Book Title: Sattvik Sah Chintan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 75
________________ કે સાત્ત્વિક સહચિંતન સ્વીકૃતિ અરજી કરી મેળવવાની રહેશે. આચારસંહિતામાં કોઈ પણ પ્રકારનો દોષ લાગશે તો શુદ્ધિકરણ માટે બે વાર પ્રાયશ્ચિત્ત આપવામાં આવશે. ત્રીજી વારના દોષ વખતે પુનઃ વેષપરિવર્તન કરાવી સંસારી કુટુંબીજનોને સોંપી દેવામાં આવશે. આચારસંહિતાથી વિપરીત કે જૈન ધર્મની હિલના થાય તેવું કૃત્ય કરનાર સામે “જય પાર્શ્વ પવોદય ઇન્ટરનેશનલ' સંસ્થા કડક કાર્યવાહી કરશે. સમણસમણીને નિશ્ચિત સ્થળે મોકલવાની વ્યવસ્થા સંસ્થા કરશે. પ્રચાર-પ્રસાર વખતે વાહન વાપરવાની અને ટિફિન ગોચરીની છૂટ સ્વીકારાઈ છે. મુમુક્ષુ ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા આગમના શિક્ષણની વ્યવસ્થા છે. વ્યાવહારિક શિક્ષણ માટે સ્નાતક (ગ્રેજ્યુએટ), અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએટ - Ph.D.)ના શિક્ષણની વ્યવસ્થા જયમલલાલ, જ્ઞાન મલેચા સ્વધ્યાય ભવન, વેપેરી, ચેન્નઈ મધ્ય કરવામાં આવે છે. અનુપ્રેક્ષા ધ્યાનપદ્ધતિ દ્વારા ધ્યાનસાધના પર ભાર આપવામાં આવે છે. જયમલ સ્થા. જૈન સંઘની આ સમણીઓ જ્યાં જ્યાં સંતો ન પહોંચી શકતા હોય તેવા ક્ષેત્રમાં શાસનની પ્રભાવના કરશે. પોતાના ઉત્કૃષ્ટ આચાર દ્વારા આબાલવૃદ્ધોને પ્રભાવિત કરશે અને વીતરાગ ધર્મની પાવન ધરાને ઘરઘરમાં પ્રવાહિત કરશે. તેરાપંથ જૈન સંપ્રદાય અને સ્થાનકવાસી શ્રી જયમલ જૈન સંઘની સમણ શ્રેણી પરંપરા ચતુર્વિધ સંઘ, સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાને જોડતી મજબૂત કડીરૂપ સાંકળનું કાર્ય સુપેરે કરી છે, ત્યારે જૈનોના અન્ય સંપ્રદાય અને ફિરકાઓએ આવી શ્રેણી શરૂ કરવાની અનિવાર્યતા અંગે ગંભીરતાથી વિચાર-વિમર્શ કરવાનો સમય પાકી ગયો છે. વર્ષો પહેલાં અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના મહાસંમેલનમાં આવા ધર્મપ્રચારકની શ્રેણી શરૂ કરવાનો ઠરાવ કરવામાં આવેલ અને તેનું પ્રાથમિક બંધારણ બનાવવા કવિવર્ય પૂ. નાનચંદ્રજી મહારાજને વિનંતી કરવામાં આવેલ. પૂ. મહારાજસાહેબે એમના મુસદ્દાની રૂપરેખા શ્રેષ્ઠીવર્યને જણાવેલ, પરંતુ પછી કોઈ કામગીરી થઈ હોય તેવી માહિતી મળતી નથી. આ કામ કૉન્ફરન્સ, મહાસંઘ, પરિષદ કે મંડળો જેવી મહાજન સંસ્થાનું છે. ૧૪૧ જો જો સાત્ત્વિક સહચિંતન સિક તેમણે સમર્થ સંતના નેતૃત્વ નીચે આવી શ્રેણી શરૂ કરવાની પહેલ કરવી જોઈએ. આ શ્રેણી માટે સમણ શબ્દનો પ્રયોગ કદાચ ગૂંચવાડો ઊભો કરનારું કે ભ્રમ ઉત્પન્ન કરનારું બને. પરમદાર્શનિક પૂ. જયંતમુનિ કહે છે કે, સારા વ્રતધારીઓ માટે સુવ્રત શબ્દ શાસ્ત્રમાં વારંવાર આવ્યો છે. જેથી આવાં વ્રતો પાળવાવાળા સમુદાયને “સુવ્રતી સમુદાય” કહી શકાય. દેરાવાસીમાં અને સ્થાનકવાસીમાં પહેલાં જતિ વર્ગ હતો. દિગંબર સંપ્રદાયમાં આવા યતિજીઓને ભટ્ટારક કહેવાતા. દિગંબર સંપ્રદાયમાં આવી શ્રેણી છે જેને દીક્ષા માટે ક્રમશ: બ્રહ્મચારી, ફૂલક અને એલક થયા પછી જ સાદીક્ષા અપાય છે. જેથી સ્થાનકવાસીમાં આવા ધર્મપ્રચારકોની સુવ્રતી શ્રેણી શરૂ કરવી જોઈએ. સાંપ્રત જૈન શાસનમાં આવા તાલીમ પામેલા ધર્મપ્રચારકો - શાસન પ્રભાવક - પ્રવર્તકો કે સુવતીઓ છેલ્લી વૈજ્ઞાનિક શોધોથી વાકેફ થઈ આધુનિક સાધનો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા યુવાનો અને પાશ્ચાત સંસ્કૃતિ તરફ ઢળી ગયેલી વ્યક્તિઓને ધર્માભિમુખ કરી શકે. વળી શાસનની કેટલીક બાબતોનું સાધુજી અને સાધ્વીજીઓ સંચાલન કરે છે. અને જે શ્રમણ સમાચારમાં વિક્ષેપરૂપ બને છે તેવા સંજોગોમાં આવાં કાર્યો ધર્મપ્રચારકો કે સુવતી સમુદાય કરે તો સાધુજીવનમાં આવતા દોષો ટળે છે અને સાધુ-સાધ્વી શુદ્ધ સમાચારીનું પાલન કરી શકે છે. સંપ્રદાયોમાં વિવેકપૂર્વક નિયમોસહ ગીતાર્થ ગ્રૂરજનોના માર્ગદર્શન હેઠળ આવા સુવતી સમુદાયની શ્રેણી શરૂ કરવામાં આવે તો સ્વ પર કલ્યાણકારી બની શકે.

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80