________________
કે સાત્ત્વિક સહચિંતન શિથિલાચારી સંત કે સતીની દેશના કે ઉપદેશનું મૂલ્ય બેંકમાં બંધ કરી દીધેલા ખાતાના ચેક જેટલું પણ નથી. જ્ઞાનીઓએ સ્વછંદી સાધુને ઝાંઝવાના જળ બદબાદ થતા કાગડા સાથે સરખાવ્યો છે. સ્વચ્છંદાચારીની વાંઝણી ક્રિયાઓ નિષ્ફળતાને વરે છે. જો મુનિત્વ ડચકાં લેતું હોય તો શ્વાવકતત્ત્વની શી વલે થાય ? આવા સંજોગોમાં અમ્માપિયા જેવાં મહાજનો, ઠરેલ બુદ્ધિના ધર્મનિષ્ઠ શ્રાવકોએ ગીતાર્થ ગુરભગવંતોના માર્ગદર્શન હેઠળ શિથિલાચારીને ચારિત્ર્યમાં સ્થિર કરવાનો પુરુષાર્થ કરવો પડે.
જિન શાસનમાં જ્યારે શિથિલાચારના પ્રસંગો બને ત્યારે શ્રાવક-શ્રાવિકા, મહાજન, સંસ્થા કે સંઘ અને પત્રકારોની ભૂમિકાના વિશે સહચિંતન કરવું અનિવાર્ય બને છે.
તીર્થંકર પરમાત્માએ તીર્થની સ્થાપના કરી જેમાં સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા એ સંઘનાં ચાર અવિભાજ્ય અંગો છે. શ્રાવકધર્મ કે સાધુધર્મ બન્નેનું અંતિમ એય તો મોક્ષ જ છે. સાધુધર્મ ટૂંકો અને કઠિન માર્ગ છે, જ્યારે શ્રાવકધર્મ સરળ અને લાંબો માર્ગ છે. ગણધર ભગવંતોએ સૂત્રસિદ્ધાંતની રચના કરી આચાર્યભગવંતોએ આચારસંહિતા બતાવી. સાધુઓ માટે ‘સમાચારી અને શ્રાવકોએ પાળવાના નિયમો તે ‘શ્રાવકાચાર', 'સમાચારી’ અને ‘શ્રાવકાચાર’ તે મારા સંસારમાં મીઠા જળનું મોટું સરોવર છે. હંસવૃત્તિવાળાનું સરોવર તરફ આકર્ષણ હોય, કાગવૃત્તિ ખાબોચિયા તરફ ખેંચાય.
- સાધુજીની સમાચારી અંગે નિર્ણય લેવા આપણે અધિકારી નથી. દાર્શનિક સંદર્ભમાં તપાસીએ તો શાસ્ત્રોક્ત આચારસંહિતાના મૂળ સૂત્રસિદ્ધાંતો ત્રણે કાળમાં એક જ હોય, કારણકે તે સર્વજ્ઞભગવંતો દ્વારા રચાયેલા હોય તેથી કાળના પ્રવાહમાં તે કદી બદલાય નહિ. છતાં મૂળભૂત સિદ્ધાંતોમાં લેશમાત્ર પરિવર્તન કર્યા વિના ગીતાર્થ આચાર્યો શાસ્ત્રાનુસાર પરિવર્તન અંગે નિર્ણય લઈ શકે.
જૈન ધર્મનો સંયમમાર્ગ અતિકઠિન છે. અનેક પરિષદો સહીને ઉપસર્ગો સામે ઝઝૂમતાં સંત-સતીજીઓ ચારિત્રયાત્રામાં આગળ ધપે છે. પંચમહાવ્રતધારી સાધુસંતો પણ આપણા જેવા માનવ છે. આપણે સૌ છવસ્થ છીએ. ક્યારેક પ્રમાદ કે કર્મોદયને કારણે, માનવસહજ મર્યાદાને કારણે આચારપાલનમાં શિથિલતા આવવા સંભવ છે. આવી શિથિલતા કે સ્વચ્છંદીપણા વિશે જ્યારે સાંભળીએ ત્યારે આંખ આડા કાન ન કરાય, મૌન પણ ન સેવાય અને વગર વિચાર્યે જાહેરમાં હોબાળો પણ ન કરાય. શિષ્યોના શિથિલાચાર કે સ્વચ્છંદાચારના નિયમનની જવાબદારી ઘણું કરીને તો જે તે
૧૧૯
જીવન જીવી સાત્ત્વિક સહચિંતન શિબિર ગચ્છ કે સંપ્રદાયના આચાર્ય ગુરભગવંતો જ નિભાવે છે. જો સંતાનો ભૂલ કરે તો પરિવારના વડીલો તેને એકાંતમાં શિક્ષા આપી ચેતવણી આપી સાન ઠેકાણે લાવે છે તેમ મહાજન કે મહાસંઘો પરિસ્થિતિ પ્રમાણે પગલાં લે છે અને ગુરુભગવંત પ્રાયશ્ચિત્ત પણ આપે છે.
