Book Title: Sattvik Sah Chintan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 70
________________ જો જો સાત્ત્વિક સહચિંતન સિક ઇન્દ્રિયોનું દમન એ ભલે તપ હોય, પણ એ બાહ્ય તપ છે, આત્યંતર તપ નહિ. આત્યંતર અને આધ્યાત્મિક તપ તો બીજું જ છે અને આત્મશુદ્ધિ સાથે એને અનિવાર્ય સંબંધ છે. ભગવાન મહાવીરે નિગ્રંથ પરંપરામાં પહેલેથી પ્રચલિત શુષ્ક દેહદમનમાં સુધારો કર્યો, ત્યાં બીજી તરફ શ્રમણ પરંપરાઓમાં પ્રચલિત જુદીજુદી જાતનાં દેહદમનોને પણ અપૂર્ણ તપ કે મિથ્યા તપ તરીકે ઓળખાવ્યાં. તેથી એમ કહી શકાય કે તપોમાર્ગમાં દેવાધિદેવ મહાવીરનું વિશિષ્ટ અર્પણ છે અને તે એ કે કેવળ શરીર અને ઇન્દ્રિયોના દમનમાં સમાઈ જતા તપ શબ્દના અર્થને એમણે આધ્યાત્મિક શુદ્ધિના બંધાય ઉપાયો સુધી વિસ્તૃત કર્યો. એટલા માટે જૈન આગમોમાં ઠેરઠેર આત્યંતર અને બાહ્ય, એમ બન્ને પ્રકારનાં તપોનો નિર્દેશ સાથોસાથ મળે છે. બદ્ધ તપની પૂર્વે પરંપરાનો ત્યાગ કરીને ધ્યાન સમાધિની પરંપરા પર જ વધારે ભાર આપ્યો હતો. તેમણે બાહ્ય તપનો પક્ષ લીધો નથી. જ્યારે ભગવાન મહાવીરે બાહ્ય તપમાં આંતરદૃષ્ટિ ઉમેરી એને અંતર્મુખ બનાવ્યું. સરનાં મોક્ષસાધનાનાં વચનો તે પણ પરમાર્થ. તપસ્યા લૌકિક માટે નહિ, | ઈહલૌકિક કે પરલૌકિક હેતુ માટે પણ નહિ, પરંતુ માત્ર કર્મનિર્જરા અર્થે છે. જોગિક કે સાત્ત્વિક સહચિંતન શિબિર યોજાઈ યોગ્ય વ્યક્તિના માર્ગદર્શન દ્વારા આ સાધનાપદ્ધતિ ઉપકારક નીવડી શકે છે. ભાવપૂર્ણ ક્રિયા અને જ્ઞાનનો સમન્વય જૈન ધર્મ આચાર ધર્મ છે. યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે, જ્ઞાન અને ક્રિયા બન્ને હોય ત્યારે જ મોક્ષપ્રાપ્તિ થાય છે. અંતરમાં ત્યાગ વિરાગ ન હોય તો જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ભોગવિલાસમાં સુખશીલ જીવન ગુજારે અને એમ કહેવું કે આ બધી મુદ્દગલની ક્રિયા છે, આત્માને તેનો કોઈ સ્પર્શ થતો જ નથી, તો તે ખોટી આત્મવંચના છે. ત્યાગ અને વૈરાગ્ય આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. એટલા માટે જ મુનિધર્મ વિકટ છે. ગૃહરથોને પણ અણુવ્રતોથી સંયમ અને તપના માર્ગે જવાનું કહ્યું છે. ભગવાન મહાવીર તીર્થંકર નામકર્મ બાંધીને જનમ્યા, છતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ પહેલાં સાડા બાર વર્ષની ઘોર તપસ્યા કરવી પડી. અસહ્ય પરીષહો અને ઘોર ઉપસર્ગો સહન કરવા પડ્યા. ઇન્દ્ર અને દેવો બચાવ કરવા આવ્યા ત્યારે તેમને કહ્યું કે તમારી મદદ-સહાય નહીં સ્વીકારું, કારણકે મારા કર્મો મારે જ ખપાવવાં પડશે. માત્ર નિશ્ચયની વાતો કરી સવ્યવહારને લોપે અને સાધન (ત્યાગ, વૈરાગ્ય, ત૫) તજી દે તે ઉચિત નથી. નિશ્ચય વાણીના મહાન ગ્રંથ સમયસારનો સંદર્ભ આપી જીવનમાંથી ધાર્મિક ક્રિયા, આધ્યાત્મિક અનુષ્ઠાનો (તપ)નો ભેદ ઉડાડી દેવો તે પરમાગમનું સન્માન નથી. આત્માર્થી આવું કદી ન કરે. તે તો વ્યવહાર અને નિશ્ચયનો સમન્વય જુએ. તપ વિના વાસના કષાયો પાતળા પડતા નથી, તેથી દેહાધ્યાસ (દહની આસક્તિ) છૂટતો નથી. દેહાધ્યાસ ન છૂટે ત્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી. આ આંતરયુદ્ધ નિરંતર ચાલે છે. આત્માના સ્વરૂપની માત્ર વાતો કરવાથી આત્મજ્ઞાન થતું નથી. તેમણે ત્યાગ, વૈરાગ્યની સમક્તિ સાધના પર ભાર મૂક્યો છે. સાચી સમજણથી જ્ઞાનયુક્ત અને ભાવનાસભર તપ જ કર્મનિર્જરાનું કારણ બની શકે છે. અજ્ઞાનીનાં લાખો વર્ષનાં તપ કરતાં જ્ઞાનીના એક શ્વસોચ્છવાસ જેટલી તક્રિયા વધુ કર્મનિર્જરા કરે છે. પંડિત સુખલાલજીએ તપની વિશેષતાનું નિરીક્ષણ ઊંડાણથી કર્યું છે. તેમના મતે બુદ્ધની જેમ મહાવીર પણ કેવળ દેહદમનને જીવનનું ધ્યેય ગણતા ન હતા, કારણકે આવાં અનેક તપ કરનારાઓને તાપસ કે મિથ્યા તપ કરનારા કહ્યા છે. ભગવાન મહાવીરે પરંપરાથી ચાલ્યાં આવતાં સ્થળ તપનો સંબંધ આધ્યાત્મિક શુદ્ધિ સાથે અનિવાર્યપણે જોડી દીધો અને કહી દીધું કે બધી જાતના કાયાકલેશ, ઉપવાસ વગેરેથી શરીર અને ૧૩૧ - ૧૩ર :*

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80