Book Title: Sattvik Sah Chintan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 65
________________ સાત્ત્વિક સહચિંતન આપણે મહાસંઘો અને મહાજન સંસ્થા જેવાં સંગઠનોને ખૂબ જ મજબૂત બનાવવા જોઈએ. આપણાં સાધુ-સાધ્વીજીઓ શ્રમણ સંસ્કૃતિની ધરોહર છે. આપણી પાસે સાધુસંપદા અલ્પ છે. જિન શાસનની આ અમૂલ્ય સંપદાને સાચવવી એ આપણી ફરજ છે. સંયમપંથમાં સાધુતાની પગદંડી પર વિહરતા સંતોનું જીવન દિવ્ય હોય છે. મતિની નિર્મળતા અને સાધનાના પરિણામરૂપે સંતોના જીવનમાં સહજભાવે લબ્ધિ થતી હોય છે. જૈન દર્શન ચમત્કારમાં માનતું નથી. સાધુજીની સમાચારી પ્રમાણે સંતસતીજીઓને લબ્ધિપ્રયોગ પ્રદર્શનનો નિષેધ છે. સ્વસુખ કે લોકપ્રિયતા માટે સંતો કદી આવા પ્રયોગો કરતા નથી. ભૌતિક સુખની ઝંખના કરતી આ દુનિયામાં તન-મનના દુઃખીઓનો કોઈ પાર નથી. શારીરિક રોગ, માનસિક રોગ, પ્રેમમાં નિષ્ફળતા, ડિપ્રેશન, તાણ, હતાશા, ધંધામાં મુકેલી, સંતાનની આશા, વહેમ, દરિદ્રતા, વળગાડ, ધન અને પદ માટે લાલચ વગેરે કામનાવાળો લોકપ્રવાહ સતત સંત-સતીજીઓ પાસે આવતો હોય છે. તેઓની અપેક્ષા સંત પાસેથી દોરા, ધાગા, તંત્ર, માદળિયાં અને ચિત્ર-વિચિત્ર વિધિઓ દ્વારા પોતાનું કામ પાર પાડવાની હોય છે. સાંસારિક દુઃખો દૂર કરવા, ભૌતિક સુખો મેળવવા અને ક્ષુલ્લક કારણોસર ગુરુ પાસે લબ્ધિપ્રયોગ કરવા વિનંતી કરવી તે “શ્રાવકાચારથી તદ્દન વિપરીત છે. આજે પણ કેટલાય સંતોના જીવનમાં વચનસિદ્ધિ અને અન્ય લબ્ધિ પ્રગટેલી હોય છે. સંતો પોતાની સાધનાના પરિપાકરૂપે પ્રગટેલી સહજલબ્ધિનો પ્રયોગ વિનાકારણ ન જ કરી શકે. ચતુર્વિધ સંઘની પ્રતિષ્ઠા સાચવવા, શીલની રક્ષા કે કટોકટી સમયે સંઘ અને ધર્મપ્રભાવના ટકાવવા, તપસ્વી, તીર્થ અને ધર્મની રક્ષાના અર્થે છેલ્લા ઉપાય તરીકે અનિવાર્ય સંજોગોમાં માત્ર કરુણાબુદ્ધિથી આ પ્રયોગ કરે છે. જો શિષ્યનું આમાં જરા પણ ખેંચાણ હોય તો ગીતાર્થ ગ્રુભગવંત એને ચેતવે છે. “ચમત્કારનો માર્ગ તો સંસાર વધારવાનો અને આત્માને ખોવાનો માર્ગ છે. એમાં તો આપણા અંતરઆત્માનો અવાજ સંધાય અને દુનિયા છેતરાય એ વળી પાંચ જાંબુ માટે હીરાના સોદા જેવો ખોટનો ધંધો થયો કહેવાય.” ઈતિહાસનાં પૃષ્ઠો તપાસતાં જણાયું છે કે લબ્ધિપ્રયોગને કારણે કેટલાક સંતો પર શિથિલાચારના આરોપ અને આક્ષેપ થયા છે. ૧૨૧ અરજી સાત્ત્વિક સહચિંતન શિબિર ચતુર્વિધ સંઘ અને જિન શાસનનું હિત જૈન પત્રકારને હૈયે વસેલું હોય. પત્રકારને શ્રાવકાચાર