________________
જોક સાત્ત્વિક સહચિંતન શિબિર
જેમાં સાત્ત્વિક સહચિંતન બચાવી શકે. એકાંત યિાવાદ કે એકાંત જ્ઞાનવાદ મોક્ષ તરફ જવાના માર્ગે નહીં લઈ જઈ શકે. જ્ઞાનની આંખ અને ક્રિયાની પાંખ દ્વારા જ આતમપંખી ઊર્ધ્વગમન કરી શકે.
મારી વિચારધારા, દૃઢ માન્યતા અને આગ્રહને કારણે હું ત્યાગમાર્ગમાં પણ શાંતિ મેળવી શકું નહીં. કામરાગ અને સ્નેહરાગથી છૂટવું હજી સહેલું છે, પણ દૃષ્ટિરાગથી મુક્ત થવું કઠિન છે.
દૃષ્ટિરાગથી પરાધીન એવા મને મારી દયા આવે છે. દયા-ધર્મના જ્ઞાતાઓએ કહ્યું છે કે, પહેલાં સ્વદયા પછી પર દયા. સ્વદયા એટલે પોતાનાં જ્ઞાન, શાંતિ, આનંદ અને સમત્વના ભાવપ્રાણ હમણવા ન દેવા તે. અહીં પળેપળે ભયંકર ભાવમરણથી આત્મરક્ષણની વાત અભિપ્રેત છે. પોતાના ભાવપ્રાણ હણાય તેવી પ્રવૃત્તિ સ્વહિંસા છે, જ્યારે બીજાના ભાવપ્રાણ હણાય તેવી પ્રવૃત્તિ પરહિંસા છે.
સાધનામાર્ગે આગળ વધતો સાધક વિવેક અને જયણા દ્વારા લોહી વહે તેવી સ્થળ હિંસા તો સહજ નિવારી શકે, પરંતુ અહીં આગળ વધીને સૂક્ષ્મ અહિંસાનું ચિંતન કરવાનું છે. લોહી ન વહે તેવી હિંસાથી બચવાનો પુરુષાર્થ સાધકનો સમ્યક પુરુષાર્થ છે અને ભગવાન મહાવીરે ચિંધેલ અનેકાંત વિચારધારાનું આચરણ જ તેમાં સહાયક બની શકે.
સાધર્મિક ભક્તિ જિન શાસનની ઉત્કૃષ્ટ પ્રભાવના
પૂર્વાચાર્યોએ ‘જિન શાસનમાં સાધર્મિક ભક્તિનું ઉત્કૃષ્ટ સ્થાન છે' એ વાત સમયે સમયે કહી છે. વળી શ્રાવકનાં કર્તવ્યોમાં સાધર્મિક ભક્તિને એક અગત્યનું અંગ ગયું છે.
ભગવાન મહાવીરની વાણી, જિન આગમ શ્રી ભગવતી સૂત્રના સોળમા શતકના બીજા ઉદશકમાં સાધર્મિકનું કથન અવગ્રહના સંદર્ભે જોવા મળે છે. સમાન ધર્મનું, એક જ ધર્મનું આચરણ કરનાર સહધર્મિકો, તે સાધર્મિક છે. તેથી એક રીતે જોઈએ તો સાધર્મિક ભક્તિ તે જિન શાસનની પ્રભાવના જ છે. આવા પ્રકારનું કાર્ય કરનાર અને લાભ લેનાર બન્નેની ધર્મમાં શ્રદ્ધા બળવત્તર બને છે.
પૂર્વાચાર્યો આચરણ દ્વારા સાધર્મિક ભક્તિની પ્રેરણા કરતાં તે ઘટનાઓ જૈન ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંક્તિ છે.
- શાકંભરી નગરીમાં ધનાશાહ નામે શ્રાવક રહેતા હતા. નામ ધનાશાહ, પણ ધનનું નામનિશાન ન મળે. તેમની સ્ત્રી રેંટિયો કાંતે, સૂતર કાઢે અને ધનાશાહ તેનું કાપડ વણાવી વેચે. આમ કરી પતિ-પત્ની પોતાનું ગુજરાન ચલાવતાં હતાં. એક વખત ધનાશાહે પોતાના માટે જ સૂતર કંતાવી તેમાંથી ચોફાળ વણાવ્યો, જેથી શિયાળામાં ઓઢવા કામ આવે.
એક દિવસ શાકંભરી નગરીમાં મહારાજા કુમારપાળના ગુરુ પૂ. શ્રી હેમચંદ્રાચાર્ય પધાર્યા. એમને મન તો શ્રીમંત અને રંક સો સમાન હતા. આવા મહાન આચાર્ય પોતાની નગરીમાં પધારતાં ધનાશાહને ખૂબ ભાવ આવ્યો એટલે તેમણે સૂઝતો આહાર વહોરાવ્યો
: ૧૨૬
૧૨૫