Book Title: Sattvik Sah Chintan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 68
________________ કે સાત્ત્વિક સહચિંતન અને પેલો ચોફાળ પણ વહોરાવી દીધો. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે તેને ગ્રહણ કર્યો. કેટલાક દિવસ પછી શ્રી હેમચંદ્રાચાર્ય પાટણ પધાર્યા. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું. સામૈયાની શોભાયાત્રામાં મહારાજ પોતે પણ સામેલ હતા. શ્રી હેમચંદ્રાચાર્યનો ચોફાળ જોઈ રાજાએ કહ્યું, “ભગવાન, આપ તો મારા ગુરુ ગણાવ, આપ જે આવા જાડા ચોળ જેવાં કપડાં પહેરો તે જોઈ મને શરમ આવે છે.' શ્રી હેમચંદ્રાચાર્યે માર્મિક જવાબ આપ્યો, ‘હા, બીજી રીતે પણ તમે શરમના અધિકારી તો છો જ.' રાજાએ આશ્ચર્યસહ પૂછ્યું, ‘ગુરુદેવ ! બીજી રીતે એટલે ?'' શ્રી હેમચંદ્રાચાર્યે કહ્યું, ‘જો ભાઈ, અમને મુનિઓને શું ? અમને અલ્પ, બહુમૂલ્યવાન, જાડાં અને જીર્ણ વસ્ત્રો પણ શોભે, પણ તમે તો રાજા છો, તમારા જ રાજ્યમાં સાધર્મિક ગરીબ અને કંગાળ હાલમાં રહે તે શરમજનક કહેવાય કે નહીં ?' રાજા મર્મ પામી ગયા. આચરણને કારણે આ ઉપદેશની એવી અસર થઈ કે કુમારપાળે સાધર્મિક ભક્તિ પાછળ દર વર્ષે એક કરોડ સોનામહોર ખર્ચવાનો નિર્ણય કર્યો અને આ રીતે સતત ૧૪ વર્ષમાં ચૌદ કરોડ સોનામહોરોનો સદ્વ્યય કર્યો. ઇતિહાસમાં કુમારપાળે સાધર્મિક વાત્સલ્યમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું. ભગવતી સૂત્રના બારમા શતકના પહેલા ઉદ્દેશકમાં શંખ પોલીની વાત આવે છે, જે અવારનવાર સમૂહભોજન યોજતો. હાલ ગુરુભગવંતો પર્યુષણનાં કર્તવ્યોમાં શ્રાવકો માટેનું એક કર્તવ્ય સ્વામીવાત્સલ્ય ગણાવે છે, જેમાં સાધર્મિકોની સમૂહભોજન દ્વારા ભક્તિ કરવાની વાત અભિપ્રેત છે. જૈન કથાનુયોગમાં તામલી તાપસના ચરિત્રમાં સંન્યાસ વખતે તે બહુ જ મોટા પાયા પર સમૂહભોજનનું આયોજન કરે છે. વર્તમાને દીક્ષા મહોત્સવ પ્રસંગે સ્વામીવાત્સલ્યનું જે આયોજન થાય છે તે સાધર્મિક ભક્તિ જ છે. માનવસર્જિત કે કુદરતી આફતો વખતે કરાતી સાધર્મિક ભક્તિ મૂલ્યવાન છે. કપરા સમયે કહેવાય છે કે જગડુશા શેઠે લાડવા બનાવડાવ્યા. એ લાડવાની અંદર સોનુંરૂપે મૂક્તા. કોઈની સામે હાથ લંબાવી શકતાં ન હતાં અને ભૂખે મરવાનો વારો આવતો હતો એવાં કુટુંબો ઘણાં હતાં. દરરોજ વહેલી પરોઢે જગડુશા ખુદ જાતે જઈ જરૂરિયાતવાળાં, આબરૂદાર એવાં કુટુંબોમાં લાડવાની પ્રભાવના કરતા. આ લાડવા ‘જગડુશાના લપિંડ'ના નામે પ્રસિદ્ધ થયા. છોકરા સાત્વિક સહચિંતન શિબિર વર્ષો પહેલાં પાટણમાં હજારો જૈન