પ્રત્યેની સભાનતા અને સાધુજીની સમાચારી પ્રત્યે પૂર્ણ જાણકારી હોવી જોઈએ. શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાની ભાવના હોવી જોઈએ. ધર્મ શાસનની હિલના થાય તેવા લેખો કે સમાચારો તે ક્યારેય પોતાનાં પુત્ર કે પત્રિકામાં પ્રગટ કરે નહિ. ઉતાવળે અને વિવેકબુદ્ધિ વગર સત્યાસત્યનું અન્વેષણ કર્યા વિના ચેનલમાં સમાચારો ટેલિકાસ્ટ કરવા તે ઘોર અપરાધનું કારણ છે. જિન શાસનની ગરિમા જળવાય તે રીતે વર્તમાન સમસ્યાઓ, તિથિ કે તીર્થની ચર્ચાનું સમ્યફ વિશ્લેષણ કરે. ( પત્રકાર હંમેશાં પીળા પત્રકારત્વ-Yellow Journalismથી દૂર રહે. લાલચરહિત, સ્થાપિત હિતોના દબાણ હેઠળ આવ્યા વિના તટસ્થબુદ્ધિથી Activist- એક્ટિવિસ્ટ જર્નાલિસ્ટ, કર્મશીલ પત્રકાર હોય. પત્રકાર લોકમત કેળવનાર લોકશિક્ષક છે. જ્યારે અર્ધસત્ય અને વિકૃત અહેવાલો કે સમાચારોથી સમાજ વિક્ષબ્ધ બને, શાસનમાં કટોકટી સર્જાય, ભોળા શ્રદ્ધાળુ કે યુવા વર્ગની ધર્મ પ્રતિ શ્રદ્ધા ડગમગે ત્યારે જૈન પત્રકાર ધીર-ગંભીર બની ડહોળાયેલા નીરને નિર્મળ કરે. સુનામીનાં પ્રચંડ મોજાંને સરોવર જેવું શાંત કરે અને શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરવાનો સમ્યક્ પુરુષાર્થ કરી શ્રમણ સંસકૃતિની અસ્મિતાને ઉજાગર કરવાનો પુરુષાર્થ કરે. જૈન ધાર્મિક શિક્ષણ બોર્ડ, મેજિક ટચ કે લૂક ઍન્ડ લર્ન જેવાં સેન્ટરો દ્વારા બાળકોને નાની વયથી જૈન ધર્મનું શિક્ષણ આપવામાં આવે, યુવાનોને સાત્વિક વિકલ્પ પૂરો પાડી ધર્મ અને સેવાકીય પ્રવૃત્તિમાં એલર્ટ યંગ ગ્રુપ, વીર સૈનિક કે અહમ યુવા સેવા ગ્રુપ જેવી પ્રવૃત્તિમાં જોડવામાં આવે, ઘરઘર અને જનજન સુધી ભગવાન મહાવીરના ઉપદેશગ્રંથો “આગમ’ પહોંચાડવામાં આવે અને ગુરઆજ્ઞાથી તેનો સ્વાધ્યાય કરવામાં આવે. ચતુર્વિધ સંઘને જોડતી મજબૂત કડીરૂપ ધર્મપ્રચારક, ધર્મપ્રભાવક, સમણ-સમણી શ્રેણી કે સુવ્રત સમુદાયને જિન શાસનમાં નક્કર સ્થાન આપવાથી આવી સમસ્યાઓ નહિવત્ ઉદભવશે. અમુક સંપ્રદાયની જેમ ગીતાર્થ ગુરુભગવંતની નિશ્રામાં, પ્રતિવર્ષ દરેક સંપ્રદાય - કિા કે ગચ્છ દ્વારા ચતુર્વિધ સંઘનું “મર્યાદા મહોત્સવ અને અનુમોદના સમારોહ”નું આયોજન થવું જોઈએ. આ મહોત્સવમાં વીતેલા વર્ષ દરમિયાન બનેલી ઘટનાઓ અને પ્રસંગો પર કેટલુંક વિહંગાવલોકન, કેટલીક મહત્ત્વની બાબતો પર ચિંતન કે ગંભીર ચર્ચા કરવામાં આવે. * ૧૨૨ -

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80