવવા જેમ પુરુષાર્થ જરૂરી છે તેમ અગાઉનાં કાર્યોને ખપાવવા પણ પુરુષાર્થ જરૂરી છે. દરેક સમયે સાત કર્મો બંધાય છે. ભલે ઉદયમાં આઠ કર્મો હોય, પરંતુ ઉદય કરતાં કર્મબંધ વધારે થયો હોવાથી આત્મા પર કર્મોના ઘર બંધાતા જાય છે. આત્મા પર કર્મોનો ભાર ઓછો કરવા તેનો નિકાલ કરવો જરૂરી છે. આ નિકાલની પ્રક્રિયા એ જ નિર્જરાભાવના છે. કર્મનો બંધ આત્મા સાથે થાય છે, તે વખતે તેની સ્થિતિ પણ નક્કી થાય છે. એ સ્થિતિ એટલે ઉદયકાળ. કર્મ વિપાક ફળ ક્યારે ઉદયમાં આવી શકે તેનો નિર્ણય સ્થિતિબંધ કરે છે. એ સમયની પ્રાપ્તિ થાય તે પહેલા કર્મ પડ્યું રહે, કંઈ પણ ફળ ન આપે, તે વચગાળાના સમયને અબાધાકાળ કહેવામાં આવે છે.
આવી રીતે અનેક કર્મો આત્માને ચોંટેલાં હોય છે. તે કર્મોની ઉદયકાળ પહેલાં ઉદીરણા કરવી એટલે નીચે પડેલા હોય તેને સપાટી પર ખેંચી લાવી, ઉદય સન્મુખ (ઉદય સન્મુખ એટલે કોઈ આપણા ઘરમાં પ્રવેશ ન કરે, પણ ઘરનાં દ્વાર સુધી આવી મોઢું બતાવી જાય) કરી એને ખેરવી નાખવા એ નિર્જરા કહેવાય છે. કર્મને નિર્જરવા એટલે તેની શક્તિ મંદ પાડી દેવી અથવા ખેરવી નાખવા. નિર્જરા બે પ્રકારનું કાર્ય કરે છે. કર્મની સોય અને શક્તિને નિર્બળ કરી નાખે છે. એ કર્મની સ્થિતિ ઓછી કરી નાખે અને કર્મનો રસ મંદ કરી નાખે છે. શૂળીની સજા સોયથી
૧૦૨