કુટુંબો વસવાટ કરતાં. આજીવિકા કે આરોગ્ય કે કોઈ અગમ્ય કારણસર કોઈ જૈન કુટુંબને પોતાનું વતન છોડી પાટણ વસવાટ કરવા આવવું હોય તો પાટણના પ્રત્યેક સમૃદ્ધ ટુંબ તેને એકએક સોનામહોરની મદદ કરતા. હજાર સોનામહોરથી તે માણસ ઘર અને ધંધા-વ્યવસાયમાં સ્થિર થઈ શકતો. થોડાં વર્ષોમાં સદ્ધર થઈને ફરી તે સમાજને આ મદદની રકમ પરત કરતો. આમ સેંકડો ઢુંબોને સ્થિર વસવાટ કરવામાં સહાય થતી સાધર્મિક ભક્તિનો આ અનન્ય દાખલો છે. વ્યવહાર સમક્તિના ૬૭ બોલમાં દસ પ્રકારના વિનયમાં એક સાધર્મિક વિનય કહ્યો છે, જે સાધર્મિક ભક્તિનો એક પ્રકાર છે. ઔપપાતિક સૂત્રમાં દસ પ્રકારની વૈયાવચ્ચમાં સાધર્મિકની વૈયાવચ્ચને સ્થાન આપ્યું છે જે સાધર્મિક ભક્તિ જ છે. - બાવીસમા તીર્થંકર નેમિનાથના શાસનમાં કૃષ્ણ પરમાત્માએ જાહેર કરેલ છે, જે પરિવારમાંથી તેનું સંતાન ભગવતી દીક્ષા અંગીકાર કરી સંયમ પંથે જાય તેનાં માતાપિતા અને પરિવારની જરૂરિયાત પ્રમાણે હું ભરણપોષણની વ્યવસ્થા કરીશ. આ પ્રકારની સાધર્મિક ભક્તિ જિન શાસનની ઉત્કૃષ્ટ પ્રભાવના કહેવાય. જૈન કથાનુયોગમાં તો ઠેરઠર સાધર્મિક ભક્તિનાં જ્વલંત ઉદાહરણ જોવા મળે છે. હવે વર્તમાન પરિસ્થિતિના સંદર્ભ સાધર્મિક ભક્તિનું વિશ્લેષણ જરૂરી છે. મોટાં શહેર અને મધ્યમ કક્ષાનાં શહેરોમાં સાધર્મિકોને યોગ્ય જગ્યાએ આવાસની વ્યવસ્થા ખૂબ મુશ્કેલ બની છે. સાધર્મિકો માટે ધર્મસ્થાનકો સહિતની કૉલોની-સોસાયટીમાં રાહતના દરે આવાસ મળે તેવી વ્યવસ્થા જરૂરી છે. જૈનોનું માતબર ડોનેશન કેળવણી ક્ષેત્રે છે. અન્ય ટ્રસ્ટો ચલાવતી કૉલેજોમાં જૈનોનાં સંતાનોના ઍડમિશન માટે કૅપિટેશન ફી પેટે જૈનો કરોડો રૂપિયા પ્રતિવર્ષ ખર્ચે છે, તો જૈનાના ટ્રસ્ટ દ્વારા જ આવી કૉલેજો અને ગુરફળની સ્થાપના જરૂરી છે. મોટાં શહેરોમાં વયસ્કો માટે ટિફિન અને ભોજનાલયોની વ્યવસ્થા રાહતના અલ્પ દરે કરવી જરૂરી છે. હૉસ્પિટલ, ડાયગ્નોસીસ સેન્ટર, આયુર્વેદ અને કુદરતી ઉપચાર કેન્દ્રો દ્વારા નિર્દોષ ચિકિત્સા અને ઉપચાર વાજબી દરે સાધર્મિકોને અને નિઃશુલ્ક સંત-સતીજીઓને મળે તે જરૂરી છે. સત્ત્વશીલ, સાધર્મિક પ્રતિભાવંતને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ રાસભા, લોકસભા અને વિધાનસભામાં ચૂંટીને મોકલવાથી શાસન અને સાધર્મિકોનો ઉત્કર્ષ થશે. જૈન સોશિયલ ગ્રુપ અને જૈન જાગૃતિ સેન્ટર્સ ઉચ્ચ અભ્યાસ, તબીબી સહાય અને સ્વરોજગાર માટે કાર્ય કરે છે તે અનુમોદનીય છે, પરંતુ અનેક ટ્રસ્ટો કરી શકે તે ૧૨૮ ૧૨૭

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80