ઈર્ષા, પૂર્વગ્રહ, તેજોદ્વેષ, ગેરસમજ અને વિકૃતિને કારણે ઘણી વાર ખોટા આરોપો ઘડવામાં આવતા હોય છે. શિથિલાચાર કે સ્વચ્છંદાચારના વિવિધ પ્રસંગોમાં સત્યાસત્યનું અન્વેષણ કે સંશોધન બહુ જ મુશ્કેલ કાર્ય છે, જેથી જાણતા કે અજાણતા સાધુની અવહેલના કે નિંદાની પ્રવૃત્તિથી બચવા જાગૃતિ અને વિવેકની ખૂબ જ આવશ્યકતા ગણાય. ભોળા, શ્રદ્ધાળુ અને યુવા વર્ગ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવા સમયે પ્રચાર માધ્યમો દ્વારા વહેતા થયેલા વિકૃત કે અર્ધસત્ય અહેવાલો શ્રદ્ધાળુ વર્ગને ઠેસ પહોંચાડશે અને યુવા વર્ગને ધર્મવિમુખ કરશે. આવી પ્રવૃત્તિ ધર્મ શાસનની હિલના કે કુસેવા જ ગણાય.
શ્રાવક-શ્રાવિકાને “શ્રાવકાચાર" શું છે તેની પૂરી જાણકારી હોય એટલું જ નહિ, પરંતુ તે “શ્રાવકાચાર''નું પાલન કરે અને સાધુજીની સમાચારીની જાણકારી રાખે તો કેટલાય દોષોથી બચી શકાય.
દા. ત. એકાંતમાં સાધુજીને સ્ત્રી ન મળી શકે અને એકાંતમાં સાધ્વીજીને પુરુષ ન મળી શકે. સૂર્યાસ્ત પછી સ્ત્રી સાધુજીનાં દર્શન માટે ન જઈ શકે અને પુરુષ સાધ્વીજીનાં દર્શને ન જઈ શકે. ગોચરી-વિહાર આદિના નિયમોની જાણકારી શ્રાવકશ્રાવિકાએ રાખવી જોઈએ. ઉપરાંત જ્યાં સાધુ-સાધ્વીજીઓ બિરાજતાં હોય તેવા ભવન કે ધર્મસ્થાનક કે દેરાસરમાં બરડા, કુર્તી, જિન્સ, સ્લીવલેસ જેવાં ટૂંકાં કે ચુસ્ત વસ્ત્રો પહેરવાં ન જાઈએ. ઉદ્ભટ વેષનો ત્યાગ અને વિવેકપૂર્ણ શરીરનાં અંગઉપાંગો ઢાકે તેવું વસ્ત્રપરિધાન શ્રાવકાચારમાં અભિપ્રેત છે.
ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯ભા અધ્યયનમાં કહ્યું છે કે, “સંયમનું પાલન રેતીના કોળિયા જેવું નીરસ છે તેમ જ સંયમને માર્ગે ચાલવું એટલે ખાંડાની ધાર પર ચાલવા સમાન છે." સંયમનો માર્ગ એટલે તપ્ત સહરાના રણમાં ચાલવા કરતાં કઠિન માર્ગ છે, પરંતુ વીતરાગમાર્ગનો શ્રદ્ધાળુ સાધક સહરાના રણ જેવા દુષ્કર સંયમજીવનમાં દ્વીપકલ્પરૂપ આનંદની અનુભૂતિ કરી શકે છે.
શ્રાવક-શ્રાવિકા માટે શ્રાવકાચારનું પાલન અને સંઘો, મહાસંઘો જેવી મહાજન સંસ્થાની જાગૃતિ અને વિવેક, શાસન પર આવતી વિપત્તિને ટાળી શકે. આને માટે
૧૨૦