Book Title: Sattvik Sah Chintan
Author(s): Gunvant Barvalia
Publisher: Ashok Prakashan Mandir

View full book text
Previous | Next

Page 69
________________ જોક સાત્ત્વિક સહચિંતન શિબિર તપશ્ચર્યા અવગુણોનું ઔષધ તપતત્ત્વ વિચાર કે સાત્ત્વિક સહચિંતન ખૂબ જ જરૂરી છે. સિનિયર સિટિઝન સાધર્મિકો માટે નિવૃત્તિ નિવાસ કે વાત્સલ્યધામોનું સર્જન કરવું જોઈએ, જેથી તે અમુક સમય ત્યાં રહીને અધ્યાત્મ સાધના અને સંસ્થા કે સમાજને ઉપયોગી કાર્યો તેની ક્ષમતા પ્રમાણે કરી શકે તે પણ સાધર્મિક ભક્તિનો એક પ્રકાર છે. ઉદ્યોગપતિ કે વેપારીઓએ પોતાની પેઢીમાં જેનોને પ્રાયોરિટીમાં નોકરી આપવા પ્રયત્ન કરવો જરૂરી છે. આપણા વેપારમાં ખરીદ-વેચાણમાં જૈન પાર્ટીન પ્રાયોરિટી આપવી જોઈએ. નાના સાધર્મિક વેપારીને સહાય કરવી. જૈનોમાં આગમયુગથી આ પ્રથા અસ્તિત્વમાં છે. ઉપાસક દશાંગ સૂત્રના પ્રથમ અધ્યયનથી છઠ્ઠી ગાથામાં આનંદ શ્રાવકના ચરિત્રના વિવેચનના રસપ્રદ અંશો. આનંદ શ્રાવક પોતાની સંપત્તિનો દ્વિગુણા લાભ માટે પ્રયોગ કરતો હતો, અર્થાત્ જરૂરિયાતમંદને દાન આપતો અને વ્યાપારાદિકમાં સહાયક બનતો હતો. આ રીતે તે સાધર્મિકોને સહાયક બનતો હતો. આ રીતે તે શાહુકારી પ્રવૃત્તિ કરતો હતો. આ અધ્યયનની આઠમી ગાથામાં જણાવ્યું છે કે તે વૈભવશાળી, શ્રેષ્ઠી તેમ જ નાનાનાના વેપારીઓને સાથે લઈને વેપાર કરનારો સાર્થવાહ હતો. જરૂરિયાતવાળા સાધર્મિક પરિવારોને મત અનાજ-મીઠાઈ અને થોડી રકમ તબીબી કે કેળવણી સહાય માટે આપી સંતોષ માની લેવાથી સાધર્મિકોનું દળદર ફીટતું નથી. તેને પગભર કરવાની યોજનાની જરૂર છે. જૈનોનાં ટ્રસ્થના અબજો રૂપિયા બેંકોમાં થાપણરૂપે પડયા છે જે બંકો કતલખાનાં, માંસનિયંત, હિંસક અને કર્માદાનના ધંધાર્થીઓને લોનરૂપે આપે છે. તેની આવકમાંથી બેંક જૈન ટ્રસ્ટોને ૮ ટકા વ્યાજ આપે તે આવકમાંથી આપણે ધર્મનાં સાત ક્ષેત્રોમાં વાપરીએ છીએ, આપણી સાધનશુદ્ધિ ગઈ-પાપના ભાગીદાર બન્યા. જો ટ્રસ્ટોના પૈસા તબીબી, શિક્ષણ અને ઘર બનાવવામાં રોકવામાં આવે ને તેનું સાધર્મિકો પાસેથી વાજબી વળતર-વ્યાજ લેવામાં આવે તો તે ટ્રસ્ટની આવક પણ જળવાશે અને સાધનશુદ્ધિ જળવાશે અને સાધર્મિકોનું કલ્યાણ થશે. દરેક સ્ટેટમાં જૈનોને પોતાની બેંક હોય અને ટ્રસ્ટો આવાં નાણાં તે બેંકો દ્વારા રોકે તો રોકાણને યોગ્ય સાચી દિશા મળી શકે. આ બેંકો દ્વારા સાધર્મિકોને સ્વરોજગાર માટે સરળતાથી લોન પણ આપી શકાય. ગીતાર્થ ગુરભગવંતોના માર્ગદર્શન હેઠળ આપણે સૌ સાંપ્રત પ્રવાહને ઓળખી સાધર્મિકોના ઉત્કર્ષની યોજના બનાવી, જિન શાસનની શ્રમણ સંસ્કૃતિનું રક્ષણ અને સંવર્ધન કરીએ. • ૧૨૯ ૧ આચાર્યભગવંતો અને શાસ્ત્રકાર પરામર્શીઓએ જૈન દર્શનમાં તપતત્ત્વની વિચારણા ખૂબ જ ઊંડાણ તેમ જ વિસ્તારપૂર્વક કરી છે. ઉપાધ્યાય યશોવિજયજીએ કહ્યું છે કે, બાહ્ય અને આત્યંતર તપ એકબીજાનાં પૂરક છે. લોકસંજ્ઞા કે લોકપ્રવાહમાં તણાઈને તપની ઉપેક્ષા કરવી તે સુખશીલતા નહીં, પણ અજ્ઞાન દશા છે. આંતરવિશુદ્ધિ માટે આવ્યંતર તપની જરૂર છે, પરંતુ આત્યંતર તપમાં સુદઢ થવા માટે બાહ્ય તપની જરૂર છે. તપ એ અશાતના વેદનીય કર્મનો ઉદય નથી. સ્વેચ્છાએ કષ્ટ સહન કરી કર્મનિર્જરા કરવાની સાધના છે. તપશ્ચર્યામાં અંતરંગ આનંદની અખંડિત ધારા વહે છે. તપ તોફાની દેહરૂપ ઘોડાને કહ્યાગરો બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આહારસંશાનો ત્યાગ વધુ કઠિન છે. માસક્ષમણની ઘોર તપસ્યા કરી શકતા આત્માઓ પારણાને દિવસે આહાર સંજ્ઞાની સંપૂર્ણ શરણાગતિ લેતા પ્રાયઃ જોવા મળે છે. વસ્તુતઃ આહારનો ત્યાગ, આહારની સંજ્ઞાનો ત્યાગ અણાહારીપદની પ્રાપ્તિ માટે જ કરવાનો છે. તપસ્યા પછી આ સંજ્ઞા પાતળી ન પડે તો આપણી તપસ્યા સફળ થઈ ગણાય નહીં. ધ્યાન (મનનું) અને કાયોત્સર્ગ (મનાદિ ત્રણેય) ઉત્તરોત્તર ચડિયાતાં તપો છે. તેમના દ્વારા સમાધિસ્થ બનાય છે. વિપશ્યના અને પ્રેક્ષાધ્યાન પદ્ધતિનાં શિક્ષણ-પ્રચાર-પ્રસાર વધ્યાં છે. અધિકારી • ૧૩૦

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80